નાગણની બીકથી દુકાનદારે તોડી નાખ્યું દુકાનનું ભોયતળિયું, વાચો શું છે બાબત

0
1109

આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવ જંતુ રહે છે, અને દરેકનું આ પૃથ્વી ઉપર પોતાનું આગવું મહત્વ પણ છે. જો વાત કરીએ જીવ જંતુની તો દરેક જીવજંતુ આ પૃથ્વીની જાળવણીમાં પોતાનો પુરતો સહકાર પૂરો પાડે છે. જેમ કે સામાન્ય રીતે જોવામાં આવે તો, આ પૃથ્વીના પર્યાવરણનો મુખ્ય આધાર આ જીવ જંતુ જ છે. જો આ જીવ જંતુ પૃથ્વી ઉપર ન હોય તો પૃથ્વી ઉપર જીવવું જ અશક્ય બની શકે છે.

સામાન્ય એવો એક દાખલો લઈએ કે, આ પૃથ્વી ઉપર કેટલાય પ્રકારના ઝેરી જીવ જંતુ રહેતા હોય છે, અને જો તે બધા જ જીવતા રહે તો આપણું જીવવાનું મુશ્કેલ બની જાય છે, અને જો બધા મરી જાય તો પણ મુશ્કેલી ઉભી થાય છે.

સાંપની વાત કરવામાં આવે તો તે આ પર્યાવરણને શુદ્ધ રાખવા માટે અનેક ઝેરી જીવ જંતુને ખાતા હોય છે. તેવી રીતે દરેક જીવ જંતુ પોતાનું પોષણ કરવા માટે અન્ય જીવો ઉપર આધારિત રહેતા હોય છે, અને તે પૃથ્વીનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન આપતા રહે છે.

મિત્રો, કોઈ ઘર અને દુકાનનું રીપેરીંગ કરવા માટે એનું ભોંયતળિયું તોડતા તો તમે જોયું કે સાંભળ્યું હશે. પરંતુ કોઈ સાંપ કે નાગણ નીકળવાના ડરથી દુકાનનું ભોંયતળિયું તોડી નાખે એવું ઓછું જ સાંભળવા મળ્યું હશે. થોડા દિવસ પહેલા વન વિભાગની રેસ્ક્યુ ટીમે વણઝારા વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાનમાંથી ૧૩ સાપ પકડીને આશારોડીના જંગલમાં છોડી દીધા હતા.

ત્યારથી દુકાનવાળા અને આજુબાજુના લોકોમાં ભય ફેલાયેલો છે. ભયના માર્યા દુકાનદારે આખી દુકાનનું ભોયતળિયું તોડાવી નાખ્યું છે. સુમિત અને આજુબાજુના લોકોનું કહેવું છે કે ક્યાંક એવું ન બને કે કોબ્રા અને નાગણ બહાર ગયા હોય અને બચ્ચાની શોધમાં ત્યાં આવી પહોચે.

સુમિતનું કહેવું છે કે નાગણ એક વખતમાં ૪૦ ઈંડા આપે છે, અને હજુ માત્ર ૧૩ જ સાંપ પકડાયા છે. એટલે એવી શંકા છે કે દુકાનની નીચે બનેલા રાફડામાં બીજા સાંપ હોઈ શકે છે. એટલે એમણે ભોંયતળિયું તોડાવી નાખ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.