જલ્દી સુધારી લો શોપિંગથી જોડાયેલી આ 5 ખરાબ આદત, નહિતર પડશે ખુબ મોંઘુ

0
85

મહિલા હોય કે પુરુષ શોપિંગ કરવાની આ ખરાબ આદતોને છોડી દો, ફાયદાની જગ્યા પર થાય છે નુકશાન.

પોતાના સ્કુલના દિવસોને યાદ કરો. હંમેશા તમને તમારા મિત્રોની જ વસ્તુ વધુ ગમે છે. કંજ્યુમર સાયકોલોજી કહે છે કે લોકો હંમેશા તે વસ્તુ વધુ પસંદ કરે છે, જે તે ખરીદી નથી શકતા. તે દબાયેલી ઈચ્છાઓ મોટા થઈને ઘણા લોકો ક્રેડીટ કાર્ડ કે ઉધારના પૈસાથી પુરા કરવાનો પ્રયત્ન કરે છે, જે પાછળથી ઘણું મોંઘુ પડી જાય છે. શોપિંગને લઈને આ એકમાત્ર ખરાબ ટેવ નથી. મોટાભાગે મહિલાઓ શોપિંગનું કોઈને કોઈ બહાનું શોધી લે છે અને ઘણી બિનજરૂરો વસ્તુ ઘરે લઇ આવે છે. તેનાથી તેની આર્થિક સ્થિતિ ઉપર પણ ખરાબ અસર પડે છે. અમે અહિયાં તમને એવી જ શોપિંગની પાંચ ખરાબ ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

વસ્તુ એટલા માટે ખરીદવી કે સેલ ઉપર સસ્તી મળી રહી છે :

ઘણી વખત મહિલાઓ એટલા માટે વસ્તુ ખરીદી લે છે કેમ કે સેલમાં તે સસ્તી મળતી હતી. પછી ભલે તેને તે વસ્તુની જરૂરિયાત હોય કે ન હોય. સામાન્ય રીતે કપડા અને પગરખાની ખરીદીમાં એ વાત સાચી સાબિત થાય છે. માત્ર એટલા માટે વસ્તુ ખરીદવી કેમ કે તે સસ્તી છે, એ ટેવ તમને આર્થિક રીતે ઘણું નુકશાન પહોચાડી શકે છે. એટલા માટે સ્ટોર ઉપર જવું કે ઓનલાઈન શોપિંગ પહેલા એ વસ્તુની યાદી બનાવી લો જેની તમારે જરૂર છે. એવી વસ્તુ ન ખરીદો જેનો તમે ઉપયોગ પણ ન કરો.

ક્રેડીટ કાર્ડથી કે ઉધાર શોપિંગ કરવું :

એક જૂની કહેવત છે, ઉધાર લઈને ઘી ન પીવું જોઈએ. એ વાત શોપિંગની બાબતમાં પણ લાગુ પડે છે. ઘણી વખત આપણા શોખ પુરા કરવા માટે મહિલાઓ ક્રેડીટ કાર્ડથી કે ઉધાર લઈને ખરીદી કરવા લાગે છે. ક્રેડીટ કાર્ડનું વધુ વ્યાજ તમારી આર્થીક સ્થિતિને બગડી શકે છે. ઉધારનું નુકશાન એ છે કે તમે તમારી આવનારી કમાણી તેને જ ચુકવવામાં લગાવી દેશો. લકઝરી શોપિંગ માટે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ.

વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે વધુ ખરીદી કરવી :

તમે કોઈ સ્ટોર ઉપર જાવ છો. ત્યાં ઓફર ચાલી રહી છે બે ની ખરીદી ઉપર એક મફત કે પાંચ હજારની ખરીદી ઉપર 500 રૂપિયાની છૂટ. તમને લાગે છે કે તે યોગ્ય સોદો છે. તેના માટે તમે કાંઈક બિનજરૂરી વસ્તુ પણ ખરીદી લો છો જેથી તમે એ ડિસ્કાઉન્ટમાં આવી જાવ. પરંતુ તમારી આ ખરાબ ટેવ તમારા માટે મોંઘી પડી શકે છે. તેના બે નુકશાન છે. તમે કોઈ એવી વસ્તુ ઘરમાં લાવશો જેનો કદાચ ઉપયોગ પણ ન કરો અને તમારે પછતાવું પડે. તેમ જ તમે તમારી જરૂરિયાતથી વધુ પૈસા ખર્ચ કરી દેશો. ડિસ્કાઉન્ટની આ જાળમાં ફસાવાથી ઉત્તમ છે તમે તે વસ્તુને ખરીદો જેની તમારે જરૂર છે.

લાગણીમાં આવીને શોપિંગ કરવું :

ઘણી વખત તમે વધુ ખુશ હો છો તો પોતાને ટ્રીટ આપવા માટે શોપિંગ કરો છો. કોઈ વાતથી દુઃખી થયા તો મુડ સારો કરવા માટે સોપિંગ કરો છો. ચિંતા કે તનાવમાં હો છો તો ધ્યાન હટાવવા માટે શોપિંગ કરો છો. લાગણીમાં આવીને શોપિંગ કરવાની ટેવ તમને આર્થિક રીતે બરબાદ કરી શકે છે.

અમે એવું નથી કહી રહ્યા કે તમારે તમારા મુડ માટે શોપિંગ ન કરવું જોઈએ. પરંતુ તેની સાચી રીત છે કે તમે તમારા મહિનાના બજેટમાં એક નિશ્ચિત રકમ આ પ્રકારના શોપિંગ માટે બચાવીને રાખો. આ રીતે તમે વધુ ખર્ચ કરવાથી બચી જશો અને પાછળથી તમારે પછતાવું નહિ પડે.

ઓનલાઈન શોપિંગ ડીલ્સ જોઇને જ વસ્તુ ખરીદી લેવી :

ઓનલાઈન ખરીદીમાં પૈસા ખર્ચ કરવા ખુબ સરળ છે. પરંતુ તેને કમાવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સોશિયલ મીડિયા કે ન્યુઝલેટરમાં તમને કોઈ સારી ડીલ જોવા મળે છે. લખ્યું હોય છે આ છૂટ બસ થોડા જ કલાકો માટે છે. તમે બે ક્લિકમાં ઓર્ડર કરી દો છો. જયારે તમે કોઈ વસ્તુ ખરીદવા માટે જાવ ત્યાં કોઈ સારી ઓનલાઈન ડીલ મળી જાય તો તે તમારા માટે ફાયદાકારક છે. પરંતુ થોડી વાર પહેલા જે વસ્તુ વિષે તમે વિચારી પણ રહ્યા ન હતા અને ક્યાંક જોયા પછી તમે તેને ખરીદી લીધી. શોપિંગની આ ખરાબ ટેવ તમને આર્થિક રીતે મોંઘી પડી શકે છે.