શું છે આ ટુ ફિંગર ટેસ્ટ, ક્લિક કરીને જાણો ટુ ફિંગર ટેસ્ટનો મતલબ.

0
7013

મિત્રો શું તમે જાણો છો, ટુ ફિંગર ટેસ્ટનો અર્થ શું થાય છે? એટલે છોકરીનો ફરી વખત બળાત્કાર કરવો, આ ટેસ્ટનું ભયાનક સત્ય જાણીને હચમચી જશે તમારું દિલ

દુનિયામાં કોઈ પણ છોકરી માટે સૌથી વધુ ભયાનક પળ તે હોય છે, જયારે તે બળાત્કારનો ભોગ બને છે. જયારે પણ કોઈ છોકરીનો બળાત્કાર થાય છે, ત્યારે તેની માનસિક સ્થિતિ શું હોય છે? અને તે કેવી મુશ્કેલી માંથી પસાર થઇ રહી હોય છે? તેના વિષે આપણે વિચારી પણ નથી શકતા. કારણ કે આ ઘટના જેની સાથે થાય છે, તેનો ખરાબ અનુભવ તેને જ હોય છે.

અને તમે બધા એ વાત માનતા હશો કે, કોઈ પણ છોકરીના જીવનમાં તેનો બળાત્કાર થવો એ જ તેના જીવનની સૌથી ખરાબ પળ હોય છે. તો તમે ખોટું વિચારી રહ્યા છો, આ પોસ્ટ વાંચ્યા પછી તમે પોતે જ સમજી જશો કે, અમે આવું કેમ કહી રહ્યા છીએ? અને એક છોકરી સાથે કેટલી હદે અને શું શું ખોટું થઇ શકે છે?

મિત્રો, એક ચૌદ વર્ષની છોકરી હતી, જેનો બે દિવસ પહેલા જ થોડા હરામખોરોએ મળીને બળાત્કાર કર્યો હતો. તેવામાં તે ખરાબ રીતે તકલીફથી તરફડી રહી હતી. તે ઉપરાંત જયારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, તો તે હોસ્પિટલની સફેદ ચાદર ઉપર સુતા સુતા એ સમયની રાહ જોઈ રહી હતી કે, ક્યારે તેનો ઈલાજ પૂરો થશે અને ક્યારે તે ફરીથી પહેલા જેવું જીવન જીવી શકશે.

જો કે આવી ઘટના પછી કોઈપણ છોકરી માટે સામાન્ય જીવન જીવવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. હાલમાં તે પથારી ઉપર સુતા સુતા એ બધી વાતો વિષે વિચારી રહી હતી કે, એક નર્સ તેની પાસે આવી. જેવી તે નર્સ તેની પાસે આવે છે, તેવી જ તે તેની ઉપર પડેલી સફેદ ચાદર દુર કરી દે છે.

એ સમયે તે માસુમ છોકરી જ્યાં સુધી કાંઈક સમજી શકે એટલે કે એ સ્થિતિને સમજી શકે, ત્યાં સુધી તો નર્સે તેની સલવાર નીચે કરી દીધી અને તેનો કુરતો પણ નાભી ઉપર કરી દીધો. મિત્રો, આ બધું સાંભળવામાં તમને ઘણું વિચિત્ર લાગી રહ્યું હશે, પણ આ સત્ય છે. અને આ એક છોકરીના જીવનનું ભયાનક સત્ય છે. જેના વિષે આજે અમે તમને જણાવીશું.

તમારી જેમ જ એ પીડિત છોકરીને હજુ પણ સમજમાં આવી રહ્યું ન હતું કે, નર્સ આ બધું કેમ કરી રહી હતી. ત્યાર બાદ બે પુરુષ ડોક્ટર ત્યાં આવે છે, અને મોજા પહેરી લે છે. તમને જાણીને નવાઈ થશે કે છોકરી કાંઈ જ સમજી શકે, તે પહેલા જ ડોકટરે પોતાનો હાથ છોકરીની જાંઘ ઉપર ફેરવવાનો શરુ કરી દીધો.

અને માત્ર એટલું જ નહિ, ત્યાર પછી તે ડોક્ટર પોતાની બે આંગળીઓ એક કરીને છોકરીની યૌનીમા નાખી દે છે. હવે ચોખ્ખી વાત છે કે, આટલું ટોર્ચર સહન કર્યા પછી જયારે કોઈ છોકરી સાથે ફરી વખત એવું કરવામાં આવે, તો તે અંદરથી એકદમ તૂટી જ જશે. અને આ છોકરી સાથે પણ કાંઈક એવું જ થયું.

જણાવી દઈએ કે, ડોકટરના આ ઈલાજ પછી તે છોકરી એકદમ મૂંગી થઇ ગઈ હતી. તેવામાં તે છોકરીને એ સમજવામાં નહોતું આવી રહ્યું હતું કે, તેનો ફરી વખત બળાત્કાર શા માટે કરવામાં આવી રહ્યો છે. આમ તો ત્યાર બાદ ડોક્ટરનું કામ પુરુ થઇ ગયું હતું. છોકરીના શરીર માંથી આંગળીઓ કાઢ્યા પછી તે તેને કાચની એક સ્લાઈડ ઉપર લગાવે છે અને પછી તે મોજાને ઉતારીને ફેંકી દે છે.

મિત્રો, તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, હકીકતમાં ડોક્ટર એક છોકરીની યૌનીમાં આંગળી નાખીને તેના અંગત અંગોના લચીલાપણાની તપાસ કરે છે. આમ તો આ બધું સાંભળવામાં ઘણું ખરાબ લાગે છે, પણ એ સત્ય છે. આ ઈલાજ દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે, મહિલા પોતાની સેક્સ લાઈફમાં કેટલી સક્રિય છે. આમ તો કાયદાએ આ નિયમને વર્ષ ૨૦૦૩ માં જ ગેરકાયદેસર ગણાવીને દુર કરી દીધો હતો. અને આ અમાનવીયતાને દુર કરવા માટે હવે દેશના લોકો પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે.

આ બાબતે છવ્વીસ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં એ નારા લગાવવામાં આવ્યા હતા, કે ટુ ફિંગર ટેસ્ટને દુર કરો. પણ તેના પરિણામ આજ સુધી સામે નથી આવ્યા. તે ખરેખર વિચારવા જેવી વાત છે કે, જયારે પોતે કાયદો અને વકીલોએ આ ઈલાજને નકામો જણાવેલ છે. તો આવી રીતે કોઈ છોકરીને ફરી વખત અપમાનિત કરવું ક્યાંનું સત્ય છે?

અમે એવી આશા રાખીએ છીએ કે તમે વધુમાં વધુ આ પોસ્ટને શેર કરો, જેથી જો કોઈ મહિલા સાથે આવો અન્યાય થઇ રહ્યો છે, તો તે ખુલ્લા મનથી તેનો વિરોધ કરી શકે.