શ્રાવણમાં મહિલાઓ આ કારણે પહેરે છે લીલી બંગડી, જાણો તે નસીબને કેવી રીતે બદલી નાખે છે?

0
1116

ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ શરુ થાય છે, શ્રાવણ મહિનાનું મહત્વ ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે ઘણું જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જો વ્યક્તિ પોતાના સાચા મનથી અને વિધિ પૂર્વક ભગવાન શિવજીની પૂજા કરે છે, તેઓ એનાથી ભગવાન શિવજી તરત પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી કરે છે.

શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવજી પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની રીતો અપનાવે છે. જેથી ભોલેનાથની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર હંમેશા જળવાઈ રહે અને જીવનની મુશ્કેલીઓમાંથી છુટકારો પ્રાપ્ત થાય. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે માનવામાં આવે છે. શિવ ભક્તો માટે આ મહિનો ઘણો વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં દરેક તરફ હરિયાળી છવાઈ જાય છે. મહિલાઓ લીલા રંગના કપડા અને બંગડીઓ પહેરે છે. પરંતુ શું તમે જાણો છો? કે શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવાનું શું મહત્વ છે.

લગ્નજીવન આનંદમય :-

જેવી રીતે લાલ રંગ દરેક પરણિત મહિલાના જીવનમાં આનંદ અને સૌભાગ્યનું પ્રતિક હોય છે બસ એવી રીતે લીલો રંગ પણ તેમના જીવનમાં ઘણો મહત્વનો હોય છે. શ્રાવણ મહિનામાં મહિલાઓ લીલી બંગડીઓ એટલા માટે પહેરે છે કેમ કે તેને શિવજીના આશીર્વાદ મળે અને તમના પતિનું આયુષ્ય લાંબુ રહે.

ધાર્મિક ગ્રંથોમાં લીલા રંગને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે. કહે છે કે લીલો રંગ ધારણ કરવાથી બુધ મજબુત થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંત લોલો રંગ પહેરવાથી બુદ્ધી અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

કારકિર્દી માટે હોય છે શુભ :-

બુધ ગ્રહ કોઈ પણ વ્યક્તિની કારકિર્દી અને ધંધા સાથે જોડાયેલો હોય છે. એટલા માટે આ રંગ ધારણ કરવાથી માણસને તેના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

સૌભાગ્ય માટે :-

ભગવાન શિવ યોગી હતા અને એને પ્રકૃતિની સુંદરતા વચ્ચે ધ્યાનમાં બેસવાનું ખુબ ગમતું હતું. લીલો રંગ પહેરવાથી મહાદેવ પણ પ્રસન્ન થાય છે એટલા માટે મહિલાઓ શ્રાવણ મહિનામાં માત્ર એક નહિ પણ ઘણા કારણોથી લીલો રંગ પહેરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.