જામ જોધપુરના લાખાભાઇ ગઢવી સળંગ ૧૮વર્ષથી જ્યોત લેવા પગપાળા સોનલધામ મઢડા જાય છે.
જ્યાં શ્રદ્ધા છે ત્યાં સર્વસ્વ અર્પણ છે. જયાં શ્રદ્ધા છે ત્યાં સુધી પહોંચવા તેમજ તે નિયમ જાળવવા જગતનો કોઇ વિઘ્ન વચ્ચે આવી શકતો નથી તેનો પુરાવો આપી રહ્યા છે, લાખાભાઇ ગઢવી. જામ જોધપુરના લાખાભાઇ ગઢવી જે છકડો રીક્ષા ચલાવતા સામાન્ય માણસ છે પણ તેમનો શ્રદ્ધાનો દિવડો જોંતા તેઓ સામાન્ય નહીં પણ વ્યકિત વિશેષ જણાઇ રહ્યા છે.
તેઓ દર વર્ષે સોનલ બીજ પર પોતાનો કામ ધંધો બંધ રાખીને જામજોધપુરથી સોનલ ધામ મઢડા ખાતે માતાજીની જ્યોત લેવા પગપાળા જાય છે. આ વર્ષે પણ પોતાના નિયમ અનુસાર તેઓ સોનલ ધામ મઢડા ખાતે જ્યોત લેવા પગપાળા નીકળી ગયા છે.
તેઓ સોનલધામથી સોનબાઇ માંની જ્યોત લઇને પરત જામજોધપુર પહોંચતાં પહેલા આગલી રાત્રે નજીકમાં આવેલા નાગબાઇમાના મંદિર, પાટણ રોકાસે અને બીજના દિવસે વહેલા જામ જોધપુર પહોંચી સોનબાઇ માનાં મંદિરમાં તેઓ જ્યોત પધરાવશે.
જેના હ્રદયમા લાખાભાઇ જેવી શ્રદ્ધા હોય તેના પર માતાજીની કૃર્પા અને આશિષ ચોક્કસ ઉતરે છે. ધન્ય હો લાખાભાઇ, ધન્ય હો ચારણ…
– દશરથદાન ગઢવી. (તસ્વીર/માહિતી – રાજુભાઇ શાખરા)