શિવ તાંડવ સ્ત્રોતના લાભ અને શિવ તાંડવ શ્લોક, જાણો બધી માહિતી

0
2321

હિંદુ ધર્મમાં ભગવાન શિવને એમની મહિમા અને ક્રોધ માટે જાણવામાં આવે છે. દુષ્ટ રાક્ષસ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી હતી. આજે અમે તમને આ શિવ તાંડવ સ્ત્રોતના લાભ અને શ્લોકનો શાબ્દિક અર્થ જણાવવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા અમે તમને જણાવી દઈએ કે, શિવ તાંડવ શબ્દ ‘તંદુલ’ થી બન્યો છે જેનો અર્થ ‘ઉછળવુ’ એવો થાય છે.

તાંડવ એક પ્રકારનું નૃત્ય છે જેને ઘણી ઉર્જા અને શક્તિ સાથે કરવામાં આવે છે. જોશ સાથે ઉછળવાથી મન-મસ્તિષ્કને શક્તિશાળી કરવામાં આવે છે. તાંડવનું નૃત્ય ફક્ત પુરુષોને કરવાની જ અનુમતિ આપવામાં આવી છે, મહિલાઓને આ નૃત્ય પર નાચવાની સદીઓથી રોક લગાવવામાં આવી છે.

શિવ તાંડવ સ્ત્રોતના લાભ : શું છે શિવ તાંડવ સ્ત્રોત?

રાવણને ભગવાન શિવનો સૌથી મોટો અને પ્રિય ભક્ત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાવણ પાસે ભગવાન શિવનું એક ખાસ શિવલિંગ હતું જેની પૂજા કરવાથી એને ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હતી. જે રાવણને આપણે લંકાપતિ રાવણના નામથી ઓળખીએ છીએ, તે લંકા હકીકતમાં એના ભાઈ કુબેરની હતી, જેને છીનવીને તે પોતે લંકાનો રાજા બની ગયો હતો. લંકાપતિ બન્યા પછી રાવણનો ઘમંડ વધી ગયો હતો. એવામાં એક દિવસ રાવણ સ્વર્ણ નગરી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એને કૈલાશ પર્વત દેખાયો હતો.

પણ લાખ પ્રયત્ન પછી પણ રાવણનું વિમાન એ કૈલાશ પર્વત પર ચઢી શક્યું નહિ. ત્યારે ત્યાં રાવણને શિવનું વાહન નંદી બળદ દેખાયો. રાવણે જયારે એને કૈલાશ પર્વત પર ન ચઢી શકવાનું કારણ પૂછ્યું, તો નંદીએ જણાવ્યું કે, આ પર્વત શિવ પાર્વતીનું નિવાસ સ્થળ છે. એવામાં કોઈ પણ અજાણ્યું આની પર ચઢી નહિ શકે. ઘમંડમાં ચૂર રાવણે આ વાતને પોતાનું અપમાન સમજ્યું અને ગુસ્સામાં પોતાના હાથોથી પર્વતને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. એ કારણે પર્વત ખરાબ રીતે હલવા લાગ્યો.

પર્વતની એવી સ્થિતિ જોઈને પાર્વતી ગભરાય ગયા અને એમણે શિવજીને ફરિયાદ કરી. શિવજીએ રાવણનો હાથ પર્વતની નીચે દબાવી દીધો અને ત્યારબાદ પીડાથી બૂમો પાડી ઉઠ્યો, અને માફી માંગવા લાગ્યો. ત્યારે રાવણના એક મંત્રીએ એને શિવની સ્તુતિ કરવા માટે કહ્યું. રાવણે પોતાનું એક માથું કાપીને એની એક વીણા બનાવી અને શ્લોકોનો પાઠ કરવાનું શરુ કર્યું. આ શ્લોકોને તે 1000 વર્ષો સુધી સ્મરણ કરતો રહ્યો. ત્યારે જઈને ભગવાન શિવ એમની ભક્તિથી પ્રસન્ન થયા અને એને પીડામાંથી મુક્તિ આપી.

શિવ તાંડવ સ્ત્રોતના લાભ :

શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવાથી મન મસ્તિષ્ક શાંત રહે છે અને જીવનમાં આવવાવાળી અડચણોથી મુક્તિ મળે છે. જે રીતે શિવજીએ રાવણના તાંડવ મંત્રોને સાંભળીને એને માફ કર્યો હતો, અને એને કષ્ટથી મુક્ત કર્યો હતો, એ જ રીતે તમે પણ બધા કષ્ટોથી મુક્તિ મેળવી શકશો.

શિવ તાંડવ સ્ત્રોતનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી જલ્દી જ છુટકારો મળે છે.

શિવ તાંડવ સ્ત્રોતના જાપથી તમે ન ફક્ત ધનવાન પણ ગુણવાન પણ બની શકો છો. એનાથી તમને શિવજીની વિશેષ કૃપા મળશે અને જીવનમાં શાંતિનો અનુભવ થશે.

જો તમારાથી રાવણની જેમ અજાણતામાં કોઈ ભૂલ થઇ જાય છે, તો શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવાથી તમારી ભૂલોની ક્ષમા તમને જલ્દી મળી જશે.

શનિને કાળ માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ પોતે મહાકાલ છે, એટલે શનિથી પીડિત વ્યક્તિને એના પાઠથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે. એના સિવાય જે લોકોની જન્મ કુંડળીમાં સર્પ યોગ, કાલસર્પ યોગ અથવા પિતૃ દોષ હોય છે, એ લોકો માટે પણ શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરવો ઘણો ઉપયોગી હોય છે. આ પાઠથી એમના બધા કુંડળી દોષ દૂર થઇ જશે.

શિવ તાંડવ શ્લોક :

जटाटवीगलज्जल प्रवाहपावितस्थले

गलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्‌।

डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं

चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥

जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी ।

विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।

धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावके

किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥2॥

धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर-

स्फुरदृगंत संतति प्रमोद मानमानसे ।

कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि

कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥3॥

जटा भुजं गपिंगल स्फुरत्फणामणिप्रभा-

कदंबकुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे ।

मदांध सिंधु रस्फुरत्वगुत्तरीयमेदुरे

मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि ॥4॥

सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर-

प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः ।

भुजंगराज मालया निबद्धजाटजूटकः

श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः ॥5॥

ललाट चत्वरज्वलद्धनंजयस्फुरिगभा-

निपीतपंचसायकं निमन्निलिंपनायम्‌ ।

सुधा मयुख लेखया विराजमानशेखरं

महा कपालि संपदे शिरोजयालमस्तू नः ॥6॥

कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल-

द्धनंजया धरीकृतप्रचंडपंचसायके ।

धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक-

प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम ॥7॥

नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर-

त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः ।

निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः

कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥8॥

प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा-

विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्‌

स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं

गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥9॥

अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी-

रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्‌ ।

स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं

गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥10॥

जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर-

द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्-

धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल-

ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः ॥11॥

दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो-

र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः ।

तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः

समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥12॥

कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन्‌

विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्‌।

विमुक्तलोललोचनो ललामभाललग्नकः

शिवेति मंत्रमुच्चरन्‌कदा सुखी भवाम्यहम्‌॥13॥

निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका-

निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः ।

तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं

परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥14॥

प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी

महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना ।

विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः

शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम्‌ ॥15॥

इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं

पठन्स्मरन्‌ ब्रुवन्नरो विशुद्धमेति संततम्‌।

हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं

विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम ॥16॥

पूजाऽवसानसमये दशवक्रत्रगीतं

यः शम्भूपूजनमिदं पठति प्रदोषे ।

तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां

लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥17॥

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.