પુરુષો આ ખાસ વાંચે : શરીરની કમજોરી દૂર કરવાના 4 સૌથી સરળ ઉપાય

0
3330

મિત્રો માનવ વિકાસની સાથે સાથે બીમારીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. તેમજ પ્રદુષણ વાળું વાતાવરણ, ખોટું ખાન-પાન અને અયોગ્ય રહેણી-કરણીને કારણે ઘણા લોકો અંદરથી બિમાર હોય છે. આ બધા કારણોને લીધે જ મોટાભાગના પુરુષો શારીરિક કમજોરીની સમસ્યાથી પરેશાન છે. અને શરમના માર્યા એવા લોકો આ વાત કોઈને જણાવતા પણ નથી, જેના કારણે તે અંદરથી હંમેશા તણાવમાં રહે છે.

જણાવી દઈએ કે, ભારતના ઘણા યુવાન અને વૃદ્ધ લોકો આ રીતની કમજોરીનો સામનો કરી રહ્યા છે. જો તમને પણ શારીરિક કમજોરીનો અનુભવ થઇ રહ્યો છે. તો આ પોસ્ટ તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. કારણ કે આજે અમે તમને શારીરિક કમજોરી દૂર કરવાના ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છે. આ ઉપાયો ખુબ સરળ અને કારગર છે. અને આ ઉપાયોની સૌથી સારી વાત આ છે કે, આની કોઈ આડ અસર નથી, અને આનું સેવન પણ ખુબ સરળ છે.

આમ તો પુરુષોની શારીરિક કમજોરી દૂર કરવા માટેના ઘણા બધા ઉપાય છે. પરંતુ તેમાંથી કેટલાક ઉપાય કારગર છે. જે આજે તમને અહીં જાણવા મળશે. ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો શારીરિક કમજોરી દૂર કરવા માટે અંગ્રેજી દવાઓથી લઈને નીમ-હકીમ સુધી બધા પ્રયાસ કરી લે છે. પણ આ બધું કરવાથી પણ એમને કોઈ ફાયદા થતા નથી. પણ આજે અમે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેનાથી તમારા શરીરની કમજોરી હંમેશા માટે દૂર થઇ જશે, અને તમારું શરીર ખુબ સ્વસ્થ થઇ જશે.

પુરુષોની કમજોરી દૂર કરવાના ઉપાય :

ખજૂર :

જાણકારી માટે જણાવી દઈએ કે, ખજૂરમાં ઘણા એવા તત્વ રહેલા હોય છે. જે આપણા શરીરને તાકાત અને ભરપૂર માત્રામાં એનર્જી આપે છે. દરરોજ 4 થી 5 ખજૂર ખાઈને એક ગ્લાસ દૂધ પીવાથી શારીરિક કમજોરી દૂર થઇ જાય છે.

અખરોટ :

એ ઉપરાંત દરરોજ સવારના સમયે 8 અખરોટ, 4 બદામ અને 10 સૂકી દ્રાક્ષ ખાઈને દૂધ પીવાથી વૃદ્ધાવસ્થાની નિર્બળતા પણ દૂર થઇ જાય છે.

પુનર્નવા :

શારીરિક નબળાઈ દુર કરવાં માટે આ ઉપાય પણ ઉત્તમ છે. એના માટે પુનર્નવાના પાંદડાંના 100 ગ્રામ સ્વરસમાં 200 ગ્રામ મિશ્રીનું ચૂર્ણ અને 12 ગ્રામ લાંબા મરીનું ચૂર્ણ મિક્ષ કરીને ઉકાળો. પછી એની ચાસણી જાડી થઇ જવા પર તેને ઉતારીને ગાળીને શીશીમાં ભરી લો.

હવે આ શરબતને 4 થી 10 ટીપાની માત્રામાં (ઉંમર આનુસાર) રોગી બાળકને દિવસમાં ત્રણથી ચાર વાર ચટાવો. પૌરુષ કમજોરી, ખાંસી, શ્વાસ, ફેફસાની વિકૃતિઓ, ખુબ લાળ વહેવી, લીવર વૃદ્ધિ, શરદી-ખાંસી, લીલા-પીળા ઝાડા, ઉલ્ટી આને બાળકોની અન્ય બીમારીમાં બાળ-વિકારશામક ઔષધિ કલ્પના રૂપમાં આનો ઉપયોગ ખુબ લાભપ્રદ છે.

અંકુરિત ચણા :

મિત્રો આ સમસ્યા માટે ચણા પણ ઉત્તમ ઔષધી ગણાય છે. અને એ તમને સરળતાથી કોઈ પણ દુકાનમાં મળી જશે. દરરોજ સવારે ચણામાં પાણી નાખીને તેને ફૂલાવા માટે છોડી દો. રાત્રે ચણા ફુલાઈ ગયા પછી એક કપડામાં બાંધીને રાખી દો. બીજી સવારે તે ચણાને ગોળની સાથે ખાવો. થોડા દિવસોમાં તમારા શરીરથી કમજોરી હંમેશા માટે દૂર થઇ જશે.

કિશમિશ (સુકી દ્રાક્ષ) :

આ સમસ્યા દુર કરવાં માટે સવારના સમયે લગભગ 25 થી 30 સુકી દ્રાક્ષને ગરમ પાણીમાં ધોઈને સાફ કરી એને કાચા દૂધમાં નાખી દો. અડધા કે એક કલાક પછી એને દૂધની સાથે ગરમ કરીને ખાઓ અને ઉપરથી દૂધ પી લો. આનાથી શરીરમાં લોહી વધે છે, ઠંડક ઠૂર થાય છે, જૂની બીમારી, વધારે કમજોરી, યકૃત, લીવરની ખરાબી અને અપચોને દૂર થાય છે.

અંજીર :

મિત્રો તમે અંજીરનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે સૂકા અંજીરના ટુકડા અને છોલેલી બદામને ગરમ પાણીમાં ઉકાળો. પછી એને સુકવીને એમાં દાણાવાળી ખાંડ, પીસેલી ઈલાયચી, ચિરોંજી, પિસ્તા બરાબર માત્રામાં મિક્ષ કરીને 8 દિવસ સુધી ગાયના ઘીમાં મૂકી રાખો. પછી દરરોજ સવારે 20 ગ્રામ જેટલું સેવન કરો. નાના બાળકોની શારીરિક શક્તિ માટે આ ઔષધિ ખુબ હિતકારક છે.

આ ન થઈ શકે તો પાકેલા અંજીરને બરાબર માત્રામાં વરિયાળી સાથે ચાવી-ચાવીને સેવન કરો. આનું ફક્ત 40 દિવસ સુધી નિયમિત સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થઇ જશે.

શેકેલા લસણ :

જણાવી દઈએ કે રિસર્ચમાં આ પણ જોવા મળ્યું છે કે, શેકેલા લસણ તમારા માટે શિલાજિતનું પણ કામ કરે છે. આમાં એલિસિન હોય છે. આનાથી હાર્મોન્સ લેવલ બેલેન્સ થઇ જાય છે. આ રીતે તમે શારીરિક કમજોરીથી પણ બચી શકો છો ઘણા લોકોની આવી ફરિયાદ રહે છે. એટલા માટે એવા લોકોએ દરરોજ શેકેલા લસણની કળીનું સેવન કરવું ફાયદાકારક જણાવ્યું છે.

ખારેક :

કમજોરી દૂર કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે ખારેક. એના માટે ખારેકને દૂધમાં ઉકાળીને દરરોજ સવાર-સાંજ બે-બે ચમચી સેવન કરો.

આંબળાનો મુરબ્બો :

આબલામાં તે બધા પોષ્ટીક તત્વ રહેલા છે, જે આપણા શરીરમાં ભરપૂર માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. સાથે જ દરરોજ સવારે ખાલી પેટ એક આંબળાનો મુરબ્બો ખાવાથી શરીર શક્તિશાળી અને એનર્જેટિક બની જાય છે.

વડનું ફળ (ટેટા) :

મિત્રો આ સમસ્યાથી છુટકારો મેળવવા વડના ફળ જેને ટેટા કહેવામાં આવે છે, એ પણ ઉપયોગી છે. એના માટે ટેટાને છાંયડામાં સૂકવીને એનું ચૂર્ણ બનાવી નાખો. ગાયના દૂધની સાથે આ 1 ચમચી ચૂર્ણ ખાવાથી કમજોર શરીર શક્તિશાળી બને છે. અથવા 1 ભાગ વડના મુલાયમ પાંદડા, 1 ભાગ ગિલરની છાલ અને 2 ભાગ સાકર મિક્ષ કરીને ચૂર્ણ બનાવી નાખો. 21 દિવસ સુધી 10 ગ્રામ ચૂર્ણ દરરોજ દૂધની સાથે ખાવાથી શારીરિક કમજોરી સમાપ્ત થાય છે.

અથવા તો વડના ઝાડના ફળને સૂકવીને એનો બારીક પાઉડર કરીને એને સાકરના બારીક પાઉડરમાં મિક્ષ કરો. દરરોજ સવારે આ પાઉડરને 6 ગ્રામની માત્રામાં દૂધની સાથે સેવનથી દરેક પ્રકારની શારીરિક કમજોરી દૂર થાય છે, વૈવાહિક જીવનથી જોડાયેલા બધા રોગ દૂર થઇ જાય છે. આ ઉપચાર પુરુષો માટે કારગર અને પ્રભાવી છે.