જો તમને પણ શરદી ઉધરસ રહેતી હોય, તો ફકત ૪-૫ દિવસ આ રસ પીવો, ખુબ જ અસરકારક છે

0
9781

શિયાળાની ઠંડી લોકોને ઘણી ગમે છે. પણ શિયાળામાં ઘણા લોકોની શરદી અને ઉધરસની ખુબ જ વધારે સમસ્યા રહેતી હોય છે. તો એવા સમયે તમે કોઈ ઘરેલું આયુર્વેદિક ઉપાય ઘરે જાતે બનાવી અને એને લઇ શકો છો, જે તમને રાહત અપાવે. તો આજે અમે તમને એવો જ એક ઉપાય જાણવવાના છીએ. આ ઘરેલું ઉપચાર તમે ખુબ સરળ રીતે બનાવી શકો છો. અને એને બનાવવું અને એનું સેવન કરવું ખુબ જ સરળ છે. આ તમે નાના બાળકોને પણ આપી શકો છો અને મોટા પણ લઈ શકે છે. તો ચાલો એને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ. તમે આ બનાવવા માટે નીચે રહેલા વિડીયોમાં પણ જોઇને તેના દ્વારા પણ શીખી શકો છો.

જરૂરી સામગ્રી :

25 થી 30 તુલસીના પાન

આદુ

1/2 નાની ચમચી અજમો

બનાવવાની રીત :

આ રસ બનાવવા માટે સૌથી પહેલા આપણે તુલસીના પાનને ધોઈ લેવાના છે. અને આદુ અજમો અને તુલસીના પાનને ક્રશ કરી નાખવાના છે. એક મીક્ષરનું જાર લઈને સૌથી પહેલા અજમો એડ કરવાનો છે. ત્યારબાદ તુલસીના પાંદડા એડ કરી દેવાના છે. જે આદુ લીધું હોય એમાંથી 2 ઇંચ જેટલું આદુ લઇ લેવાનો છે અને તેને નાના ટુકડા કરી મીક્ષરના જારમાં એડ કરી લેવાના છે.

ધ્યાન રાખો કે પહેલા એને પાણી વગર ક્રશ કરી લેવાનું છે. એક વાર એને મિક્ષ કરી લો, હવે એમાં ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. ફરીથી એને ક્રશ કરી લેવાનું છે. ક્રશ થઇ ગયા બાદ એને ગાળી લેવાનું છે. સરસ એને મિક્સ કરી લો. જેથી બધો એનો કસ આવી જાય.

હવે અમે તમને જણાવીએ કે એનો ઉપયોગ કેવી રીતે કરવો. એક બાઉલમાં 1/2 નાની ચમચી હળદર લેવાની છે. 1 નાની ચમચી મધ, જે માપવાની ચમચી આવે છે જેમાં મોટી ચમચી હોય તેને જે રસ બનાવ્યું હોય તેમાંથી 2 મોટી ચમચી રસ એમાં એડ કરી દેવાનો છે. જો આઠ વર્ષથી નાના બાળકોને લેવાનું હોય તો 1 મોટી ચમચી લેવાનું છે. હવે એને સરસ રીતે મિક્ષ કરી લો. હળદળ અને મધ સરસ રીતે મિક્ષ થઇ જવું જોઈએ. હવે આ ઘરેલું ઉપચાર વાળો રસ પીવા માટે તૈયાર છે. આને સવાર-બોપર-સાંજ એમ દિવસમાં ત્રણ વખત લેવાનું છે.

સારી અસર મેળવવા માટે આને સતત ચાર દિવસ લેવાનું છે. અને તેને જો ભૂલ્યા વગર તમે સતત 4 દિવસ અને દિવસમાં 3 વાર લેશો, તો તમેને શરદી અને ઉધરસમાં 90 થી 95 ટકા રાહત થઇ જતી હોય છે, અને આને ભૂલ્યા વગર લેવાનું છે. જો તમારી પાસે સમય ન હોય તો તમારે સવારે બનાવી લેવાનું છે, અને જયારે તમે એને પીવો છો તો એ સમય હળદળ અને મધ એડ કરવાનું છે. અને ધ્યાન રહે કે હળદળ અને મધ પહેલાથી મિક્ષ ન કરી રાખતા. જયારે તમે એને પીવાના હોવ ત્યારે જ તમે એમાં હળદળ અને મધ મિક્ષ કરીને પીવાનું છે. જેથી એ વધારે સારું રહે છે. જો તમે મધ એડ કરવા નથી માંગતા તો તમે ગોળ પણ એડ કરી શકો છો.

વિડીયો :