શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

0
118

દુનિયાભરમાં આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર વિશ્વાસ વધારવા માટે કરવામાં આવશે ક્લિનિકલ ટ્રાયલ

આયુષ વિભાગ જો તેમના તરફથી જરૂરી પહેલ સમયસર કરે, તો તે દિવસ દૂર નથી જ્યારે આયુર્વેદ સારવાર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘણો વધી જાય.

સંજય વર્મા માનવ સંસ્કૃતિમાં એક સમય એવો પણ હતો, જ્યારે કોઈ પણ રોગમાં દર્દીના આરામને પ્રાધાન્ય આપવામાં આપવામાં આવતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે દવાઓની બાબતમાં પણ પૂર્વ-પશ્ચિમના ઝઘડા ચાલે છે અને ફાર્મા ઉદ્યોગમાં તે અંગે હરીફાઈ ચાલે છે કે કયો દેશ અને કઈ કંપની પહેલા કોરોના રોગચાળા નિવારણની રસી બનાવવામાં સફળ થઇ શકે છે. અહીંયા યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા બજારમાં મુકવામાં આવી રહેલી કોરોનાની દવા અંગે એવો જ વિવાદ ઉભો થયો છે.

ક્લિનિકલ ટ્રાયલનું સત્ય :

ખરેખર, પતંજલિ ફાર્મસીએ ક્લિનિકલ ટ્રાયલના બળ ઉપર આ દવાથી કોરોના દર્દીઓની 100 ટકા સારવારનો દાવો કર્યો છે, પરંતુ સરકારના આયુષ મંત્રાલયે કહ્યું કે, તેને આ દવા ઉપર કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલના તથ્યો અને વિવરણોની કોઈ જાણકારી નથી. જોકે બાબા રામદેવની કંપની તેને ‘કમ્યુનિકેશન ગેપ’ ની સમસ્યા વર્ણવી રહી છે, પરંતુ આ સમગ્ર ધાંધલ ધમાલમાં તે વાત લગભગ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે કે તમામ ગંભીર રોગોની સારવાર આયુર્વેદ, યુનાની અથવા હોમિયોપેથીક સારવાર પદ્ધતિથી પણ થઇ શકે છે.

આ આક્ષેપો પાયાવિહોણા નથી કે આખા વિશ્વના ફાર્મા ઉદ્યોગ એવા પ્રયત્નોમાં લાગી ગયા છે કે કોઈ પણ રીતે એલોપેથીક સારવારને થોડો એવો પડકાર ન મળી જાય. તેના માટે આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી જેવી પરંપરાગત સારવાર પદ્ધતિઓને સતત નકારી કાઢવામાં આવે અને આનો એક મહત્વપૂર્ણ આધાર ક્લિનિકલ ટ્રાયલને બનાવવામાં આવે છે.

પતંજલિના દાવાઓ તેમના સ્થાને છે :

આપણા દેશમાં ખાસ કરીને આયુર્વેદને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી ક્લિનિકલ ટ્રાયલ્સની વાત ઉભી થઇ રહી છે. ત્યાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા અને કોઈપણ પ્રકારનાં બાહ્ય ચેપ સામે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક સારવાર ઉપયોગી હોવાનું માનવામાં આવે છે.

પતંજલિના દાવાઓ તેમની જગ્યાએ છે, પરંતુ આ સિવાય આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા દ્વારા કોરોના અંગે જે ચાર આયુર્વેદિક દવાઓ તૈયાર કરી છે, તેમના દ્વારા વિવિધ સ્થળોએ કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહી છે.

જેઠીમધના ફાયદા :-

જેઠીમધનું સેવન કરીને પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કરી શકાય છે. તેમાં રહેલા એંટી-વાયરલ ગુણ કોઈ પણ પ્રકારના વાયરલ ચેપથી રક્ષણ કરવામાં મદદરૂપ, તેના ઉપયોગથી આંખોના રોગો અને ગળાના રોગોની સારવાર સદીઓથી કરવામાં આવી રહી છે, તે વાત, કફ, પિત્ત ત્રણે દોષોને શાંત કરીને ઘણા રોગોની સારવારમાં સચોટ સારવારનું કામ કરે છે.

આયુર્વેદિક ઉકાળાની ક્લિનિકલ અજમાયશ :

રાજસ્થાનના જયપુરમાં લગભગ 12 હજાર લોકોને કેન્દ્રીય આયુષ મંત્રાલયે ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ટીમના સહયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા વાળી આ આયુર્વેદિક દવા ઉપર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. લખનૌમાં પણ કોરોનાને કાબૂમાં લેવાના ઉદ્દેશ્યથી આયુર્વેદિક ઉકાળાની ક્લિનિકલ ટ્રાયલ લોકબંધુ હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ મુદ્દો એકલા કોરોના સામે લડવાનો નથી. તેમાં અગાઉ પણ ઘણા પ્રસંગો ઉપર આયુર્વેદિક ઔષધીઓની ક્લિનિકલ ટ્રાયલની વાત આપણા દેશમાં કરવામાં આવતી હતી. તેનો હેતુ કોરોના અથવા અન્ય રોગોને અટકાવવા માટે દુનિયામાં આયુર્વેદની સિદ્ધી સાબિત કરવાનો છે. પ્રશ્ન એ છે કે શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પરંપરાગત દવાઓમાં દુનિયાનો વિશ્વાસ વધારી શકાય છે.

ઘણા દેશોમાં ભારતમાંથી આયુર્વેદિક દવાઓની આયાત :

યોગ અને આયુર્વેદને લઈને આપણી સરકાર અને કેટલાક યોગાચાર્યો માને છે કે આ પ્રાચીન ભારતીય પદ્ધતિઓ સાથે જીવન જીવી શકાય છે. ઘણી બધી એ બિમારીઓ જે આપણી નબળી જીવનશૈલીનું પરિણામ છે, તેનો યોગ દ્વારા ઉપચાર થઇ શકે છે.

ઉપરાંત, આયુર્વેદ, યુનાની વગેરે સારવાર પદ્ધતિનો અર્થ ઘરગથ્થુ ઉપચાર કરવા પુરતો જ નથી, પરંતુ તેનું એક અધિકૃત વિજ્ઞાન છે. મોટાભાગના રોગોની સારવાર શક્ય છે. ઘણા દેશોમાં ભારતમાંથી આયુર્વેદિક દવાઓની આયાત કરવા છતાં, તેમની વિરુદ્ધ એક સખત મંતવ્ય એ છે કે પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો અને માત્ર વિશ્વાસના આધારે તે દવાઓનો વેપાર ન ચાલી શક્યો, જે ઉત્પાદનની પદ્ધતિમાં એકરૂપતા નથી.

તે કારણ છે કે હાલના કાયદાઓ અને નિયમોને કારણે ડોકટરો તેને અજમાવવાથી અચકાય છે. તે કારણોથી ભૂતકાળમાં ઘણી વખત આયુર્વેદિક કંપનીઓની દવાઓ બનાવવામાં બેદરકારી અથવા તેમાં પારો અથવા ભારે ધાતુઓ, જંતુનાશક અથવા આર્સેનિક જેવા ઝેર વધુ પ્રમાણમાં હોવાના આધારે ઘણી નારાજગી સાથે પરત કરવામાં આવી છે.

વિશ્વ પરંપરાગત તબીબી પદ્ધતિઓ અજમાવવા માંગે છે :

આયુર્વેદ કહે છે કે તેની દવામાં સોના, ચાંદી વગેરેની ભસ્મના રૂપમાં ભારે ધાતુઓ રહેલી હોવાનો પુરાવો પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ છે. પરંતુ પશ્ચિમી દેશોની ફાર્મા લોબી આ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ્સના અભાવે તેને શંકાસ્પદ દર્શાવે છે.

આ બધું ત્યારે થઈ રહ્યું છે, જ્યારે વિશ્વ પશ્ચિમી શૈલીની એલોપેથી દવાઓનો ફુગાવો અને તે દવાઓની આડઅસર માંથી બહાર આવીને સારવારની પરંપરાગત તબીબી પદ્ધતિઓ અજમાવવા માંગે છે. પરંતુ તેનાથી પશ્ચિમી ફાર્મા ઉદ્યોગના કિલ્લામાં એક ખાડો પડે છે. તેથી વિશ્વ આરોગ્ય સંગઠન પણ તેની ઉપર કાંઈ વધુ કરી રહ્યું નથી.

એલોપેથિક સારવાર પદ્ધતિની તુલના કરવાથી ઘણાં એવા કારણો છે, જે આયુર્વેદનો વિશ્વાસ વધારવામાં મદદગાર સાબિત થતા નથી. જો કે, વર્ષ 2014 માં, જ્યારે કેબિનેટ વિસ્તરણમાં આયુર્વેદને સુરક્ષા પૂરી પાડવા વાળા આયુષ વિભાગને પહેલી વખત મંત્રાલય કક્ષામાં સ્થાન આપવામાં આવ્યું, ત્યારે આશા જાગી કે હવે આયુર્વેદના વિસ્તરણમાં આવી રહેલા અવરોધો દૂર કરી દેવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.