શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

0
1346

શું લાડના ચક્કરમાં તમે જ બાળકોને બગાડી રહ્યા છો? આ છે ઓવર પેરેંટિંગના 5 સંકેત, જેનાથી બગડે છે બાળકો

દરેક માતાપિતા બાળકોને પ્રેમ કરે છે. પરંતુ જો તમે આ પ્રેમમાં 5 ભૂલો કરો છો, તો સાવચેત થઇ જાવ કારણ કે તમે તમારા બાળકને જાતે જ બગાડી રહ્યા છો.

બાળકોનો ઉછેર કરવો એ સરળ કાર્ય નથી. દરેક માતાપિતા ઇચ્છે છે કે તેઓ તેમના બાળકોની દરેક ઇચ્છા પૂરી કરે, તેમને ખુશ રાખે અને જીવનમાં સફળ વ્યક્તિ તરીકે વિકાસ કરે. તેથી જ બીજા લોકોની અપેક્ષાએ તેમના બાળકોને તેમના માતાપિતા વધુ સ્નેહ કરે છે. મોટાભાગના માતાપિતાના જીવનનો હેતુ બાળકોને “સંપૂર્ણ જીવન” આપવાનું જ હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત આ જ સ્નેહ તેમને બગાડી પણ શકે છે? બાળકોને સારું જીવન, સુખ, સુવિધાઓ અને સુખ આપવાની ગડમથલમાં ઘણી વાર માતાપિતા પોતાના જ બાળકોને બગાડે છે. બાળપણમાં તો બાળકોની કેટલીક ભૂલો ભોળપણ અને તોફાની શૈલીમાં આપણેને સારી લાગે છે, પરંતુ લાંબા ગાળે આ ટેવ બાળકોના વિકાસમાં અવરોધ ઉભો કરે છે અને તેમને સામાન્ય જીવન જીવવામાં પણ મુશ્કેલી પડે છે. ચાલો અમે તમને જણાવીએ માતાપિતાની આવી જ 5 ભૂલો, જેને તમે તો પ્રેમ સમજો છે પણ તે ઓવર પેરેટીંગના સંકેત છે, જેનાથી બાળકો બગડે છે.

દરેક વખતે બાળકોની પ્રશંસા કરવી

બાળકોની પ્રશંસા કરવી તે એક સારી બાબત છે. તેનાથી બાળકોને પ્રેરણા મળે છે અને તે ફરી વખત વધુ સારું કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દરેક વખતે બાળકોની પ્રશંસા કરવી પણ તેના માનસિક વિકાસ માટે પણ સારું નથી, ખાસ કરીને ખોટી પ્રશંસા કરવી. તેનાથી બાળકો પડકાર સ્વીકારવામાં ખચકાટ અનુભવે છે. બાળકોને ખોટું કરવા માટે અટકાવવા અને સમજાવવા એ પણ એટલું જ જરૂરી છે, જેમ કે સારું કામ કરવા ઉપર પ્રસંશા કરવાની જ છે. તેથી તમારે ક્યારે પણ બાળકોને મૂંઝવણમાં ન રાખવા જોઈએ.

મુંજવણ, મુશ્કેલીઓ અને જરૂરિયાતનાં સમયમાં બાળકોની મદદ કરવી એ દરેક માતાપિતાની ફરજ છે. પરંતુ બાળકોએ દરેક નાની નાની બાબતમાં મદદ કરવા આગળ આવવું અથવા સહાય માંગ્યા વિના મદદ કરવા માટે ઉત્સુક થવું સારું નથી. આનાથી બાળકો તમારા ઉપર નિર્ભર થઇ જાય છે. જ્યારે એક સારા માતાપિતા તરીકેની તમારી ફરજ એ છે કે તમે તમારા બાળકોને પડકારોનો જાતે જ સામનો કરતા શીખવો.

આવા માતાપિતાને લાગે છે કે તેમના બાળકને કોઈ તકલીફ ન પડે, પરંતુ નાની મોટી સમસ્યાઓનો સામનો કરીને જ બાળક પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને સ્વતંત્ર જીવન જીવવા માટે સક્ષમ બની શકે છે. તેથી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, બાળકોને જાતે જ સમસ્યાઓનું સમાધાન કરવા માટે કહો.

બાળકોની દરેક જીદ પૂરી કરવી :-

દરેક માતાપિતા તેમના બાળકની ઇચ્છાઓને પૂર્ણ કરવા માંગે છે. પરંતુ ઇચ્છા અને જિદ્દ વચ્ચેના તફાવતને ઓળખવું મહત્વપૂર્ણ છે. બાળકોને ઘણી બધી ભેટો આપવી, તેમની કોઈ પણ માંગણી ઉપર વિરોધ ન કરવો અને તેની જિદ્દને હંમેશા માન્ય રાખવાની ટેવ બાળકોના વ્યવહારિક વિકાસ માટે સારું નથી.

ખરેખર, બાળકોની દરેક જિદ્દ પૂરી કરવાથી તે વસ્તુઓના મહત્વને સમજી શકતા નથી. જ્યારે જીવનમાં દરેક નાનામાં નાની વસ્તુ અને વ્યક્તિનું મહત્વ હોય છે. માતાપિતાએ બાળકોને સમજાવવું જોઈએ કે કઈ વસ્તુ તેમના માટે ઉપયોગી છે અને કઈ ઉપયોગી નથી. એ જ રીતે, સંબંધોનું, પૈસાનું, વસ્તુઓનું, ભોજનનું મહત્વ તેને સમજાવો.

બાળકો તરફથી કોઈ અપેક્ષા ન રાખવી :-

માતાપિતા જે કરે છે તે બાળકો માટે કરે છે, તેથી બાળકો શરૂઆતના દિવસોમાં જે પણ કરે છે, તેની પાછળ માતાપિતાને ખુશ અને પ્રભાવિત કરવાની પ્રેરણા મળે છે. પરંતુ ઘણી વખત માતાપિતા દ્વારા બાળકોને વધુ પ્રેમ કરવાને કારણે દરેક વસ્તુ માટે સ્વતંત્રતા આપી દે છે. બાળકો ઉપર નજર ન રાખવી, તેમને તેમની રીતે રહેવા દેવા, વધુ સ્વતંત્રતા આપી દેવી તે બાળકોના વિકાસ માટે સારું નથી. ખરેખર, બાળકો ઉપર ધ્યાન ન આપવાથી તેના વ્યવહારિક અને માનસિક વિકાસમાં અવરોધ ઉભો થાય છે.

દરેક માતાપિતા બાળકોને પ્રેમ કરે છે, પરંતુ બાળકોને વધુ પ્રેમ કરવો, દરેક વખતે તેના માટે ચિંતિત રહેવું તે પણ યોગ્ય નથી. બાળકો માટે તમારી કઠોરતા, સ્નેહ, રોષ, ક્રોધ, વઢવું એ બધું જરૂરી છે. હકીકતમાં, વિવિધ અભિવ્યક્તિઓ દ્વારા, તમે બાળકોને માનસિક રીતે તે વાત માટે તૈયાર કરો છો, કે તે તેના જીવનમાં જોડાતા લોકોની લાગણીઓ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપવી તે શીખી શકે. તેથી, બાળકોને હદથી વધારે પ્રેમ ન કરવો અથવા તેની વધુ પડતી ચિંતા કરવી પણ યોગ્ય નથી.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.