શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગ પૂજા કરવા પર મળશે કષ્ટોથી છુટકારો

0
1491

હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું ઘણું વિશેષ મહત્વ હોય છે. અને આ મહિનામાં હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ મહિનાની ઉજવણી કરતા હોય છે.

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો ગણવામાં આવે છે. એટલા માટે આ દિવસોમાં પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજાનું વિશેષ પુણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દેશાવવામાં આવ્યું છે. કલયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે. અને માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.

પાર્થિવ પૂજાનું મહત્વ :-

પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનું જોખમ દુર થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે પછી સ્ત્રી. એ બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે, તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દુર કરીને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે.

કેવી રીતે કરવી પાર્થિવ પૂજા :-

પૂજા કરતા પહેલા પાર્થિવ લિંગ બનાવવી જોઈએ. તેના માટે માટી, ગાયનું છાણ, ગોળ, માખણ અને રાખ ભેળવીને શિવલિંગ બનાવો. શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખો કે આ ૧૨ આંગળીથી ઉંચો ન હોય. તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર પ્રસાદ ચડાવવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે પ્રસાદ શિવલિંગને સ્પર્શ કરી જાય તો તે ગ્રહણ ન કરવો.

નદી કે તળાવની માટીમાંથી બનાવો :-

પાર્થિવ પૂજા કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવો. તે બનાવવા માટે કોઈ પવિત્ર નદી કે તળાવની માટી લો. પછી આ માટીને પુષ્પ ચંદન વગેરેથી સુગંધિત કરો. માટીમાં દૂધ ભેળવીને પવિત્ર કરો. પછી શિવ મંત્ર બોલતા આ માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રક્રિયા શરુ કરો. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને શિવલિંગ બનાવવી જોઈએ.

પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પહેલા આ દેવોની પૂજા કરો :-

શિવલિંગ બનાવ્યા પછી ગણેશજી, વિષ્ણુ ભગવાન, નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહ્વાન કરવું જોઈએ. પછી વિધિસર રીતે ષોડશોપચાર કરવો જોઈએ. પાર્થિવ બનાવ્યા પછી તેણે પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો. પાર્થિવ શિવલિંગ તમામ મનોકામનાઓ પૂરી કરે છે. સહકુટુંબ પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજા કરવાથી પરિવાર સુખી રહે છે.

રોગથી પીડિત લોકો કરો મહામૃત્યુંજય મંત્રનાં જાપ :-

પાર્થિવ સમક્ષ તમામ શિવ મંત્રોના જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરી શકે છે. દુર્ગાસપ્તશતીના મંત્રોના જાપ પણ કરી શકાય છે. પાર્થિવની વિધિસર પૂજા કર્યા પછી તેણે શ્રીરામ કથા પણ સંભળાવી પ્રસન્ન કરી શકાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.