જાણો શિરડીના સંત સાંઈ બાબાના જીવનના એવા રહસ્યો, જેના વિષે તમે નહિ જાણ્યું હોય.

0
2115

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ભારતના એક મોટા સંત વિષે જણાવીશું. જેમના ભક્તો આખા દેશમાં રહેલા છે. અને સંતનું નામ છે સાંઈ બાબા. એ એક એવા સંત હતા જે હંમેશા કહેતા હતા કે, બધાના પાલનહાર એક છે, બધાનો માલિક એક જ છે. તેમની હાજરીથી કડવી ઊંઘ પણ એકદમ મીઠી બની જાય છે.

અને સાંઈ બાબા લાખો કરોડો માણસોના અંત:કરણમાં વસેલા છે. એમની ખાસ વાત એ પણ હતી કે, તેમણે પોતાનું આખું જીવન એક ફકીરની જેમ પસાર કર્યું, અને દરેક લોકોની મદદ કરી. તેઓ સંસારને માનવતાનો વિશાળ ખજાનો આપીને જતા રહ્યા. તે તમામ પ્રકારના જાત, પાત, દ્વેષ અને ગુસ્સાથી પર હતા. તે માનવતા ઉપર દૃઢ વિશ્વાસ રાખતા હતા.

સાંઈ બાબા સાદગી ભર્યુ જીવન જીવતા હતા. એમના જીવનકાળ દરમ્યાન ઘણા ઓછી બુદ્ધીના લોકો તેની સાથે દ્વેષ રાખતા હતા, અને તેમને ઘણા દુ:ખ આપતા રહેતા હતા. પણ ઉચિત સમયે આ સાંઈ બાબાના ચમત્કારોએ એ બધાની આંખો ખોલી નાખી.  એમને શિરડીના સાંઈ બાબાના નામથી પણ ઓળખવામાં આવે છે.

જણાવી દઈએ કે, તેમનું જીવન ઘણું જ રહસ્યમય હતું. અને તેમના ચમત્કારોએ આખી દુનિયાને દંગ કરી દીધી હતી. સાંઈ બાબાના જીવનના અમુક રહસ્યો એવા છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. અને આજે અમે તમને એમના જીવનના એવા જ રહસ્યો વિષે જણાવીશું. તમે પણ એમના વિષે જાણીને દંગ રહી જશો. એ જાણ્યા પછી તમારા મનમાં વિચાર આવશે કે, આપણી ભારતની ભૂમિને ખરેખર પુણ્ય આત્માઓની પ્રાપ્તિ થતી રહી છે. અને આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણે તે ધરતી ઉપર જન્મ લીધો છે.

એ તો તમે જાણો જ છો કે, સાંઈ બાબા એક ભારતીય યોગી અને ફકીર હતા. એમને ભક્તો દ્વારા સંત કહેવામાં આવે છે. અને આજે આપણે તેમને ભગવાન તરીકે પૂજીએ છીએ. પણ મિત્રો શું તમે એ જાણો છો કે, સાંઈ બાબાનું સાચું નામ શું હતું? એમનો જન્મ ક્યારે થયો હતો? એમનું સરનામું અને એમના માતા પિતા કોણ હતા? તેના સંદર્ભમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી. આમ તો સાંઈ બાબાના જન્મ વિષે અમુક લોકોએ અનુમાન લગાવ્યાં છે, પણ તે માત્ર તેમનું અનુમાન જ છે.

અને જયારે સાંઈ બાબાને તેમના જીવન વિષે પૂછવામાં આવતું હતું, તો તે પૂછવા વાળાને ગોળ ગોળ જવાબ આપતા હતા. સાંઈ બાબા ક્યારેય પણ પોતાના જીવન વિષે સ્પષ્ટ જવાબ આપતા ન હતા. અને ‘સાંઈ’ શબ્દ તેમને ભારતના પશ્ચિમ વિસ્તારના રાજ્ય મહારાષ્ટ્રના શિરડી નામના એક ગામમાં ગયા પછી મળ્યો હતો. ત્યાર પછી તેઓ સાંઈ નામથી ઓળખાવા લાગ્યા.

કહેવાય છે કે તેમણે પોતાના જીવનકાળમાં ઘણા સમય સુધી મુસ્લિમ ફકીરો સાથે સમય પસાર કર્યો હતો. પણ તેમણે કોઈ પણ વ્યક્તિ સાથે કયારેય ધર્મના નામે વ્યવહાર નથી કર્યો. એ સમયે તેમના એક શિષ્ય દ્વારા તેમના બાળપણ વિષે માહિતી મેળવવામાં આવી હતી. એના પરથી એમના બાળપણ વિષે જાણવા મળ્યું.

સાંઈ બાબાના શિષ્ય તાસગુણના જણાવ્યા મુજબ તેમનું નાનપણ પથરી ગામમાં પસાર થયું હતું. એના વિષે શોધ કરવામાં આવી જેમાં સાંઈના બાળપણને પુનઃ નિર્મિત કરવામાં આવ્યું, જેણે સાંઈ ગુરુ ચરીત્ય પણ કહેવામાં આવે છે. સાંઈ બાબાના શિષ્ય તાસગુણના જણાવ્યા મુજબ તેમનું બાળપણ પથરી ગામમાં એક ફકીર અને તેમની પત્ની સાથે પસાર થયું. પછી અંદાજે ૧૬ વર્ષની ઉંમરમાં તે અહેમદનગર મહારાષ્ટ્રના શિરડી ગામમાં પહોંચ્યા હતા અને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા હતા.

દ્વારકામાઈ એ મસ્જીદ હતી, જ્યાં સાંઈ બાબાએ સૌથી વધુ રાત પસાર કરી હતી. સાંઈ બાબાએ જ તેનું નામ દ્વારકામાઈ મંદિર રાખ્યું હતું. દ્વારકામાઈ સમાધી મંદિરની જમણી તરફ છે. સાંઈ બાબા હંમેશા અહિયાં રાત્રે દીવડો પ્રગટાવતા હતા, અને ધૂણી પ્રગટાવતા હતા. આજે પણ દ્વારકામાઈમાં એક મોટો પથ્થર રાખવામાં આવેલો છે, જ્યાં સાંઈ બાબા બેસતા હતા.

અને એ મસ્જીદમાં સાંઈ બાબાનો મોટો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. સાંઈ ધામમાં એક બીજું પણ ધામ છે, જ્યાં સાંઈ બાબા વાપરતા હતા એવા અમુક સામાન રાખવામાં આવ્યા છે. જેમાં એમની લોટ દળવાની ઘંટી અને સાંઈ બાબા જે વાસણમાં ભિક્ષા માંગતા હતા એ વાસણ વગેરે રાખવામાં આવ્યા છે.

તેમજ અહેમદનગરમાં આવેલું ખંડવા મંદિર જે ભગવાન શિવને સમર્પિત છે તે મંદિર શિરડીમાં સૌથી પ્રાચીન છે. અને આ મંદિરને સાંઈ બાબા સાથે જોડવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે, સાંઈ બાબા ભોલેનાથનું રૂપ હતા. આ મંદિર તે સ્થળ છે, જેને આજે શિરડી ધામમાં ગુરુ સ્થાન કહેવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગુરૂ સ્થાનનું નિર્માણ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૮ માં કરાવવામાં આવ્યું હતું. અહિયાં સાંઈ બાબાની એક મૂર્તિ પણ રાખવામાં આવી છે. અહિયાં શિવલિંગ અને નંદી છે. અને એની સાથે ભગવાન શિવના ૧૨ જ્યોર્તિલિંગ પણ મુકવામાં આવ્યા છે. અહિયાંના માધ્યમથી સાંઈને શિવ તરીકે જોવામાં આવે છે. અને ઘણા લોકોનું કહેવું છે કે શિવ જ સાંઈ છે.

મિત્રો, હવે તમને સાંઈ બાબા સાથે જોડાયેલા એક ચમત્કારો વિષે જણાવીએ. આજે લોકો સાંઈ ધામના દર્શન કરવા માટે આવે છે, તો અહિયાં રહેલા લીમડાના ઝાડના પાન ખાઈને ચોંકી જાય છે. કારણ કે તે લીમડાના ઝાડના પાંદડા મીઠા હોય છે. આ બાબતે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, સાંઈ બાબાની કૃપાથી આ કડવો લીમડો પણ મીઠો થઇ ગયો છે.

કહેવાય છે કે, સાંઈ જયારે ૧૬ વર્ષના હતા અને પહેલી વખત શિરડી આવ્યા હતા. ત્યારે તે એક લીમડાના ઝાડ નીચે આરામ કરતા હતા. અને એ ઝાડ આ જ લીમડાનું ઝાડ છે. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે, સાંઈ બાબાને અહિયાં જ સમાધિ આપવામાં આવી હતી. અને એવી માન્યતા છે કે, આ લીમડાના ઝાડના પાંદડા સાંઈ બાબાના પુણ્યને લીધે જ મીઠા થઇ ગયા હતા. મિત્રો, આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.