શ્રાવણ મહિનામાં આ રંગના કપડાં પહેરીને કરો ભોલેનાથની પૂજા, તમારી દરેક મનોકામનાઓ થશે પુરી.

0
732

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ઘણો જ પવિત્ર માનવામાં આવે છે, જેવો શ્રાવણ મહિનાની શરુઆત થાય છે, તમામ સ્થળો ઉપર ભોળેનાથનો જય જયકાર ગુંજવા લાગે છે, શ્રાવણના મહિનામાં શિવ ભક્ત ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે મંદિરોની અંદર મોટી સંખ્યામાં પહોચે છે અને તેનો જલાભિષેક કરે છે.

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જો ભોળેનાથની આરાધના કરવામાં આવે તો તેનાથી ભગવાન ઘણા જ જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી પૂજાનું ફળ તરત મળે છે. ઘણા બધા લોકો એવા છે. જે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, જે ભક્ત પોતાના સાચા મનથી ભોળેનાથની પૂજા અર્ચના કરે છે. તેમનો અવાજ શિવજી જરૂર સાંભળે છે અને તેમની મનની ઈચ્છા પૂરી થઇ જાય છે.

જો તમે પણ શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખો છો, તો તમારે થોડી વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે, શ્રાવણ મહિનામાં ભારે વરસાદ થતો રહે છે અને આ ઋતુમાં ઝાડ છોડમાં હરિયાળી આવી જાય છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાવણના પવિત્ર મહિનામાં લીલા રંગનું ઘણું મહત્વ માનવામાં આવે છે, જો આ મહિનામાં લીલા રંગના કપડા પહેરવામાં આવે તો તેનાથી તમારું નસીબ બદલાઈ શકે છે અને તમારું નસીબ ચમકી શકે છે.

શ્રાવણ મહિનામાં આ રંગના કપડા પહેરીને કરો ભોળેનાથની પૂજા

જો તમે તમારી મનની ઈચ્છા પૂરી કરવા માગો છો, તો શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડા પહેરીને ભોળેનાથની પૂજા કરો, તેનાથી ભોળેનાથ તરત પસન્ન થાય છે, ભગવાન શિવજીને પ્રકૃતિ ખુબ ગમે છે, એવી સ્થિતિમાં જો શિવ ભક્ત પોતાનામાં કુદરતને અનુરૂપ ઢાળી લે છે. તો તેની ઉપર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ રહે છે અને ભગવાન શિવજી પોતાના ભક્તોથી ખુશ થઈને તેની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે.

જે મહિલાઓ પરણિત છે અને શ્રાવણના પવિત્ર મહિનામાં લીલી બંગડીઓ પહેરે છે તો તેની ઉપર ભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે, એટલા માટે પરણિત મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડા પહેરવા જોઈએ, તેનાથી તમારા સુહાગનું રક્ષણ થાય છે અને ભગવાન તમને સુહાગના રક્ષણના આશીર્વાદ આપે છે, તે ઉપરાંત જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ લીલા રંગના વસ્ત્રો ધારણ કરવાથી આરોગ્ય પણ સારું રહે છે.

શ્રાવણ મહિનામાં શિવ પૂજામાં ન કરો આવું

શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડા પહેરીને ભગવાન શિવજીની પૂજા કરવું શુભ માનવામાં આવે છે પરંતુ તમે શ્રાવણના પવિત્ર મહિનામાં કાળા રંગના કપડા પહેરીને ભગવાન શિવજીની પૂજા ભૂલથી પણ ન કરશો કેમ કે તેનાથી તમને આશુભ ફળ પ્રાપ્ત થાય છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાળો રંગ ભગવાન ભોળેનાથ જરાપણ પસંદ નથી કરતા.

એવી સ્થિતિમાં જો તમે કાળા રંગના કપડા પહેરીને શિવજીની પૂજા કરો છો, તો તેનાથી તે નારાજ થઇ શકે છે, જેને કારણે તમારે તેમની કૃપાને બદલે ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે, એટલા છેલ્લે તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે આવા પ્રકારની ભૂલ ન કરશો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.