શરીરમાં આવી રહી છે ખંજવાળ, સુકાઈ રહી છે ત્વચા, તો તરત ડોક્ટરને દેખાડો, આ ગંભીર બીમારીના છે આ લક્ષણ.

0
2588

સામાન્ય રીતે દરેક લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા ઇચ્છતા હોય છે, અને તેના માટે અનેક પ્રકારની મહેનત પણ કરતા જ રહે છે, ઘણા કસરત ઉપર વધુ ધ્યાન આપે છે, તો ઘણા લોકો હંમેશા દેશી પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા રહે છે, અને પોતાને ફીટ રાખવા પ્રયાસ કરતા રહે છે, આજે અમે તમને એક એવા પ્રકારની બીમારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બીમારીને આપણે હંમેશા ધ્યાન બહાર કરતા રહીએ છીએ, અને આગળ જતા તે બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

સોરાયસીસ, ત્વચાની બીમારી છે. તેમાં ચામડી ઉપર મોટા પડ જામી જાય છે અને ત્વચા સુકાઈ જાય છે. તેમાં લાલ ધબ્બા પડી જાય છે. ત્વચા ઉપર ઘણી વધુ ખંજવાળ અને દુ:ખાવો થવા લાગે છે. યોગ્ય સમયે આ બીમારીનો ઈલાજ થઇ જાય તો ઠીક થઇ જાય છે. સોરાયસીસ ચેપી બીમારી નથી. તે ઘણા કારણોથી થઇ શકે છે. આ બીમારી જેનેટીક પણ હોય છે. તે ઉપરાંત મોટાભાગે પોષ્ટિક આહાર ન લેવા, સ્કીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ ન હોવો અને સ્કીનની સારી રીતે દેખરેખ ન કરવાને કારણે પણ સોરાયસીસ થાય છે.

આ બીમારીમાં ત્વચા ઉપર લાલ ધબ્બા પડી જાય છે અને ઘણી વખત લોહી પણ નીકળવા લાગે છે. ત્વચા સુકાઈ જાય છે. બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. સ્કીનનું પડ જાડુ થઇ જાય છે અને સોજો પણ આવી જાય છે. જો ચામડીમાં આવા પ્રકારના લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરને દેખાડો. આ બીમારી ગળાના ઇન્ફેકશન, સ્કીનની ઈજા, ઘસરકો, ઈજા, જીવડું કરડવા, તનાવ, સ્મોકિંગ અને વધુ દારુ પીવાથી પણ થઇ શકે છે.

જો તમે આ બીમારીથી પીડિત છો તો તમારે તમારા ખાવાપીવામાં પણ સુધારો કરવાની જરૂર હોય છે. ઓમેગા-૩ ફેટી એસીડનું સેવન કરવાથી સોરાયસીસ અને ખંજવાળમાં લાભ મળે છે. જેતુન અને સોયાનું તેલ, ફલેકસીડ અને મકાઈનો પુષ્કળ પ્રમાણમાં ઓમેગા-૩ ફેટી એસીડ મળી આવે છે. તેને તમારા ભોજનમાં સામેલ કરો. આ બીમારી થવાથી તરત ડોક્ટરની સલાહ લો અને તેનો ઈલાજ કરાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.