જો તમે પણ પોતાના શરીર પર બનાવ્યું છે ટેટુ, તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે ઘણી ગંભીર બીમારીઓ

0
1622

મિત્રો આજકાલ એક નવી ફેશન પુર ઝડપે આગળ વધી રહી છે, અને એ છે શરીર પર ટેટુ બનાવડાવવું. અને બીજાને જોઇને પોતાનામાં પણ એનો શોખ જાગે છે. તમે જોયું હશે કે, ઘણા બધા ફિલ્મી કલાકારો અને ખેલાડીઓ પોતાના શરીરના કોઇપણ ભાગમાં ટેટુ ખોદાવી લે છે. અંને એમને જોઈને એમના ચાહકો પર પણ ટેટુ ખોદાવવાનું ભૂત સવાર થઇ જાય છે.

અને આજકાલના યુવાનોમાં તો ટેટુ એક પ્રકારનું ફેશન આઇકન બની ગયુ છે. અને એક નાનકડા ટેટુ ખોદાવવાથી પણ આપણા શરીરને ઘણી તકલીફ સહન કરવી પડે છે, પણ લોકો આજકાલ તકલીફની ચિંતા કર્યા વગર પોતાના શરીરના જુદા જુદા ભાગ ઉપર ટેટુ ખોદાવી રહ્યા છે. એ પણ માત્ર લોકોને દેખાડવા ખાતર.

અને મિત્રો, જો તમે પણ પોતાના શરીરના કોઈ ભાગમાં ઉપર ટેટુ ખોદાવરાવ્યુ છે, કે પછી ટેટુ ખોદાવવાનું વિચારી રહ્યા છો, તો આ ખબર તમારા માટે ઘણી જરૂરી છે. જણાવી દઈએ કે, સુંદર દેખાવાની ઈચ્છામાં ટેટુ ખોદાવવાનો આ શોખ તમને ઘણો મોંઘો પડી શકે છે. ખાસ કરીને તેને બનાવતી વખતે જો જરૂરી સાવચેતીઓનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણા પ્રકારની ઘાતક બીમારીઓ પણ થઇ શકે છે, જેના વિષે તમે સપનામાં પણ ક્યારેય વિચાર્યુ નહી હોય.

આજના આ લેખ અમે તમને તેને કારણે થતી થોડી બીમારીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, અને સાથે જ ટેટુ ખોદાવતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિષે પણ જણાવીશું. તો આવો જાણીએ આજના આ ખાસ લેખમાં શું ખાસ છે.

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, ટેટુ બનાવવા માટે કેડિયમ, ક્રોમિયમ, નિકલ અને ટાઈટેનીયમ જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી ત્વચા ઘણી નાજુક હોય છે, તેવામાં જો થોડી પણ ભૂલ થાય, તો તે ઇન્ફેકશનનું કારણ બની શકે છે. ટેટુથી એલર્જીને કારણે ત્વચા ઉપર બળતરા, સોજો અને દુ:ખાવા જેવી સમસ્યા થઇ જાય છે.

અને એ પણ જણાવી દઈએ કે, ઘણા બધા ડોકટરો પણ એવું માને છે, કે શરીર પર ટેટુ બનાવવું સલામત નથી. મિત્રો ટેટુ બનાવતી વખતે એક વિશેષ ડીઝાઈનની સોયનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો ભૂલથી એક વ્યક્તિ ઉપર ઉપયોગ કરાયેલી સોયનો બીજા વ્યક્તિ ઉપર ઉપયોગ કરવામાં આવે, તો તે વ્યક્તિને એચઆઈવીનો ભય થઇ શકે છે, અને તેના સૌથી ખતરનાક રોગ એઇડ્સ થવાની શક્યતા વધી જાય છે. જયારે જુની સોયનો ઉપયોગ કરવાથી હેપેટાઈટીસ થવાની પણ શક્યતા રહે છે.

આટલું વાંચ્યા પછી તમને એ તો ખબર પડી ગઈ હશે કે, ટેટુ પડાવવાથી કેટલા ખતરનાક રોગ થઇ શકે છે. અને માત્ર રોગ જ નહિ ટેટુ બીજા પણ ઘણા પ્રકારે મુશ્કેલીનું કારણ બની શકે છે. ખાસ કરીને જો તમે તમારા શરીર ઉપર ટેટુ ખોદાવ્યું છે, તો તમે સેના જ નહિ, પણ બીજા ફોર્સમાં પણ ભરતી નથી થઇ શકતા. સેના ઉપરાંત નેવી, એયરફોર્સ અને પોલીસમાં પણ ટેટુ ઉપર પ્રતિબંધ છે.

એટલે કે તમારો ટેટુ બનાવરાવાનો આ શોખ તમારી નોકરીમાં પણ અડચણ બની શકે છે. એટલા માટે જો તમે લશ્કર કે કોઈ ફોર્સમાં ભરતી થવા માંગો છો, તો તમારે તમારા શરીરના કોઈપણ અંગ ઉપર ટેટુ ખોદાવવાથી દુર રહેવું જોઈએ. જો કે થોડાક ટેટુ ડિઝાઈનરોનું પણ એવું માનવું છે કે, સાવચેતી રાખવામાં આવે તો ટેટુથી કોઈ બીમારી થતી નથી.

આ સાવચેતીઓ કઈ કઈ છે તે પણ તમને જણાવતા જઈએ,

1. જયારે પણ તમે ટેટુ બનાવરાવો તો સારા પ્રોફેશનલ ટેટુ નિષ્ણાંત પાસે જ જાવ. કારણ કે પ્રોફેશનલ ટેટુ નિષ્ણાંતથી ભૂલ થવાની શક્યતા ઘણી ઓછી થાય છે.

2. ટેટુ બનાવતા સમયે એ વાતનું પણ ધ્યાન રાખો કે, ટેટુ બનાવવા વાળાએ પોતાના હાથમાં ગલબ્ઝ પહેર્યા છે કે નહિ.

3. તેમજ એ વાતનું પણ ધ્યાન રાખવું કે, તે નવી સોયની જગ્યાએ ક્યાંક જૂની સોયનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? જો તમને થોડી પણ શંકા જાય તો તરત તેને ના કહી દો.

4. આ બધા ઉપરાંત તમે શરીરના એવા ભાગ ઉપર ટેટુ ન બનાવરાવો જ્યાં સોજો હોય, તો તમે આ વાતોનું ધ્યાન રાખીને મોટા ખતરાથી બચી શકો છો.