શરીરની સાઈઝ ઉપર ટીપ્પણીઓથી દુઃખી થઈ વિદ્યા બાલન, બોડી શેમીંગ ઉપર વાત કરતા કરતા રોવા માંડી

0
663

ફિલ્મોમાં પોતાના એક અલગ અભિનયથી ઓળખાણ ઉભી કરનારી હિરોઈન વિદ્યા બાલને વીતેલા દિવસોનો ખુલાસો કર્યો હતો કે એક સમયે તે પોતાના શરીરથી ઘણી નફરત કરતી હતી. વિદ્યા બાલને પોતાના શરીર માટે એટલી ટ્રોલ કરવામાં આવી કે તેને પોતાના શરીર સાથે નફરત થવા લાગી હતી. આ કિસ્સાને તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન શેર કર્યો હતો.

પરંતુ વિદ્યાએ હાર માની ન હતી અને બોલીવુડમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે સોશિયલ મીડિયા ઉપર વિદ્યાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિદ્યા રડતી જોવા મળી રહી છે. ખરેખર શું છે આ આખી ઘટના જાણો આ રીપોર્ટમાં.

વિદ્યા બાલમના બોડી શેમીંગ ઉપર એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોનું નામ છે ‘લેટ્સ ટોક અબાઉટ બોડી શામિંગ’ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે શરુઆતમાં હસતી એવી વિદ્યા અચાનકથી બોડી શેર્મિંગ ઉપર વાત કરતા રડવા લાગે છે. વિદ્યા વિડીયોમાં એક રેમ્પ દ્વારા પોતાની વાત કહેવાનો પ્રયાસ કરી રહી છે.

વિડીયો દ્વારા વિદ્યા બાલમ દરેકને એ મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ કોઈના પણ શરીરને જાડુ પાતળું, લાંબુ-ટૂંકું કે પછી રંગને લઈને ક્યારેય કોમેન્ટ ન કરવી જોઈએ અને ન તો એવી કોઈની મજાક પણ ઉડાડવી જોઈએ. વિડીયોમાં વિદ્યા કહે છે, ક્યારેય શરીરના આકાર ઉપર, ક્યારેય આંખોના આકાર ઉપર, ક્યારેય રંગ ઉપર, ક્યારેય કોઈ અંગ ઉપર ટીપ્પણી બનાવીને ચીડવવા શરમજનક વાત છે.

વિદ્યા આગળ કહે છે, મને અણસાર પણ નથી કે એમ કરવાથી કોઈના સેલ્ફ કોન્ફીડેંસને કેટલુ દુઃખ પહોચે છે. કોઈને ઘણું ખોટું લાગી શકે છે તમારી આ ટીખ્ખળ.. કોઈનો રંગ, રૂપ, આકાર અને વજનની મજાક ન ઉડાવો. ખરેખર દરેક માણસ અલગ છે. એટલા માટે તો દરેક માણસ ખાસ છે.

તે પહેલા એક ઈન્ટરવ્યુંમાં વિદ્યાએ બોડી શેર્મિંગ સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો હતો. વિદ્યાએ જણાવ્યું કે મને મારા પોતાના ઉપર પણ શંકા થવા લાગી હતી. મેં મારા શરીર સાથે લાંબી લડાઈ લડી છે. હું ઘણી ગુસ્સા વાળી હતી અને મારા શરીરથી નફરત પણ કરતી હતી.

વિદ્યાએ કહ્યું વજન ઓછું કર્યા પછી પણ જીવનમાં ઘણી વખત મેં અનુભવ્યું છે કે મને કોઈએ સંપૂર્ણ રીતે સ્વીકારી નથી અને એટલા માટે કોઈ બીજાની દ્રષ્ટીએ પોતાનામાં ફેરફાર લાવવાની કોઈ જરૂર નથી. વિદ્યાનું કહેવું છે કે લોકોના ટૂંકા વિચાર માટે તે જવાબદાર નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.