શું તમે જાણો છો? ભગવાન શિવની પુત્રીઓ પણ છે, જાણો ભગવાન શિવની પુત્રીઓ વિષે.

0
2283

હિંદુ સંસ્કૃતિમાં દેવી-દેવતાઓની પૂજા કરાય છે, પરંતુ કેટલાક દેવી દેવતાઓની સૌથી વધુ પૂજા થાય છે. તે માંથી જ એક છે ભોલેનાથ એટલે કે ભગવાન શિવ શંકર. ભગવાન શિવ વિષે કહેવામાં આવે છે કે તે ખુબ જ ભોળા છે કૃપાળુછે, પરંતુ જયારે ગુસ્સો આવે છે, તો તે આ આખી પૃથ્વીનો વિનાશ કરી શકે છે. ભગવાન શિવ પોતાના ભક્તની દરેક ઈચ્છા પૂરી કરી દે છે. તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. એટલે કે દેવી-દેવતાઓ પણ તેમની પૂજા કરે છે.

ભગવાન શિવની છે ત્રણ પુત્રીઓ:

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે ખુબ જ મહેનતની જરૂર નથી. ભગવાન શિવને માત્ર એક લોટા પાણીથી પણ પ્રસન્ન કરી શકાય છે. ભગવાન શિવના પુત્રો ગણેશ અને કાર્તિકેય વિષે તો તમે બધા જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો? કે ભગવાન શિવની પુત્રીઓ પણ છે. જી હાઁ, આજે અમે તમને ભગવાન શિવની પુત્રીઓ વિષે જણાવવાના છીએ, જેના વિષે કદાચ જ તમે પહેલેથી જાણતા હશો કે નહિ?. જાણકારી મુજબ ભગવાન શિવની ત્રણ પુત્રીઓ છે.

1. જ્યોતિ :

પ્રકાશ રૂપી હિંદુ દેવી જ્યોતિ પણ ભગવાન શિવ અને પાર્વતીની પુત્રી છે. તેમના પ્રગટ્ય વિષે બે અલગ-અલગ કથાઓ છે. પહેલી કથા મુજબ ભગવાન શિવના પ્રભામંડળમાંથી જ્યોતિનું પ્રગટ્ય થયુ હતું અને આ ભગવાન શિવની ભૌતિક અભિવ્યક્તિ છે. બીજી કથા મુજબ જ્યોતિનો જન્મ દેવી પાર્વતીના માથાની ચિનગારીથી થયો હતો. જ્યોતિનો લગાવ ભાઈ કાર્તિકેય સાથે હતો. તમિલનાડુંના ઘણા મંદિરોમાં દેવી જ્યોતિની પૂજા પાઠ કરાય છે. ભારતના કેટલાક ભાગમાં જ્યોતિ દેવીની પૂજા દેવીના રૂપમાં કરાય છે. ઉત્તર ભારતમાં તેમની પૂજા દેવી જ્વાલાઈમુચીના રૂપે થાય છે.

2. અશોક સુંદરી:

ભગવાન શિવની પહેલી પુત્રીનું નામ અશોક સુંદરી છે. અશોક સુંદરીના પ્રગટ્ય વિષે પદ્મ પુરાણમાં વિસ્તૃત જણાવ્યું છે. અશોક સુંદરીનું વર્ણન ગુજરાત અને કેટલાક પડોસી રાજ્યોની વ્રતકથાઓમાં પણ મળે છે. આ કથાઓ મુજબ, દેવી અશોક સુંદરીને માતા પાર્વતીની ઈચ્છાપૂર્તિ માટે બનાવી હતી. માતા પાર્વતીની એકલતા દુર કરવા માટે આમનો જન્મ થયો હતો. આમણે માતા પાર્વતીને શોકથી મુક્તિ અપાવી હતી, આ કારણે તેમનું નામ અશોક રાખવામાં આવ્યું. ખુબ જ સુંદર હોવાને કારણે પછી તેમને અશોક સુંદરીના નામે પણ ઓળખવામાં આવ્યા. શિવ પુરાણ મુજબ અશોક સુંદરીના લગ્ન રાજા નહુષ સાથે થયા હતા. અશોક સુંદરીની સો પુત્રીઓ હતી અને બધી તેમના જેવી જ સુંદર હતી.

3. મનસા :

મનસા દેવીને ભગવાન શિવની ત્રીજી પુત્રી મનાય છે. તેમનું પ્રગટ્ય સાપના ઝેરના ઉપચાર કરવા માટે થયુ હતું. તેમના જન્મ વિષે કહેવામાં આવે છે કે જયારે ભગવાન શિવના વીર્યએ રાક્ષસી કદરૂ દ્વારા બનાવેલી મૂર્તિને અડ્યું હતું ત્યારે મનસા દેવીનો જન્મ થયો હતો. ઘણી જગ્યા ઉપર તેમની પૂજા નાગરાજ વાસુકીની બહેનના રૂપે થાય છે. તેમનું એક પ્રસિદ્ધ મંદિર હરિદ્વારમાં આવેલુ છે. સૌથી ખાસ વાત આ છે કે મનસા દેવી માત્ર ભગવાન શિવની પુત્રી છે, તેમનો માતા પાર્વતી સાથે કોઈ સંબંધ નથી.

માહિતી શેયર કરજો. જય ભોલેનાથ.