આંખોની નીચે કાળા નિશાન અને સુજાઈ ગયેલો ચહેરો, હવે આવી થઈ ગઈ છે હિરોઇન શિલ્પા શિરોડકરની હાલત

0
1766

આવી થઈ ગઈ છે સુપરહિટ હિરોઇન શિલ્પા શિરોડકરની હાલત, આંખોની નીચે થઈ ગયા છે કાળા નિશાન અને સુજાઈ ગયો છે ચહેરો.

શિલ્પા શિરોડકર બોલીવુડની જાણીતી અભિનેત્રી રહેલી છે. તેમણે પોતાના સમયમાં એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શિલ્પા શિરોડકર અત્યાર સુધી ખુદા ગવાહ, આંખે, બેવફા સનમ, હમ, ગોપી કિશન જેવી ઘણી હીટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. છેલ્લા ૧૯ વર્ષોથી શિલ્પા શિરોડકર સિલ્વર સ્ક્રીનથી દુર છે. આમ તો છેલ્લા ૪-૫ વર્ષોમાં શિલ્પા ૧-૨ ટીવી સીરીયલ્સમાં જોવા મળી હતી.

શિલ્પા શિરોડકરે ૯૦ ના દશકમાં ગોવિંદા, અમિતાભ, અનીલ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. એક સમય હતો જયારે શિલ્પા શિરોડકરની અદાઓએ લાખો દિલોને ઘાયલ કર્યા હતા. દર્શકોને મિથુન ચક્રવર્તી સાથે શિલ્પા શિરોડકરની જોડી ઘણી પસંદ પડી હતી. વર્ષો સુધી ગ્લેમર વર્લ્ડથી દુર રહ્યા પછી શિલ્પા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. આવો જોઈએ હવે તે કેવી લાગે છે શિલ્પા શિરોડકર.

શિલ્પા શિરોડકરનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૬૯ ના રોજ થયો હતો. હાલમાં તેની ઉંમર ૫૦ વર્ષ થઈ ગઈ છે. સમય સાથે શિલ્પાના ચહેરા ઉપર તેની ઉંમર દેખાવાનું શરુ થઈ ગયું છે. એક સમયે પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવનારી શિલ્પાનો ચહેરો સોજયેલો જોવા મળે છે. સમય સાથે તેની સુંદર આંખો નીચે કાળા ડાઘ પણ દેખાવા લાગ્યા છે.

શિલ્પા શિરોડકરે પહેલી વખત ૧૯૮૯ માં ફિલ્મ ભ્રષ્ટાચારથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં શિલ્પા શિરોડકર સાથે મિથુન ચક્રવર્તી અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. ત્યાર પછી શિલ્પાએ અનીલ કપૂર સાથે ૧૯૯૧ માં કિશન કનૈયા જેવી સુપરહીટ ફિલ્મમાં કામ કર્યું.

આ ફિલ્મના સફળ થયા પછી શિલ્પા શિરોડકર ઘણી ઝડપથી સફળતાના રસ્તા ઉપર આગળ વધવા લાગી. શિલ્પાએ ત્રિનેત્ર, ખુદા ગવાહ, પહચાન, ગોપી કિશન, આંખે, બેવફા સનમ અને મૃત્યુદંડ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. શિલ્પાએ છેલ્લી વખત ફિલ્મ ગજગામિનીમાં કામ કર્યું હતું. તે ફિલ્મ વર્ષ ૨૦૦૦ માં રીલીઝ થઈ હતી.

ગજગામિની ફિલ્મ રીલીઝ થવાના ૧૩ વર્ષો પછી શિલ્પા સીરોડકર ઝી ટીવી ઉપર પ્રસારિત થતી ધારાવાહિક ‘એક મુઠ્ઠી આસમાન’ માં જોવા મળી. ત્યાર પછી શિલ્પા સ્ટાર પ્લસના ફેમસ શો ‘સિલસિલા પ્યાર કા’ અને પછી કલર્સ ઉપર આવતા શો ‘સાવિત્રી દેવી કોલેજ એંડ હોસ્પિટલ’ માં પણ જોવા મળી.

શિલ્પા શિરોડકરની બહેન નમ્રતા શિરોડકર છે. નમ્રતા શિરોડકરે સાઉથ ફિલ્મોના સુપરહિટ મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે. વર્ષ ૨૦૦૦ માં ગજગામિની ફિલ્મ રીલીઝ થયા પછી શિલ્પા શિરોડકરે યુકે બેઝડ બેંકર રંજીત સાથે લગ્ન કરી લીધા. રંજીત સાથે લગ્ન કર્યા પછી શિલ્પા લંડનમાં રહેવા લાગી.

૨૦૦૩માં શિલ્પા શિરોડકરે એક દીકરીને જન્મ આપ્યો. શિલ્પાની દીકરીનું નામ અનુષ્કા છે. શિલ્પાએ એક વખત ફરી ૨૦૧૦ માં ‘બારૂદ દ ફાયર’ ફિલ્મમાં કામ કર્યું. પણ આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કાંઈ ખાસ કમાલ ન દેખાડી શકી, અને શિલ્પાને એક સારો કમ બેક પણ ન મળી શક્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.