શું તમે જોયા છે હેમા માલિની અને ધર્મેન્દ્રના પોતાના પૌત્ર ડેરિયન સાથેના સુંદર ફોટા?

0
390

તમે ક્યારેય નહિ જોયા હોય ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે તેમના પૌત્ર ડેરિયનના આ ક્યૂટ ફોટા, અહીં જુઓ. બધા માતા પિતા ઈચ્છે છે કે તેના બાળકોના લગ્ન વહેલાસર થઇ જાય, જેથી તેને દીકરીના દીકરા-પૌત્રોની સાથે રમવાનું સુખ પ્રાપ્ત થઇ શકે, આ સુખ દુનિયાના લાખો-કરોડો માતા પિતા લઇ ચુક્યા છે. હવે બોલીવુડના ‘હિમેન’ ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીને જ લઇ લો, તે બંને પણ નાના-નાની બની ચુક્યા છે. ધરમજી અને હેમાજી તેની દીકરી ઈશા દેઓલ અને અહાના દેઓલના બાળકો સાથે ઘણી મસ્તી કરે છે.

હેમા માલિની અને ધર્મેન્દ્રએ 21 ઓગસ્ટ 1979ના રોજ લગ્ન કર્યા હતા અને વર્ષ 1981માં તેની મોટી દીકરી ઈશા દેઓલનો જન્મ થયો. ત્યાર પછી વર્ષ 1985માં હેમાએ દીકરી અહાના દેઓલને જન્મ આપ્યો. ત્યાર પછી બંને દીકરીઓ મોટી થઇ અને પછી તેના લગ્ન થઇ ગયા. બંને તેના કુટુંબને સારી રીતે સાંભળી રહી છે અને તેની સાથે જ ઈશાને બે દીકરીઓ પણ છે, જેના નામ રાધ્યા અને મીરાયા છે. અને અહાનાને એક દીકરો છે, જેનું નામ ડેરીયન વોહરા છે. ત્રણે બાળકો તેના નાના-નાનીના લાડકા છે.

આમ તો ધર્મેન્દ્ર અને તેના કુટુંબના બીજા લોકોના ફોટા સોશિયલ મીડિયા ઉપર સામે આવતા રહે છે, પરંતુ ધર્મેન્દ્ર-હેમાના તેના દીકરીના દીકરા ડેરીયન સાથે ફોટા ઘણા ઓછા જોવા મળે છે. અહિયાં અને તમારા માટે લાવ્યા છીએ થોડા ન જોયા હોય તેવા ફોટા, જેને ભાગ્યે જ તમે પહેલા ક્યારેય જોયા હશે.

હેમા અને ધરમજીની દીકરીના દીકરા સાથે થોડા ફોટા : ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી બી-ટાઉનની સૌથી પસંદ કરવામાં આવતી જોડીઓ માંથી એક છે, અને બંનેના ફોટા લોકોને ખુબ ગમે છે. અહિયાં એક ફોટો છે, જેમાં ધર્મેન્દ્રજી અને હેમાજી તેની દીકરીના દીકરા ડેરીયન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટો કોઈ પ્રસંગનો છે અને તેમાં ડેરીયન ખુરશી ઉપર બેઠી છે અને તેની પાસે ધર્મેન્દ્ર પણ બેઠા છે. હેમા ડેરીયનની પાછળથી સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. હેમાજી અને ડેરીયને એક જ કલરના આઉટફીટ પહેર્યા છે.

આ ફોટો ઘણો ક્યુટ છે જેમાં શબ્દોથી વર્ણન નથી કરી શકાતું. જયારે બીજા ફોટામાં હેમાજી તેની ક્યુટ દીકરીના દીકરા ડેરીયન સાથે ફોનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે હેમાજીએ ફોન પકડ્યો છે અને તે ડેરીયનને તેમાં કાંઈક દેખાડી રહી છે. ડેરીયન પણ ધ્યાન પૂર્વક નાની સાથે ફોનમાં કાંઈક જોઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અહાનાએ તેના ઈંસ્ટાગ્રામ ઉપર માં હેમા સાથે દીકરા ડેરીયનનો ફોટો શેર કરતા કેપ્શનમાં ‘પાર્ટનર્સ ઈન ક્રાઈમ’ લખ્યું હતું.

ઈશા અને અહાનાના ફોટા પણ છે સુંદર : તમે ડેરીયનના ફોટા તો જોઈ લીધા, પરંતુ અમારી પાસે તમારા માટે ઈશા અને અહાનાના નાનપણના ક્યુટ ફોટા પણ છે. ઈશા અને અહાના પણ બાળપણમાં ઘણી વ્હાલી હતી. ઈશા અને અહાના જોડિયા નથી, પરંતુ બંને બહેનો જોડિયા જેવી દેખાય છે. ધરમ પાજી અને હેમાના કુટુંબની એક સુંદર તસ્વીરમાં ઈશા અને અહાના તેના મમ્મી-પપ્પાને પાછળ ભેંટીને બેઠી છે. તે ફોટો પણ સુંદર છે અને તેમાં ધર્મેન્દ્ર અને હેમાજી તેની દીકરી ઈશા અને અહાના સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.

જો ઈશા દેઓલ અને અહાના દેઓલની દોસ્તીની વાત કરીએ, તો બંને બહેનો એકબીજાની ઘણી નજીક છે. ઈશા અને અહાના વચ્ચે ઉંમરમાં 4 વર્ષનો ગેપ છે અને બંને બહેનોથી વધુ એક બીજીની બેસ્ટ ફ્રેન્ડ છે. ‘સિસ્ટર્સ ડે’ ના દિવસે ઈશાએ તેના ઈંસ્ટાગ્રામ પેજ ઉપર અહાના સાથે એક સુદંર ફોટો શેર કર્યો હતો, જેમાં બંને એક સાથે બેઠેલી જોવા મળી રહી છે.

ઈશા અને અહાનાની કાંઈક આવી રહી છે કારકિર્દી : જો ઈશા અને અહાનાના વર્કફ્રંટની વાત કરીએ તો અહાનાએ ફિલ્મ ‘ના તુમ જાનો ના હમ’ માં કામ કર્યું હતું. તેની સાથે જ અહાના એક સારી ડાંસર પણ છે, તો ઈશા દેઓલે તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈશાએ ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ નો ‘ફિલ્મફેયર એવોર્ડ’ પણ મળ્યો હતો.

તે ઉપરાંત ઈશા દેઓલે ‘એલઓસી કારગીલ’, ‘યુવા’, ‘દમ’ અને ‘નો એન્ટ્રી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સાથે જ ઈશા વિષે એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેને ફૂટબોલમાં પણ ઘણો રસ હતો, અને તેનું સિલેકશન ‘રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમ’ માં પણ થઇ ગયું હતું. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી ફેંસની ઘણી ફેવરીટ જોડીઓ માંથી એક છે, અને તેના કુટુંબના ફોટા પણ લોકોને ખુબ ગમે છે. આશા રાખીએ કે તમને પણ ધર્મન્દ્ર, હેમા અને તેના દીકરીના દીકરા ડેરીયનના આ ન જોયા હોય તેવા ફોટા ગમ્યા હશે.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.