ભૂલથી પણ ક્યારેય શિવલિંગ પર આ વસ્તુ ચડાવવી નહિ, નહિંતર દુઃખોનો પહાડ તૂટી પડશે તમારા પર.

0
1190

ભગવાન શંકરનું બીજું નામ છે ભોલેનાથ. કારણ કે તે ખુબ ભોળા છે. અને એમની ભક્તિ કરવાં માત્રથી તે પ્રસન્ન થઈ જાય છે. તેમજ જે રીતે એમનું સોમ્ય રૂપ જાણીતું છે એજ રીતે એમનું રુદ્ર રૂપ પણ ઘણું જ વધુ જાણીતું છે. અને તમે પણ જાણતા જ હશો કે, ભોલેનાથ મહાકાલ પણ છે. એમને સંહારના દેવતા પણ કહેવામાં આવે છે.

જે ભક્ત પોતાની સાચી શ્રદ્ધા અને સાચા મનથી ભોલેનાથની પૂજા અર્ચના કરે છે, તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને તમે બધા આ વાત પણ જરૂર જાણતા હશો કે, સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ ગણવામાં આવે છે અને એ દિવસે બધા લોકો શિવલિંગની પૂજા કરે છે, જેથી એમને ભગવાન શિવજીની કૃપા મળી શકે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવજીની આરાધના કરવાથી ઘણા જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શિવજી પોતાના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે.

ભગવાન શિવ ત્રિદેવો માંથી એક દેવ છે. અને આ આખી દુનિયા ભોળામાં જ સમાયેલી છે. લોકો એમની પૂજા કરીને એમને પ્રસન્ન કરવાં માંગે છે. પણ ઘણા લોકો એમની પૂજા કરતા સમયે અજાણતામાં એવી ભૂલો કરી બેસે છે, જેનાથી શિવજી નારાજ થઈ જાય છે. જણાવી દઈએ કે ભગવાન શિવજીના સ્વરૂપ એવા શિવલિંગ ઉપર અમુક વસ્તુ અર્પણ ન કરવી જોઈએ. નહિ તો ભગવાન શિવ ગુસ્સે થઈ જાય છે. તો આવો જાણીએ કે, એ કઈ વસ્તુ છે જે શિવલિંગ ઉપર નહિ ચડાવવી જોઈએ?

આવો જાણીએ ભગવાન ભોળેનાથ ઉપર કઈ વસ્તુ ન ચડાવવી જોઈએ.

તુલસી :

એ તો તમે બધા જાણો જ છો કે, હિંદુ ધર્મમાં તુલસીને ખુબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે, અને લગભગ દરેક પૂજામાં તેનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શિવલિંગ ઉપર તુલસીના પાન અર્પણ કરવા જોઈએ નહિ. આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે.

શંખથી પાણી :

હિંદુ ધર્મની પૌરાણીક કથાઓ અનુસાર શંખને ઘણો જ શુભ માનવામાં આવે છે, અને તેનો ઉપયોગ લગભગ તમામ પૂજામાં થાય છે. પરંતુ શંખ દ્વારા શિવલિંગ ઉપર ભૂલથી પણ પાણી અર્પણ કરવું જોઈએ નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે.

નારીયેળ પાણી :

આમ તો ભગવાન શિવજીની પૂજા નારીયેળથી કરવામાં આવે છે. પણ શિવલિંગની પૂજા કરતા સમયે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારે ક્યારે પણ નારીયેળના પાણીથી એની પૂજા કરવી નહિ. કારણ કે તેમ કરવું યોગ્ય નથી માનવામાં આવતું.

કુમકુમ :

હિંદુ ધર્મમાં સિંદુર કે કુમકુમ મહિલાઓ દ્વારા પોતાના પતિની લાંબી ઉંમરની કામના માટે લગાવવામાં આવે છે. અને ભગવાન શિવજીને વિધ્વંસકનો ભાગ માનવામાં આવે છે. તે કારણ છે કે શિવલિંગ ઉપર ક્યારે પણ ભૂલથી કુમકુમ અર્પણ કરવું જોઈએ નહિ.

હળદર :

આપણે ત્યાં ઘણા બધા શુભ કાર્યોમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. અને હળદર વગર એ બધી પૂજા પૂરી નથી માનવામાં આવતી. પણ તમારે એ ધ્યાન રાખવું કે, શિવલિંગની પૂજા કરતી વખતે ભૂલથી પણ હળદર ન ચડાવવી. તે અશુભ માનવામાં આવે છે.

તો મિત્રો આ હતી એ વસ્તુઓ જેને શિવલિંગ ઉપર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. નહી તો તેના ઘણા ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.