શું થાય જો વર્ડકપની સેમીફાઈનલ અને ફાઈનલ મેચ વરસાદથી ધોવાઈ જાય તો

0
1817

વર્ડ કપ રમાઈ રહ્યો છે. અને વરસાદ મજા બગાડી રહ્યો છે. ૧૩ જુન સુધી વરસાદને કારણે ત્રણ મેચ રદ્દ કરવામાં આવી ચુકી છે. બે મેચ તો એક પણ દડો નાખ્યા વગર જ રદ્દ કરી દીધી હતી. તેની સાથે જ એક મેચ બીજી વરસાદથી પ્રભાવિત થઇ રહી હતી, જેમાં ડકવર્થ નિયમ હેઠળ મેચનું પરિણામ આવ્યું હતું.

વર્ડ કપના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું છે, જયારે એક ટુર્નામેન્ટમાં ૩ મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હોય. તે પહેલા ૧૯૯૨ અને ૨૦૦૩ વર્ડ કપમાં વરસાદને કારણે બે મેચ રદ્દ થઇ ગઈ હતી. સતત વરસાદથી મેચમાં ખલેલને લઈને આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું હતું.

વર્ડ કપમાં દરેક મેચ માટે એક રીઝર્વ દિવસ રાખવો ટુર્નામેન્ટને ઘણી લાંબી કરી દેશે અને વ્યવહારિક રીતે તેને ઈમ્પલીમેંટ કરવું ઘણું અઘરું પડશે. એ વાતની પણ કોઈં ગેરંટી નથી કે રીઝર્વ વાળા દિવસે વરસાદ ન હોય. વર્ડ કપમાં એક મેચ ગોઠવવામાં લગભગ ૧૨૦૦થી વધુ લોકો સાઈટ ઉપર હોય છે.

એટલે રીઝર્વ દિવસ રાખવા માટે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરવો પડશે. એ જોતા કે વર્ડ કપમાં 45 ગ્રુપ મેચ રમવામાં આવે છે. નોક-આઉટ મેચો (સેમીફાઈનલ અને ફાઈનલ) માટે પહેલેથી જ એક દિવસ રીઝર્વ રાખવામાં આવ્યો છે.

શું થશે જો સેમીફાઈનલ મેચમાં વરસાદ થઇ જાય? :-

સેમીફાઈનલ મેચમાં જો વરસાદ થઇ જાય તો એક રીઝર્વ દિવસ હોય છે, તે દિવસે મેચ રમી શકાય છે. જો રીઝર્વ વાળા દિવસે પણ વરસાદ ચાલુ રહે છે, તો લીગ મેચમાં જે ટીમને પોઈન્ટ વધુ હશે તે ટીમ ફાઈનલમાં પહોચશે.

શું થશે જો ફાઈનલ મેચમાં વરસાદ થઇ જાય? :-

ફાઈનલ મેચમાં જો વરસાદ થઇ જાય તો એક રીઝર્વ દિવસ હોય છે, જે દિવસે મેચ રમાડી શકાય છે. જો રીઝર્વ વાળા દિવસે પણ વરસાદ આવે તો ફાઈનલમાં પહોચેલી બન્ને ટીમ ટ્રોફી શેર કરશે. ફાઈનલ મેચમાં જો ટાઈ થાય છે, તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.