શું કપિલના શો ને ટક્કર આપશે ‘ધ મુકેશ ખન્ના શો’, શો માં દેખાયા મહાભારતના આ અભિનેતા

0
209

કપિલ શર્મા શોમાં નહિ ગયા તો શરુ કર્યું ‘ધ મુકેશ ખન્ના શો’, સંભળાવી નીતીશ ભારદ્વાજ પાસેથી પીઠને માલીસ કરાવવાનો કિસ્સો. કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્માએ થોડા સમય પહેલા મહાભારતની ટીમને પોતાના શો પર બોલાવ્યું હતી, જેમાં મુકેશ ખન્ના નહોતા. ફેન્સે તે સમયે મુકેશ ખન્નાને ખુબ યાદ કર્યા હતા. મુકેશ ખન્નાએ કપિલના આ શોમાં આવવાની સાફ ના પાડી દીધી હતી. ‘ધ કપિલ શર્મા શો’ને તેમણે ખરાબ અને અશ્લીલ કહ્યું હતું.

હવે મુકેશ ખન્ના પોતાની ઓડિયન્સ માટે ‘ધ કપિલ શર્મા શો’ ની જેમ જ ‘ધ મુકેશ ખન્ના શો’ લઈને આવ્યા છે. મુકેશ ખન્ના જણાવે છે કે તેમણે જાણી જોઈએ પોતાનો શો નો આ નામ રાખ્યું છે. તેના પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું. આ શો માં એક્ટર પોતાના અનુભવોની સાથે ‘મહાભારત’ની મેકિંગ અને શૂટિંગના કિસ્સાઓનો ઉલ્લખે કરે છે. એટલું જ નહિ તે પોતાના સહકલાકારોને બોલાવીને તેમના જોડે પણ તેમનો અનુભવ પૂછે છે. શો માં મહાભારતના દિગ્ગ્જ એક્ટર પુનિત ઈસ્સર પણ દેખાયા.

એક એપિસોડમાં મુકેશ ખન્નાએ નીતીશ ભારદ્વાજ પાસેથી પીઠની માલીસનો કિસ્સો પણ જણાવ્યું. મુકેશ ખન્ના જણાવે છે કે કેવી રીતે તેમણે એક વખત લંડનની ઠંડીમાં એક્ટ કરવાની હતી અને તેમને ખુબ ઠંડી લાગે રહી હતી ત્યારે તેમણે નીતીશ ભારદ્વાજનો આશરો લીધો હતો.

એક્ટર મુકેશ ખન્નાએ પોતાના શો ના ટાઇટલને લઈને જણાવ્યું કે : મેં એ જાણી જાઈને ધ મુકેશ ખન્ના શો નામ રાખ્યું. કારણ કે તમે મને યાદ કરાવ્યું જયારે બીજા કોઈના શો માં. જ્યાં હું જઈ શક્યો નહીં અને મેં પણ તે આખો શો જોયા. હું જાણતો હતો કે તેમાં એટલી ગંદકી હોય છે પણ ચકિત કરી દેનાર વાત એ હતી કે તેમાં બધું સારું હતું. પરંતુ લોકોંનીઓ ફરિયાદ હતી કે અમે તમને ખુબ યાદ કર્યા. એટલા માટે આ શો શરુ કર્યો.

તેમણે આગળ જાણવું કે, ત્યાં લોકોએ કર્યું શું, તે જ લોકોએ પોતાના સંસ્મરણ સંભળાવ્યા. પોત-પોતાની કહાનીઓ સંભળાવી. મારી પાસે ઘણી બધી કહાનીઓ છે, જેટલી મોટી મહાભારત છે, અમારા બધાની તેટલી જ કહાનીઓ છે. બે વર્ષની તે શૂટિંગમાં એટલી કહાનીઓ છે કે તેના પર આખી મહાભારત લખી શકાય છે. હું નહીં આવી શક્યો તો લોકોને સારું ન લાગ્યું તો મેં પોતાની ચેનલ પર જ આ શરુ કરું છું.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.