દીકરી સાથે સ્પોટ થઈ શિલ્પા શેટ્ટી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ ફોટાઓ.

0
293

આગની જેમ વાયરલ થઈ રહ્યા છે શિલ્પા અને તેની દીકરી સમિષાના ફોટા, તમે પણ જોઈ લો. બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ પોતાની સાથે સાથે પોતાના પરિવારના ફોટા પણ ઇંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. હાલમાં જ શિલ્પા પોતાની દીકરી સમીશા સાથે બાંદ્રામાં સ્પોટ થઈ હતી. અને એક્ટ્રેસના તે સમયના કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે, જેમાં તે સમીશાને ખોળામાં લઈને જતી દેખાઈ રહી છે.

આ ફોટામાં શિલ્પાએ નેવી બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે, અને સમીશા પણ ડેનિમ ફ્રોકમાં દેખાઈ રહી છે. સમીશાના વાળોમાં સફેદ રંગનું હેયર બેંડ લાગેલું છે. ફોટામાં શિલ્પા અને સમીશા બંનેજ ઘણી ક્યૂટ દેખાઈ રહી છે. ફેન્સ પણ સમીશાની ક્યુટનેસને લઈને ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શિલ્પા આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ સરોગેસી દ્વારા માં બની છે. શિલ્પાએ હવે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તે દીકરા વિયાન પછી ઘણા સમયથી બીજું બાળક ઇચ્છતી હતી, પણ એક બીમારીને કારણે તે માં બની શકતી ન હતી.

પિંકવિલા સાથે વાતચીતમાં શિલ્પાએ જણાવ્યું હતું કે, ‘વિયાન પછી હું ઘણા સમયથી બીજું બાળક ઇચ્છતી હતી. પણ મને ઓટો ઇમ્યુન નામની બીમારી થઈ ગઈ હતી, જેને APLA પણ કહેવામાં આવે છે. અને જયારે પણ હું પ્રેગ્નેન્ટ થતી હતી, ત્યારે આ બીમારી અડચણ બની જતી હતી. એટલા માટે મારી અમુક કસુવાવડ પણ થઈ હતી. એટલા માટે આ (સરોગસીથી પ્રેગ્નેન્સી) યોગ્ય કેસ હતો. સમીશાનો જન્મ ત્રણ પ્રયત્નો પછી થયો હતો. મેં ખરેખર બીજા બાળકનો વિચાર છોડી લીધો હતો.’

શિલ્પાના વર્ક ફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસ ઘણા વર્ષો પછી ફરીથી મોટા પડદા પર દેખાવાની છે. એક્ટ્રેસ બેક ટૂ બેક ફિલ્મોમાં જોવા મળશે. ‘નિકમ્મા’ જેના ડાયરેક્ટર હશે શબ્બીર ખાન અને ‘હંગામા 2’ જેને પ્રિયદર્શન ડાયરેક્ટ કરશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.