શિયાળામાં પૌષ્ટિક ખોરાક માટે બનાવો આ 3 ઝટપટ બનતા લાડુ

0
347

લાડુ ખાવાનું પસંદ હોય તો ઝડપથી ઘરે બનાવી લો આ 3 લાડુ, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયક. શિયાળો શરુ થઇ ગયો છે અને આ સમયમાં તે ઘણું જરૂરી હોય છે કે આપણી ઇમ્યુનિટીને સારી રાખવા માટે આપણે પોષ્ટિક આહાર લઈએ. ખાવામાં ડ્રાઈફ્રુટ્સ, ખજુર, મેથી, પાલક, ઘી વગેરે ઘણું બધું રહેલું છે. જેથી શરીરને જરૂરી ન્યુટ્રીએંટસ મળી શકે. પણ હંમેશા પોષ્ટિક આહારનો સ્વાદ એટલો સારો નથી હોતો જેટલો તે આરોગ્ય માટે સારો હોય છે. પણ જો સ્વાદિષ્ટ લાડુ તરીકે પોષ્ટિક ખાવાનું મળે તો?

આજે અમે તમને 3 એવા લાડુની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જે ઘણી જ સરળતાથી બની જાય છે અને સાથે સાથે તેને તમે ઘણા દિવસો સુધી સંગ્રહ કરીને પણ રાખી શકો છો.

(1) ખજુર અને ડ્રાઈફ્રુટ્સ વાળા લાડુ : આમ તો શીયાળામાં ખજુર અને ડ્રાઈ ફ્રુટ્સ ખાવા ઘણું સારું માનવામાં આવે છે. અમે આજે જે લાડુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર ત્રણ વસ્તુ માંથી મળીને બની જશે.

સામગ્રી : 20 ખજુર, ¼ મિક્સ નટ્સ (કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, મગફળી), 1 ચમચી ડિસેકેટેડ કોકોનેટ

રીત : તમારે માત્ર કરવાનું એ છે કે બધા નટ્સને ડ્રાઈ રોસ્ટ કર્યા પછી તેને અધકચરા વાટી લો. ત્યાર પછી તે કડાઈમાં ખજુરને થોડું ગરમ કરી લો. જેથી તે સોફ્ટ થઇ જાય તમે તેને માઈક્રોવેવ પણ કરી શકો છો. ત્યાર પછી બંને વસ્તુને ભેળવો અને જો તમે ડિસેકેટેડ નારીયેલ ઉપયોગ કરી રહ્યા છો, તો તે નાખો નહિ તો તેને સ્કીપ પણ કરી શકાય છે. આ બધું ભેળવીને ગુંદી લો અને પછી લાડુનો આકાર આપો.

(2) સુંઠ અને મેથીના લાડુ : શિયાળામાં સુંઠ અને મેથી બંને જ ખુબ જ ફાયદાકારક હોય છે અને જો તેવામાં આપણે સુંઠ અને મેથીના લાડુ બનાવીએ તો કેવું સારું રહેશે.

સામગ્રી : 60 ગ્રામ ઘી, 1 કપ લોટ, 1 ચમચી મેથીના દાણા, 2 ચમચી વરીયાળી, 1 ચમચી સુંઠ, ૩/4 કપ કુદરતી બ્રાઉન સુગર

રીત : એક મોટી કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર પછી તેમાં લોટ નાખો અને ધીમા તાપ ઉપર શેકો તે લગભગ 25-30 મિનીટનો સમય લેશે. તે ઠંડુ થવા માટે રાખી દો. ત્યાર પછી એક બીજી કડાઈમાં મેથી, વરીયાળી, કાળા મરી વગેરે શેકીને વાટી લો. ત્યાર પછી ઈંગ્રીડીયંટસને એક સાથે ભેળવો અને પછી સુંઠ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે પ્રેશર સાથે લાડુ બનાવવાનું શરુ કરો. જયારે તમે વધુ પ્રેશર સાથે લાડુ બનાવવાનું શરુ કરશો તો લોટમાં રહેલું ઘી ગરમ થશે અને તેની બાઈડીંગ સારી રીતે થઇ જશે. એક વખત લાડુ બનાવ્યા પછી તે 4-6 અઠવાડિયા સુધી આરામથી સંગ્રહ કરી શકાય છે.

(3) રાગી ઓટ્સ લાડુ : રાગી અને ઓટ્સ બંને જ આરોગ્ય માટે ઘણો સારો વિકલ્પ હોઈ શકે છે અને જો તેને ભેળવીને લાડુ બનાવવામાં આવે તો ખરેખર તે ઘણો સારો વિકલ્પ હશે.

સામગ્રી : 1.5 કપ રાગીનો લોટ, 1 કપ ઓટ્સનો લોટ, 20 પાકી ખજુર, ¼ કપ દૂધ, ½ મધ, ૩ ચમચી ઘી, 1 ઈલાયચી પાવડર, ¼ કપ નારીયેલનું છીણ, 12 કાજુ

રીત : સૌથી પહેલા ઓટ્સને ડ્રાઈ રોસ્ટ કરીને તેને ગ્રાઇન્ડ કરી લો. ત્યાર પછી ખજુર માંથી બીજ કાઢીને તેને દૂધ સાથે બ્લેન્ડ કરો અને એક પેસ્ટ બનાવો. થોડી ખજુર રાખી લો અને તેને નાના નાના પીસમાં કાપી લો. હવે તલને ડ્રાઈ રોસ્ટ કરો અને પછી કાજુને ડ્રાઈ રોસ્ટ કરો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ઓટ્સના લોટને રોસ્ટ કરો. ત્યાર પછી એક બીજી કડાઈમાં રાગીના લોટને રોસ્ટ કરો. આ બંનેને એક સાથે ભેળવો અને પછી તેમાં બીજા ઈંગ્રીડીયંટસ ભેળવો. તે દરમિયાન ગેસની ફ્લેમ ઓછી રાખવાની છે તમારે. હવે આ મિક્સરને ગેસ ઉપરથી દુર કરો અને તેને ઠંડુ થવા દો. તેમાં વધેલી ખજુરના ટુકડા નાખો અને પછી લાડુ બનાવવાનું શરુ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.