શ્રાવણમાં ક્રોધથી બચો, પતિ-પત્ની ઘરમાં કજીયા કરશો નહિ, શાંત મનથી કરો પૂજા. ક્લિક કરી જાણો વિશેષ

0
745

ગુરુવાર, ૧ ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થાય છે. એ દિવસોમાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તે અંગે માન્યતા છે કે જે લોકો શ્રાવણ મહિનામાં શિવ પૂજન કરે છે, તેમના પુણ્યમાં વધારો થાય છે. ઉજ્જેનના જ્યોતીષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ શાસ્ત્રોમાં થોડા એવા કામ જણાવ્યા છે. જે આપણે ન કરવા જોઈએ. જે લોકો ન કરવા વાળા કામ કરે છે, તેમના દ્વારા કરવામાં આવેલા પૂજા પાઠ નિષ્ફળ જાય છે. જાણો થોડા એવા કામ જે શ્રાવણ મહિનામાં ન કરવા જોઈએ.

આ લોકોનું અપમાન ન કરો :-

ધ્યાન રાખશો કે ક્યારે પણ વડીલ વ્યક્તિ, ગુરુ, ભાઈ, બહેન, જીવન સાથી, માતા પિતા, મિત્ર અને જ્ઞાની લોકોનું અપમાન ન કરો. આ બધા લોકો દરેક સ્થિતિમાં સન્માનને પાત્ર છે, હંમેશા તેમનું સન્માન કરો.

ખરાબ વિચારોથી દુર રહો :-

જો તમે ઈચ્છો છો કે તમારી પૂજા સફળ થાય તો કોઈ પણ પ્રકારના ખરાબ વિચારથી દુર રહેવું જોઈએ, ખરાબ વિચાર જેવા કે બીજાને નુકશાન પહોચાડવા માટે આયોજન કરવું, અધાર્મિક કામ કરવા માટે વિચારવું, સ્ત્રીઓ માટે ખરાબ વિચારવું વગેરે. એવા વિચારોને કારણે જ પૂજામાં મન લાગી શકશે નહિ. મન વિકારની વાતોમાં જ ગૂંચવાઈ રહેશે અને પૂજા નિષ્ફળ જશે.

ગુસ્સો ન કરો :-

ગુસ્સાથી મનની એકાગ્રતા અને સમજવા વિચારવાની શક્તિ નાશ પામે છે. તે આવેશમાં લેવામાં આવેલા નિર્ણય પણ મોટાભાગે નુકશાનકારક જ હોય છે, તે એક ખરાબ ટેવ છે અને તેનાથી દુર રહેવું જોઈએ. પૂજા પાઠ કરતી વખતે પોતાને શાંત રાખવા ઘણું જરૂરો છે, ગુસ્સાથી મન શાંત થઇ જાય છે અને તેવામાં પૂજા નથી કરી શકાતી.

પતિ પત્ની ઘરમાં ઝગડા ન કરે. :-

મોટાભાગે કુટુંબમાં પતિ પત્ની વચ્ચે બોલા ચાલી, નાના નાના ઝગડા હંમેશા થતા રહે છે. તે સામાન્ય વાત છે. પરંતુ જયારે નાની નાની વાતો વધી જાય છે. તો આખું ઘર અશાંત થઇ જાય છે. શ્રાવણ મહિનામાં તે વાત ઉપર વિશેષ ધ્યાન આપો કે ઘરમાં ઝગડા ન કરો. જે ઘરોમાં ઝગડા થાય છે, અશાંતિ રહે છે, ત્યાં દેવી દેવતા નિવાસ નથી કરતા. ઘરમાં પ્રેમ જાળવી રાખો અને એક બીજાની ભૂલોને ભૂલીને આગળ વધો. ઘરમાં શાંતિ રહેશે તો જીવન પણ સુખદ બની રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. પ્રફુલ્લિત મનથી પૂજા કરશો તો મનોકામના પણ જલ્દી પૂરી થઇ શકે છે.

સવારે મોડે સુધી ન સુવું જોઈએ :-

પૂજા માટે સવારનો સમય સૌથી સારો રહે છે. એટલા માટે સવારે પથારી જલ્દી છોડી દેવી જોઈએ. વહેલા ઉઠો અને સ્નાન વગેરે કાર્યો પુરા કર્યા પછી શિવજીની પૂજા કરો, જો મોડે સુધી સુતા રહેશો તો તેનાથી આળસ વધશે. સવારે જલ્દી ઉઠવાથી વાતાવરણથી આરોગ્ય લાભ પણ મળે છે. સવારના સમયે મન શાંત રહે છે અને તેને કારણે પૂજા પૂરી એકાગ્રતાથી થઇ શકે છે. એકાગ્રતાથી કરવામાં આવેલી પૂજા ખુબ જલ્દી શુભ ફળ આપે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.