મહિલાને હરણ પ્રત્યે પ્રેમ દેખાડવો મોંઘો પડ્યો, ભરવો પડશે આટલા હજારનો દંડ

0
221

શું કોઈ પ્રાણીને ખાવાનું ખવડાવવા પર પણ દંડ લાગી શકે છે? આ પ્રશ્નનો જવાબ છે, હાં, લાગી શકે છે. અમેરિકામાં એક મહિલા સાથે કાંઈક એવું જ થયું છે. તેણે ભૂખથી બેહાલ ત્રણ હરણોને પોતાના ઘરના લિવિંગ રૂમમાં બોલાવીને ખાવાનું ખવડાવ્યું, પણ આ વાત જયારે વન્ય જીવ અધિકારીઓને ખબર પડી તો આ ગુના માટે તેમના પર 39 હજાર રૂપિયાનો દંડ લગાવી દીધો.

તે મહિલા કોલોરાડોની રહેવા વાળી છે. હકીકતમાં, હરણોનું એક ટોળું ખાવાની શોધમાં તેમના ઘર પાસે આવી ગયું, એ પછી મહિલા હરણોને પોતાના ઘરમાં લઈ ગઈ અને તેમને બ્રેડ અને ફળ ખાવા માટે આપ્યા. આ દરમિયાન મહિલાએ પોતાના હાથોથી હરણને બ્રેડ ખવડાવ્યા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ”જંગલી પ્રાણીઓને ખવડાવવું માણસ અને પ્રાણી બંને માટે ઘણું ખતરનાક છે અને ગેરકાયદેસર પણ છે, આને અટકાવવાની જરૂર છે. આ પ્રાણીઓ પાલતુ નથી.’ કોલોરાડો પાર્ક્સ એંડ વાઇલ્ડલાઇફે પણ આ ઘટનાને ટ્વીટર પર શેયર કરતા લખ્યું છે કે, અમુક લોકો વિચારે છે કે, હરણને ઘરે બોલાવવા અને તેમને ખવડાવવું સારી વાત છે, પણ એવું નથી, આ ગેરકાયદેસર છે.

વન્ય અધિકારીઓ અનુસાર, જંગલી પ્રાણીઓને પાલતુ બનાવવા કાયદા વિરુદ્ધ છે. જો કે તેમને બ્રેડ અથવા ફળ ખાવાની આદત નથી હોતી, એટલા માટે જો હરણનું ટોળું ઘર પાસે અથવા દરવાજા સુધી આવે છે, તો તેમને ખાવાનું ખવડાવવાની જગ્યાએ એકલા છોડી દો. અધિકારીઓનું કહેવું છે કે, કોલોરાડોમાં મોટાભાગના હરણ સિંહનો શિકાર બને છે, અને જો તે ખોરાકની લાલચમાં માણસના રહેણાંક વિસ્તારની આસપાસ ફરવા લાગે છે, તો ત્યાં સિંહ આવવાની શક્યતા વધી જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરણને ઘરે બોલાવી ખાવાનું ખવડાવવા વાળી મહિલા લોરી ડિક્શને કહ્યું કે, તે વ્યવસાયે એક વેટનરી ટેક્નિશિયન છે અને ઘણા પ્રાણીઓ સાથે સમય પસાર કરે છે. તેમનું કહેવું છે કે, જો કોઈ પ્રાણી તેમની પાસે આવે છે તો તેમને ભગાડવાની જગ્યાએ તેમની મદદ કરે છે, કારણ કે તે જ તેમની ઓળખ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.