શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ઘણો જ પવિત્ર માનવામાં આવે છે, જેવો શ્રાવણ મહિનાની શરુઆત થાય છે. તમામ સ્થળો ઉપર ભોળેનાથનો જય જયકાર ગુંજવા લાગે છે, શ્રાવણના મહિનામાં શિવ ભક્ત ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે મંદિરોની અંદર મોટી સંખ્યામાં પહોચે છે અને તેનો જલાભિષેક કરે છે.
એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જો ભોળેનાથની આરાધના કરવામાં આવે તો તેનાથી ભગવાન ઘણા જ જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી પૂજાનું ફળ તરત મળે છે. ઘણા બધા લોકો એવા છે જે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, જે ભક્ત પોતાના સાચા મનથી ભોળેનાથની પૂજા અર્ચના કરે છે, તેમનો અવાજ શિવજી જરૂર સાંભળે છે અને તેમની મનની ઈચ્છા પૂરી થઇ જાય છે.
ઘણા લોકોને એ વાતની જાણકારી હશે કે શ્રાવણ મહિનામાં નવપરણિત દીકરીઓ પોતાના પિયરમાં પહેલા શ્રાવણ માસનો તહેવાર મનાવવા માટે આવે છે, જો તમારી નવપરણિત દીકરી પણ શ્રાવણ મહિનામાં તહેવાર મનાવવા આવી રહી છે, તો તમે તેની પાસે થોડા ઉપાય કરાવી લો, જો તમે શ્રાવણ મહિનામાં આ ઉપાય કરાવો છો. તો તેનાથી જીવનભર માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર જળવાયેલી રહેશે અને તમને ધનની ખામી નહિ રહે. તમારો હંમેશા ધનનો ભંડાર ભરેલો રહેશે.
ઘરની દીકરી લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે અને તે તમારું નસીબ બદલી શકે છે, દીકરીના નસીબથી જ કોઈપણનું ઘર સૌભાગ્યશાળી બને છે, જો દીકરીના લગ્ન થયા પછી માતા પિતાના ઘરની સ્થિતિ ખરાબ રહેવા લાગે તો તે સ્થિતિમાં જયારે તમારી દીકરી તેના પિયરે શ્રાવણ મહિનામાં પહેલી વખત આવે તો તમે તેના હાથે આ ઉપાય કરાવી લેજો, તેનાથી તમારા ઘરની તકલીફો દુર થઇ જશે અને કુટુંબમાં આનંદ છવાયેલો રહેશે.
શ્રાવણ મહિનામાં નવપરણિત દીકરી પાસે કરાવી લો આ ઉપાય
જો શ્રાવણ મહિનામાં તમારી નવપરણિત દીકરી તમારા ઘરે આવે છે, તો શ્રાવણ મહિનાના બુધવારના દિવસે દીકરીના હાથે એક સોપારી લઈને સોપારીમાં રક્ષા સૂત્ર બાંધીને પીળા કપડામાં લપેટીને ઘરના કોઈ ખૂણા કે મંદિરના લટકાવી દો, આ ઉપાય કરવાથી તમારા તમામ દેવા દુર થઇ જાય છે અને ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે.
જો તમારી દીકરી શ્રાવણ મહિનામાં પિયર આવે છે, તો દીકરીના હાથે એક તુલસીનો છોડ ઘરના આંગણામાં ઉગાડી લો અને જ્યાં સુધી દીકરી રહે છે. ત્યાં સુધી દરરોજ સાંજના સમયે તુલસીની નીચે દીવડો તેની પાસે પ્રગટાવો, આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી આવે છે.
તમારી દીકરી જો શ્રાવણ મહિનામાં ઘરે આવે છે, તો શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારે સવારના સમયમાં પોતાની દીકરીને સંપૂર્ણ શણગાર સજીને એક આસન ઉપર બેસાડી દો અને માતા પિતા પોતાની દીકરી સમક્ષ એક ગુલાબી કપડામાં થોડા એવા અક્ષત અને એક ચાંદીનો સિક્કો લઈને બેસી જાવ, ત્યાર પછી તમે ગુલાબી કપડામાં તે અક્ષત અને સિક્કાને દીકરીના હાથેથી બંધાવી લો અને તેને તમે તમારી તિજોરી કે પછી ધન રાખવાની જગ્યા ઉપર મુકવી દો.
ત્યાર પછી માતા પિતા દીકરીના ચરણ સ્પર્શ કરીને માતા લક્ષ્મીજી પાસે પોતાના જીવનની સમસ્યાઓનું સમાધાન કરવાની પ્રાર્થના કરો, આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓ દુર થઇ જશે. તમે શ્રાવણ મહિનામાં કોઈપણ મંગળવારના દીવસે પોતાની દીકરીના હાથે ગોળ લઈને તે દિવસે તે ગોળને માટીના વાસણમાં મૂકીને ઘરના આંગણામાં કોઈ એકાંત માટીમાં દબાવી દો, તેનાથી મકાન અને સંપત્તિ સાથે સંબંધિત મનકામનાઓ પૂરી થાય છે.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.