શ્રાવણમાં કરવો જોઈએ મહામૃત્યુંજય મંત્રનો જાપ, આનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

0
1557

જીવન મંત્ર ડેસ્ક, શિવપુરણ સહીત ઘણા ગ્રંથોમાં મહામૃયુંજય મંત્ર વિષે લખવામાં આવ્યું છે. શિવને પ્રસન્ન કરવા છે, તો આ મંત્રના જાપ સૌથી સારા છે. બીમારીઓ અને દરેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફો દુર કરવા માટે આ મંત્રના જાપ ઘણા અસરકારક માનવામાં આવે છે. ગ્રંથોનું માનવું છે કે તેનાથી અકાળ મૃત્યુના યોગ પણ ટળી શકે છે.

સ્વર વિજ્ઞાનના હિસાબે જોવામાં આવે તો મહામૃયુંજય મંત્રના અક્ષરોના વિશેષ સ્વર સાથે ઉચ્ચારણ કરવામાં આવે તો તેનાથી ઉત્પન્ન થતા ધ્વનીથી શરીરમાં જે ધ્રુજારી થાય છે. જેનાથી ઉચ્ચ કક્ષાનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને તે આપણા શરીરની નાડીઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

પૂર્ણ મહામૃયુંજય મંત્ર :-

ऊं हौं जूं सः ऊं भूर्भुवः स्वः ऊं त्र्यम्बદकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धકनान् मृत्यो र्मुक्षीय मामृतात् ऊं स्वः भुवः भूः ऊं सः जूं हौं ऊं

મહામૃયુંજય મંત્રનું આધ્યાત્મિક મહત્વ

તેની પાછળ માત્ર ધર્મ નથી, આખો સ્વર સિદ્ધાંત છે. તેને સંગીતનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. મહામૃયુંજય મંત્રનું આધ્યાત્મિક મહત્વની શરૂઆત ઓમથી થાય છે. લાંબા સ્વર અને ઊંડા શ્વાસ સાથે ઓમનો ઉચ્ચાર કરવામાં આવે છે. તેનાથી શરીરમાં રહેલા સૂર્ય અને ચંદ્ર નાડીઓમાં ધ્રુજારી થાય છે.

આપણા શરીરમાં રહેલા સપ્તચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. જેની અસર મંત્ર વાચવા વાળા સાથે મંત્ર સાંભળવા વાળાના શરીર ઉપર પણ અસર થાય છે. આ ચક્રોની ધ્રુજારીથી શરીરમાં શક્તિ આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ રીતે સ્વર અને શ્વાસના તાલમેલ સાથે જાપ કરવાથી બીમારીઓમાંથી જલ્દી મુક્તિ મળે છે.

વૈજ્ઞાનિક મહત્વ

મહામૃયુંજય મંત્રના દરેક અક્ષરનું વિશેષ મહત્વ અને વિશેષ અર્થ છે. દરેક અક્ષરના ઉચ્ચારણમાં જુદા જુદા પ્રકારના દવનીઓ નીકળતા રહે છે અને શરીરના વિશેષ અંગો અને નાડીઓમાં વિશેષ પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન કરે છે. આ ધ્રુજારી દ્વારા શરીરમાંથી ઉચ્ચ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત પ્રવાહમાંથી નીકળતા તરંગો વાતાવરણ અને આકાશીય તરંગો સાથે જોડાઈને માનસિક અને શારીરિક ઉર્જા આપે છે.

ધાર્મિક મહત્વ

આ મંત્ર ઋગ્દેવ અને યજુર્વેદમાં ભગવાન શિવજીની સ્તુતિમાં લખ્યું છે. તે ઉપરાંત પદ્મપુરાણ અને શિવપુરાણમાં પણ આ મહામંત્રનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવપુરાણ મુજબ આ મંત્રના જાપ કરવાથી લાંબુ આયુષ્ય, આરોગ્ય, સંપત્તિ, યશ અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. આ મંત્રના જાપ કરવાથી ૮ પ્રકારના દોષોનો પણ નાશ થાય છે. આ મહામંત્રથી કુંડળીના માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, ખરાબ સપના, ગર્ભનાશ, સંતાન સુખમાં અડચણ જેવા ઘણા પ્રકારના દોષોનો નાશ થાય છે.

પુરાણો મુજબ સમુદ્ર મંથન ઉપર દેવતાઓ અને અસુરોના યુદ્ધના સમયે શુક્રાચાર્યએ પોતાની યજ્ઞશાળામાં આ મહામૃયુંજય મંત્રના અનુષ્ઠાનનો ઉપયોગ દેવતાઓ દ્વારા મારી નાખવામાં આવેલા રાક્ષસોને જીવતા કરવા માટે કરવામાં આવ્યો હતો. એટલા માટે તેણે મૃત સંજીવનીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.