શિલ્પા શેટ્ટીએ ખોલ્યું નવું રેસ્ટોરેન્ટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આલીશાન ફોટાઓ

0
300

વાયરલ થઇ રહ્યા છે શિલ્પા શેટ્ટીના નવા રેસ્ટોરેન્ટના ફોટા, દેખ્યા આ સ્ટાર કપલ્સ. બોલીવુડના ઘણા કલાકારો ફિલ્મોમાં અભિનય કરવા સિવાય પોતાના બિઝનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. ઘણા એવા કલાકારો છે જેમનો રેસ્ટોરેન્ટ અને હોટલનો બિઝનેસ છે. તેમાંથી એક શિલ્પા શેટ્ટી પણ છે. શિલ્પા શેટ્ટીએ પોતાનું નવું રેસ્ટોરેન્ટ ખોલ્યું છે. તેમણે પોતાનું નવું રેસ્ટોરેન્ટ મુંબઈમાં ખોલ્યું છે. અને આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે આપી છે.

શિલ્પા શેટ્ટી ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય હોવાને કારણે પણ ચર્ચામાં રહે છે. તે પોતાના ફેન્સ માટે ખાસ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના નવા રેસ્ટોરન્ટના ફોટા શેર કર્યા છે. સાથે જ તેના માટે ખુશી પણ વ્યક્ત કરી છે. ફોટામાં શિલ્પા શેટ્ટીનું નવું રેસ્ટોરેન્ટ ઘણું આલીશાન દેખાઈ રહ્યું છે.

શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં બાંદ્રામાં આવેલ પોતાની Bastian chain નું નવું રેસ્ટોરેન્ટ હવે વર્લીમાં પણ ખોલ્યું છે. બાંદ્રા વાળા Bastian માં બોલીવુડ કલાકારો સમય પસાર કરવા આવતા રહે છે. અને હવે વર્લીમાં પણ તેમણે Bastian રેસ્ટોરેન્ટ ખોલ્યું છે. જણાવી દઈએ કે, વર્લીવાળું Bastian રેસ્ટોરેન્ટ શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ રાજકુંદ્રા સાથે મળીને ખોલ્યું છે. તેમણે આ રેસ્ટોરેન્ટના મેન્યુમાં બીજી ડીશ પણ શામેલ કરી છે. તેમજ આ ખાસ અવસર પર તેમણે પોતાના મિત્રો જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખને પણ આમંત્રિત કર્યા હતા.

શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી જેનેલિયા ડિસુઝા, રિતેશ દેશમુખ અને પતિ રાજકુંદ્રા સાથે પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શેર કર્યા છે. ફોટામાં આ દરેક કલાકારો ઘણા સુંદર દેખાઈ રહ્યા છે. ફોટામાં શિલ્પા શેટ્ટીનું આલીશાન રેસ્ટોરન્ટ ઘણું શાનદાર દેખાઈ રહ્યું છે. શિલ્પા શેટ્ટીએ આના સિવાય પોતાનો બીજો એક ફોટો પર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

પોતાના બીજા ફોટામાં શિલ્પા શેટ્ટી બ્લેક કલરના ડ્રેસમાં દેખાઈ રહી છે, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે. આ ફોટા સાથે શિલ્પા શેટ્ટીએ પોતાના Bastian રેસ્ટોરેન્ટની જાણકારી આપી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આ તૈયાર છે.’ તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી મુંબઈમાં Bastian ચેઇનની સહ-માલિક છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.