શાસ્ત્રો અનુસાર કરો આ ઉપાય, ઘરમાં નહિ થાય ધનની અછત, લક્ષ્મી અને કુબેર થશે મહેરબાન.

0
886

દરેક વ્યક્તિ પૈસાદાર બનવાની આશા રાખે છે, દરેક વ્યક્તિની એ ઈચ્છા હોય છે કે તે વહેલામાં વહેલા શ્રીમંત બની શકે, પરંતુ વિચારવાથી કાંઈ થતું નથી, તેના માટે સખત મહેનત પણ કરવી પડે છે, આમ તો મહેનત તો બધા લોકો કરે છે પરંતુ તેમને પોતાની મહેનતના પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થઇ શકતી નથી, એટલી મહેનત કરવા છતાંપણ તેમને ધન કમાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એવી સ્થિતિમાં દરેક એવું વિચારે છે કે જો તેને કોઈ ઉપાય મળી જાય, તો તે વહેલામાં વહેલી તકે ધનવાન બની જાય, ઘણા લોકો એવા હોય છે. જે સાચા રસ્તા ઉપર ચાલીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, અને અમુક લોકો એવા પણ હોય છે. જે ખોટા રસ્તા અપનાવી લે છે.

જો તમે પણ પૈસાદાર બનવાની ઈચ્છા ધરાવો છો તો તેના માટે તમે શાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાયોને અપનાવી શકો છો, ખાસ કરીને શાસ્ત્રોમાં ધનમાં વધારો કરવાના ઘણા બધા મંત્ર, સૂક્ત પાઠ અને ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે, જે તમારા જીવનમાં ઘણું કામ આવી શકે છે, પરંતુ તમે આ ઉપાયો અપનાવો છો, તો તેનાથી તમે તમારા જીવનમાં સતત પ્રગતી પ્રાપ્ત કરશો અને ધન કમાવાના રસ્તામાં જે પણ અડચણો ઉભી થઇ રહી છે. તેમાંથી છુટકારો પ્રાપ્ત થશે, આજે અમે તમને આ પોસ્ટ દ્વારા શાસ્ત્રોમાં દર્શાવામાં આવેલા ક્યા એવા મંત્ર અને સૂક્ત છે. જેનાથી તમે ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ શકો છો અને તમારા જીવનમાં ધનની ખામીને દુર કરી શકો છો. તેના વિષે જાણકારી આપવાના છીએ.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કરો આ ઉપાય, ઘરમાં નહિ રહે ધનની ખામી :-

જેમ કે તમે બધા લોકો જાણો છો કે ધનની દેવી માતા લક્ષ્મીજીને કહેવામાં આવે છે, જો ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર જળવાઈ રહે તો તે વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા ધન દોલતમાં વધારો થતો રહે છે, શાસ્ત્રોમાં તે વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઘરમાં માતા લક્ષ્મીજીના શ્રી સૂક્તના પાઠ થાય છે, તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી વાસ કરે છે, જે ઘરમાં શ્રી સૂક્તના પાઠ સવાર સાંજ કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ધનનો અભાવ રહેતો નથી અને ન તો ધનના અભાવને કારણે કોઈ પણ કાર્ય અટકે છે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો? તો તેના માટે કુબેર દેવતાનો સિદ્ધી મંત્ર मंत्र “ॐ श्री ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नम:।”ના જાપ કરો, જો તમે આ મંત્રના નિયમિત રીતે જાપ કરો છો, તો તેનાથી ધનની આવક વધે છે.

જો તમે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓને લઈને વધુ દુઃખી રહો છો? તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે કુબેર દેવતાનો એક નાનો એવો મંત્ર “ॐ वैश्रवणाय स्वाहा:” ના જાપ કરી શકો છો, આ મંત્ર ઘણો જ પ્રભાવશાળી માનવામાં આવે છે, જો તમે આ મંત્રનો નિયમિત રીતે ૧૦૮ વખત જાપ કરશો, તો તેનાથી ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણો દુર થશે અને તમને તમારા જીવનમાંથી આર્થિક તકલીફો માંથી રાહત મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.