શતાબ્દી ટ્રેનમાં આ દાદા સાથે જે થયું તે જાણીને તમને થશે કે અંગ્રેજો જતા રહ્યા પણ તેમની પેદાશો મુકતા ગયા

0
1459

આ દાદા સાથે આજના સમયે જે ઘટના ઘટી એ જાણતા પહેલા એક ઐતિહાસિક ઘટના જાણી લો.

તારીખ હતી ૭ જૂન, વર્ષ હતું ૧૮૯૩. આપણું ભારત અંગ્રેજોનું ગુલામ હતું. આજ ગુલામ દેશનો એક નવયુવાન વકીલ સાઉથ આફ્રિકા ગયો. તે ટ્રેનમાં ચડ્યો અને તેની પાસે ફર્સ્ટ કલાસ ડબ્બામાં મુસાફરી કરવાની ટીકીટ હતી. પણ રસ્તા વચ્ચે નવયુવાન વકીલને સામાન સાથે ટ્રેન માંથી ઉતારી દીધો. કેમ?

કેમ કે તે કાળો હતો. એનો રંગ એ દેશના લોકો કરતા અલગ હતો. કોઈ ગુલામ દેશનો માણસ ફર્સ્ટ કલાસની ટીકીટ સાથે મુસાફરી કરી ત્યાંના લોકોના અહંકારને પડકાર આપી રહ્યો હતો. આ જ કારણ હતું કે તેને ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યો. પછી એજ નવયુવાન આગળ ચાલીને પોતાના દેશના મહાન નેતા બન્યા, અને એ હતા મહાત્મા ગાંધી. માત્ર એક લંગોટ પહેરેલી, રામ નામ જપતા, અંગ્રેજોની સવિનય અવજ્ઞા કરતા હતા બાપુ.

ત્યારે વર્ષ હતું ૧૮૯૩. આજે છે ૨૦૧૯. એક શતાબ્દી વીતી ગઈ છે અને હવે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ.  પણ બે દિવસ પહેલા ૪ જુલાઈએ થયેલી આ ઘટના આપણી આઝાદી પર સવાલ ઉભો કરી રહી છે.

શું ખરેખર આપણે આઝાદ છીએ?

એક ટ્રેન છે શતાબ્દી એક્સપ્રેસ. જયારે તમે તેમાં મુસાફરી કરવા જાવ તો તેમાં સૂટ બુટ અને ટાઇ પહેરીને એક ટીટી સાહેબ મળે છે. ભારતની વીઆઈપી ટ્રેનો માંથી એક છે શતાબ્દી. આથી ટીટી લોકો થોડા વધારે અંગ્રેજ બને છે. કાનપુરથી દિલ્હી વચ્ચે ચાલતી ટ્રેનમાં વચ્ચે ઇટાવા સ્ટેશન આવે છે, અને ઇટાવામાં ટ્રેન માત્ર ૨ મિનિટ માટે ઉભી રહે છે.

૭૨ વર્ષીય રામ અવધ દાસ ઇટાવા સ્ટેશન પર ગાઝિયાબાદ જવા માટે ઉભા હતા. તેમની પાસે કન્ફર્મ ટીકીટ હતી. C2 કોચમાં સીટ હતી. પરંતુ દાદાનો પહેરવેશ ટ્રેનના ટીટીને અજીબ લાગ્યો. માત્ર એક ધોતી અને ઝીણી ચાદર. સાથે કપડાંની પોટલી અને પગમાં સાધારણ ચપ્પલ. ટીટીનો આરોપ છે કે, રામ અવધ દાસના માત્ર પહેરવેશના લીધે તેમને ટ્રેનમાં ચડવાથી રોકવામાં આવ્યા.

દાદાએ ફરિયાદ નોંધાવી :

રામ અવધ દાસનું કહેવું છે કે, તેમને ટ્રેન ઉપર ચડવા જ દીધા નહીં. અને એ પછી તેમણે સ્ટેશનના પોલીસને ફરિયાદ નોંધાવી. રામ અવધ દાસ એ પછી બીજી ટ્રેનમાં જનરલ કોચમાં મુસાફરી કરી ગાઝિયાબાદ પહોંચ્યા. આ વિશે જયારે આજ તકના રિપોર્ટરે ઇટાવા સ્ટેશન માસ્ટર સાથે વાત કરવા પ્રયત્ન કર્યા ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો.

હવે સવાલ શું છે?

હવે સવાલ એ છે કે, શું આપણે ખરેખર આઝાદ થયા છીએ? શું આજે પણ અંગ્રેજોના વિચાર વાળી પેદાસો રાજ નથી કરી રહી?

૪ જુલાઈએ ટ્રેન પર ના ચડી શકનાર રામ અવધ દાસ ગાંધીના દેશમાં છે. આપણે વિચારવું જોઈએ કે, આપણી કોઈ ભૂલના લીધે અવધના રામને નીચું જોવું ના પડે. રામને માનવાવાળા બાપુની આત્મા ના રડે.

માત્ર એક ટ્વિટ પર ટ્રેનમાં બાળકો માટે દૂધ પહોંચાડવાવાળી રેલવેએ પણ વિચારવું જોઈએ કે, આખો ભારત દેશ ટ્વિટરનો ઉપયોગ નથી કરતો. ભારત આજે પણ એ જ ગામડાઓમાં વસે છે, જ્યાંથી તેમને અનેક રામ અવધ, રામદરસ, રામતીરથ, રામબદન અને ઘણા રામ ધોતી ચપ્પલમાં તમારી શતાબ્દીઓ અને રાજધાનીઓમાં બેસવા આવે છે. એજ સાચું ભારત છે. આપણા વડીલોને એમના ગમતા ધોતી કુર્તામાં ક્યાંય રોકવામાં આવે, તો એ ખૂબ જ શરમ જનક છે.  એવું કરનારા હરામખોરો સામે સખત કાર્યવાહી થવી જોઈએ.

આ માહિતી લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.