શેફ સંજીવ કપૂર પાસેથી જાણો ‘શિયાળુ પાણી પુરી’ બનાવવાની રીત.

0
396

શિયાળાની ઋતુમાં ઘરે બનાવો સ્પેશિયલ ‘શિયાળુ પાણી પુરી’, જાણો તેની સરળ રેસિપી. શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે. શિયાળો આવતાની સાથે જ લોકોના ખાવા પીવામાં ફેરફાર આવે છે. બજારમાં જાત જાતના શાકભાજી પણ આવવાના શરુ થઇ ગયા છે. આ ઋતુમાં સામાન્ય રીતે લોકોને ગરમા ગરમ વાનગી ખાવાનું વધુ સારું લાગે છે. પરંતુ પાણી પૂરીનો કરેજ કોઈ પણ ઋતુમાં ઓછો થતો નથી. શીયાળાની ઋતુમાં પણ લોકો પાણી પૂરીને ઘણા હોંશથી ખાય છે.

તેવામાં શિયાળાની ઋતુમાં આવનારી વસ્તુને ધ્યાનમાં રાખીને પણ પાણી પૂરી તૈયાર કરી શકાય છે. ફેમસ શેફ સંજીવ કપૂરે તેના ઈંસ્ટાગ્રામ ઉપર ‘વીંટર પાણી પૂરી’ની રેસીપી શેર કરી છે. આ વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે શિયાળામાં આવતા દરેક ચણા, જુવાર અને બીજી વસ્તુઓ માંથી પાણી પૂરીનું ફીલિંગ તૈયાર કરી શકાય છે અને તેના સ્વાદનો આનંદ ઉઠાવી શકાય છે.

બેસ્ટ વાત તો એ છે કે તે રેસીપી સ્વાદિષ્ટ થવાની સાથે સાથે આરોગ્યપ્રદ પણ છે કેમ કે તેના જે પણ વસ્તુ નાખવામાં આવે છે તે બધી આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. તો આવો જાણીએ શેફ સંજીવ કપૂરની સ્પેશલ ‘વીંટર પાણી પૂરી’ ની રેસીપી તૈયાર કરવાની સરળ રીત.

વીંટર પાણી પૂરી રેસીપી કાર્ડ

આ સરળ સ્ટેપ્સને ફોલો કરી તમે પણ ઘરે બનાવી શકો છો ‘વીંટર પાણી પૂરી’

સામગ્રી

1 ½ લીલા ચણા

3 કપ પાણી

½ નાની ચમચી હળદર

ચપટીભર હિંગ

મીઠું સ્વાદ મુજબ

સ્વાદ મુજબ કાળા મરી

6 મોટી ચમચી કોથમીર ઝીણી કાપેલી

3 – 4 લીલા મરચા

2 મોટી ચમચી આમચુર પાવડર

2 લવિંગ

1 નાની ચમચી જુવારના દાણા

1 મોટી સાઈઝની ડુંગળી

½ કપ નમકીન બુંદી

½ નાની ચમચી ચાટ મસાલો

1 લીંબુનો રસ

½ નાની ચમચી લાલ મરચું

રીત

સ્ટેપ – 1 : સૌથી પહેલા લીલા ચણાને સ્વચ્છ પાણીથી 2 થી 3 વખત સારી રીતે સાફ કરી લો.

સ્ટેપ – 2 : ત્યાર પછી લીલા ચણાને કુકરમાં નાખો. તેની સાથે જ કુકરમાં 2 કપ પાણી, ½ નાની ચમચી હળદર અને મીઠું નાખો. હવે કુકરને બંધ કરી દો અને 2 સીટી આવે ત્યાં સુધી રાહ જુવો.

સ્ટેપ – 3 : ત્યાર પછી ઉકાળેલા લીલા વટાણાને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દો. તેમાં લીલી કાપેલી કોથમીરના પાંદડા નાખો. હવે આ મિશ્રણને તમે પાણી પૂરીમાં ફિલ કરીને ખાઈ શકો છો.

સ્ટેપ – 4 : આ રીતે તમે જુવારના દાણા માંથી પણ પાણી પૂરીનું ફીલિંગ તૈયાર કરી શકો છો. તેના માટે જુવારના દાણાને રાત આખી માટે પાણીમાં પલાળી રાખો. સવાર સુધી તે સોફ્ટ થઇ જશે.

સ્ટેપ – 5 : ત્યાર પછી એક કડાઈમાં જુવારના દાણા સાથે 1 મોટી સાઈઝની કાપેલી ડુંગળી નાખો. પછી તેમાં ½ કપ નમકીન બુંદી અને કાળું મીઠું નાખો. તમારી આ ફીલિંગ તૌયાર છે, જે તમે પાણી પૂરી સાથે સર્વ કરી શકો છો.

સ્ટેપ – 6 : પાણી પૂરીનું ફીલિંગ તૈયાર કર્યા પછી પાણી પણ તૈયાર કરી લો. તેના માટે કોથમીરના પાંદડાને સારી રીતે સાફ કરો અને તેને ઝીણા કાપી લો.

સ્ટેપ – 7 : તેમાં લીંબુનો રસ, લીલા મરચા, કાળા મરી, જીરા પાવડર, આમચુર પાવડર અને લવિંગ નાખો. પછી થોડું પાણી નાખીને તેને મિક્સીમાં સારી રીતે પીસી લો. પછી આ મિશ્રણમાં પાણી અને નમકીન બુંદી નાખો. તમારી પાણી પૂરી વાળું પાણી તૈયાર થઇ જશે.

સ્ટેપ – 8 : હવે તમે આ પાણી અને બંને ફીલિંગ્સને પૂરી સાથે પીરસી શકો છો. આ રેસીપી તમને ગમી હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો. આ પ્રકારની બીજી રેસીપી વાચવા માટે જોડાયેલા રહો અપના પેજ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.