આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

0
874

શું તમારે તમારા જુના પ્રેમને ફરીથી અપડેટ કરવો જોઈએ, જાણો આ 5 રીતોથી સરળ રીતે

આ એક સામાન્ય સવાલોમાંથી એક છે કે શું તમે પોતાના/પોતાની એક્સ (Ex) પાર્ટનર પાસે પાછા જવા માંગો છો? તેનો જવાબ કદાચ આપણે બહારથી ‘ના’ માં આપીએ. પણ ઘણીવાર મનમાંને મનમાં એવું થઇ શકે છે કે, મારે પોતાના/પોતાની એક્સ પાર્ટનર પાસે પાછું જવું જોઈએ. તે દરેક વ્યક્તિ, જે પોતાના જુના સંબંધ વિષે વિચારે છે, તેમના મનમાં આ વાત આવી શકે છે. એવું એટલા માટે પણ થઈ શકે છે, કારણ કે તેમના માટે પોતાના એક્સ વિના રહેવું મુશ્કેલ થઈ રહ્યું હોય. પણ શું આ એક સાચી ભાવના છે? તે જાણવામાં અમે તમારી મદદ કરીશું.

ક્યારેક-ક્યારેક તમે પોતાના એક્સ પાર્ટનર પાસે પાછા જવા માટે એક વિચિત્ર ભાવના અનુભવી શકો છો. જેમાં તમે પોતાના એક્સ પાર્ટનરને ખુબ યાદ કરવા લાગો છો, અને તેમના વગર જીવનમાં એકલતા અનુભવી શકો છો. પણ હંમેશા લોકો સાથે આ થોડા સમય માટે થાય છે, જે એક નવો પાર્ટનર મળ્યા પછી અથવા થોડા સમય પછી આપમેળે જ દૂર થઇ જાય છે. એટલા માટે લોકો માટે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે, તે એવું સાચે જ અનુભવી રહ્યા છે કે, પછી એમજ વિચાર આવી રહ્યા છે.

અહીં અમે તમને જણાવીશું કે શું તમે હકીકતમાં પોતાના એક્સ પાર્ટનર પાસે પાછા જવા ઈચ્છો છો? તે જાણવા માટે અહીં થોડી રીતો જણાવી છે જે તમારી મદદ કરી શકે છે.

એક્સ પાર્ટનર સાથે ફરીથી દિલ લગાવવું જોઈએ કે નહિ?

અહીં તમારા મનમાં ઉઠી રહેલા અમુક સવાલ અને રીતો છે, જેનાથી તમને મદદ મળી શકે છે કે, શું તમે હકીકતમાં પોતાના એક્સ પાર્ટનર પાસે પાછા જવા માંગો છો.

1. સમ્માન દરેક સંબંધનો પાયો હોય છે. એટલા માટે જો બ્રેકઅપ પછી પણ એક-બીજાનું અને પોતાના સંબંધનું સમ્માન કરો છો, તો તમે ફરીથી દિલ લગાવવાનું વિચારી શકો છો.

2. હંમેશા સંબંધોના બ્રેકઅપનું કારણ ગેરસમજણ હોય છે. પણ જો તમારા નજીકના મિત્રો અને પરિવાર તમારા બ્રેકઅપ પછી પણ તેને પસંદ કરે છે, તો તમે સંબંધને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. કારણ કે, ઘણીવાર આપણે ફક્ત પોતાની રીતે અને પોઇન્ટના આધારે વિચારીએ છીએ, જેના લીધે આપણે પોતાને સાચા અને બીજાને ખોટા સમજીએ છીએ.

3. કદાચ એક બ્રેકઅપ પછી તમારા સંબંધમાં ખટાસ આવી ગઈ હોય, પણ ફક્ત બહારથી. એવામાં તમે પોતાની જાતને પૂછો કે, શું તમે હકીકતમાં આ સંબંધને ફરીથી ઈચ્છો છો? જો તેનો જવાબ ઘણીવાર પોતાની અંદરથી હા મળે છે, અને તમે પોતાની લાગણીને ખર્ચ કરવા માટે તૈયાર છો, તો તમે સંબંધને પાછો જોડી શકો છો.

4. જો તમે પોતાના સંબંધને લઈને ઘણા સિરિયસ છો, અને તેને લગ્ન સુધી પહોંચાડવા માંગો છો, તો તેના માટે ઘણીવાર વિચારો. એવું થઈ શકે છે કે, તમારું તમારી એક્સ પાર્ટનર સાથે બોન્ડિંગ સારું હોય અથવા તમે તેને ખુબ પ્રેમ કરતા હોય. પણ જો તમે ફક્ત એટલા માટે પાછા જવા ઈચ્છો છો, તો થોડો સમય લો અને સમજદારીથી વિચારો. કારણ કે, એક સંબંધમાં પ્રેમની સાથે જવાબદારીને સમજવી પણ જરૂરી છે. જો તમે ફક્ત ભાવનાઓમાં વહીને પાછા જવાનું વિચારો છો, તો આગળ જઈને તમે ફરીથી દુઃખી થઈ શકો છો.

5. તમે દરેક પાસા વિષે વિચારીને પોતાની જાતને પૂછો કે, શું તમે એકલા ખુશ છો? જો તેનો જવાબ મોટાભાગની વસ્તુઓ વિષે વિચારને હા મળે છે, તો તમને પોતાનો જવાબ મળી ગયો છે કે, તમારે પાછા નથી ફરવાનું. આ જવાબ મળ્યા પછી તમે ફરીથી ક્યારેય પોતાના એક્સ પાર્ટનર પાછા જવાનું ના વિચારો. તમે એકલા ખુશ રહેવા અને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરો.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.