ચટપટી અને ટેસ્ટી ‘શિમલા મરચાની ચટણી’ બનાવવાની સરળ રીત.

0
379

આ રીતે બનાવો ચટપટી અને ટેસ્ટી ‘શિમલા મરચાની ચટણી’ લોકો આંગળી ચાટતા રહી જશે.

મસાલેદાર વાનગી ખાવાના શોખીનો માટે ચટણીનું વિશેષ મહત્વ હોય છે. તેમને સવારના નાસ્તાથી રાત્રિના ભોજન સુધી ચટણીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એકજ ટ્રેડિશનલ લીલા ધાણા (કોથમીર) અને ટામેટાની ચટણી ખાઈ ખાઈને કંટાળો આવવો સ્વાભાવિક છે. જોકે ચટણી ઘણી રીતે તૈયાર કરી શકાય છે, પરંતુ આજે અમે તમને એક એવી ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય.

આજે અમે તમને કેપ્સિકમ મરચાથી બનાવામાં આવતી ચટણીની રેસિપી વિશે જણાવીશું. આ ચટણી બનાવવી સરળ છે, સાથે જ તેનો સ્વાદ પણ ઉત્તમ હોય છે. તો ચાલો જાણીએ ‘કેપ્સિકમ મરચાની ચટણી’ બનાવવાની સરળ રીત.

કેપ્સિકમની ચટણીનો રેસિપી કાર્ડ : આ સરળ સ્ટેપ્સને અનુસરો અને ઘરે બનાવો ટેસ્ટી કેપ્સિકમ ચટણી.

કુલ સમય : 20 મિનિટ

તૈયારી માટે સમય : 10 મિનિટ

ચટણી બનાવાનો સમય : 10 મિનિટ

પિરસવાનું : 4

રસોઈ સ્તર : મધ્યમ

કોર્સ : અન્ય

કેલરી : 55

ભોજન : ભારતીય

લેખક : અનુરાધા ગુપ્તા

જરૂરી સામગ્રી :

1 શિમલા મરચું – કાપેલું,

1 ડુંગળી – ઝીણી સમારેલી,

1 ટામેટુ – ઝીણું સમારેલું,

3-4 લીલા મરચા – ઝીણા સમારેલા,

2 લસણની કળીઓ,

2 સુકા લાલ મરચાં,

1 મોટો ચમચો કોથમીર – ઝીણી સમારેલી,

1 ચમચી મગફળીની પેસ્ટ,

1 મોટી ચમચી તેલ – વખાર માટે,

1/2 ચમચી રાઈ,

1/2 ચમચી જીરું,

1/2 ચમચી સફેદ અડદની દાળ,

4-5 પત્તા મીઠો લીમડો (કઢી લીમડો),

બનાવવાની રીત :

સ્ટેપ 1 : પહેલા કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, મરચું વગેરેને ઝીણા સમારી લો.

સ્ટેપ 2 : પછી ગેસ પર કડાઈ ચડાવો અને તેમાં થોડું તેલ ઉમેરો. હવે ધીમા તાપે મગફળીને ફ્રાય કરો અને પછી ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દો.

સ્ટેપ 3 : જ્યારે મગફળી ઠંડી થાય પછી તેને ગ્રાઇન્ડરમાં નાખીને સ્મુધ પેસ્ટ તૈયાર કરો.

સ્ટેપ 4 : હવે ફરીથી ગેસ પર કડાઈ મૂકી તેલ નાંખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ડુંગળી, ટામેટા અને લસણ નાંખો. હવે તે દરેકને કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.

સ્ટેપ 5 : પછી તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેની ગ્રાઈન્ડરમાં સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો.

સ્ટેપ 6 : હવે કેપ્સિકમની પેસ્ટમાં મગફળીની પેસ્ટ મિક્સ કરો.

સ્ટેપ 7 : હવે ફરી એક વાર ચટણીમાં વઘાર કરવા માટે ગેસ પર કડાઈ મૂકો. હવે તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, અડદની દાળ, સૂકું લાલ મરચું અને મીઠો લીમડો નાખો.

સ્ટેપ 8 : ચટણીમાં આ વઘાર ઉમેરો. તો હવે તમારી કેપ્સિકમ ચટણી પીરસવા માટે તૈયાર છે. તમે આ ચટણીને કટલેસ, ઢોસા અથવા બટાકાના પરાઠા સાથે પીરસો. જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરો. તેમજ આ રીતની વધુ વાનગીઓની રેસિપી માટે અમારી સાથે જોડાયેલા રહો.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.