શું તમે 35 વર્ષ પછી માં બનવાનું સપનું જોઈ રહ્યા છો? તો તમારે આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

0
387

35 વર્ષની ઉંમર પછી માં બનવાના ફાયદા અને નુકશાન દરેક મહિલાએ જાણવા જરૂરી છે. 35 વર્ષની ઉંમર પછી મહિલાઓ જરૂર માતા બની શકે છે. પરંતુ જોખમથી બચવા માટે જરૂરી છે સુરક્ષાત્મક ઉપાય કરવામાં આવે. તેનાથી મહિલા જાતે તેની અને તેના બાળકનું રક્ષણ કોઈ પણ પ્રકારની તકલીફ વગર કરી શકશે.

35 વર્ષ પછી માં બનવાના ફાયદા : 35 વર્ષની ઉંમર થયા પછી કહેવામાં આવે છે કે માં તેના બાળકો પ્રત્યે વધુ સાવચેત રહે છે. ઉંમર સાથે બુદ્ધી અને આર્થિક મજબુતી આવે છે. એટલા માટે 35 વર્ષ પછી વધુ આવકની સંભાવના રહે છે. આર્થિક મજબુતી સાથે મહિલા કુટુંબની મદદ અને બાળકોના સારા શિક્ષણની વ્યવસ્થા કરી શકે છે.

માનવામાં આવે છે કે વધુ ઉંમરની માં ના બાળકો વધુ હોંશિયાર હોય છે. તે પણ કહેવામાં આવે છે કે 35 વર્ષ પછી માં બનનારી મહિલાઓનું જીવન લાંબુ હોય છે. જો 25 વર્ષ પછી સુરક્ષિત પ્રેગનેન્સી ચિંતાનું એક મુખ્ય કારણ છે.
બાળકની સુરક્ષા, ગર્ભપાતની સંભાવના, બાળકનું સામાન્ય રીતે જન્મ જેવા થોડા પ્રશ્નો જરૂર પૂછવામાં આવે છે. તમે અમુક બાબતો અપનાવી પ્રેગનેન્સી અને ડીલીવરીની સુરક્ષા નક્કી કરી શકો છો.

જન્મ પહેલા સલાહ : જો તમે 35 વર્ષ પછી માં બનવાનો વિચાર કરી રહ્યા છો, તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર તમારા આરોગ્યને તપાસીને જરૂરી માર્ગદર્શન આપશે.

હેલ્દી ડાયેટનો ઉપયોગ કરો : માત્ર ગર્ભવતી થવાને કારણે જ વધુ ન ખાવ પરંતુ નિયમિત ડાયેટમાં પોષક તત્વો ઉમેરો. નક્કી કરો કે તમારું શરીર અને તમને અને તમારા બાળકોને જરૂરી પોષણ આપી શકો. એવા વધુ ફૂડના ઉપયોગથી નથી થઇ શકતું, ખાવાની પદ્ધતિ ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વસ્થ સંતુલિત આહાર તમને મળી શકે.

કસરતને બનાવો નિયમિત : પ્રેગનેન્સી દરમિયાન કસરત કરવી જરૂરી છે. બાળકના જન્મ સમયે વધુ વજન તમને મદદ નહિ કરે. એટલા માટે રોજ ઓછામાં ઓછું 30 મિનીટ વોક જરુર કરો.

ધુમ્રપાન અને આલ્કોહોલ છોડો : પ્રેગનેન્સીમાં ધુમ્રપાન અને આલ્કોહોલ તમારા બાળક માટે ઘણું નુકશાનકારક હોય છે. ડોક્ટર પણ તેના સેવનની મંજુરી નહિ આપે.

35 વર્ષ પછી પ્રેગનેન્ટ થવાના જોખમ : જો 35 વર્ષ પછી માં બનવા જઈ રહ્યા છો તો હાઈ બ્લડ પ્રેશર, ગર્ભપાત, સમય પહેલા જન્મ અને મૃત જન્મની સમસ્યા ઉપર ધ્યાન આપવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશરનું જો ધ્યાન ન રાખવામાં આવે તો ક્યારે ક્યારે ઘણું જોખમી બની શકે છે. 35 વર્ષની ઉંમરમાં સમય પહેલા મૃત જન્મ કે ગર્ભપાતની વધુ સંભાવના રહે છે. તે સમયે તમારું શરીર અને તમારા બાળક બંનેની જાળવણી વધુ મુશ્કેલ હોય છે.

અમુક કિસ્સામાં સમય પહેલા બાળકનો જન્મ બીજું જોખમ હોય છે. જન્મ આપ્યા પછી બાળકની વિશેષ કાળજીની જરૂર રહેશે. ક્યારે ક્યારે બાળક સામાન્ય વજનથી ઓછું હોઈ શકે છે. તેની વૃદ્ધી અને વિકાસ માટે યોગ્ય પોષણ આપવાની જરૂર પડે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.