શરમજનક : બાળકના જન્મ પછી પ્રસૂતાને માર્યા થપ્પડ કારણ જાણીને કહેશો આ લોકોમાં મગજ છે કે વેચી માર્યું.

0
8276

એક ખાનગી હોસ્પિટલમાં શરમજનક ઘટના :-

ખાનગી હોસ્પિટલમાં પ્રસુતા સાથે શરમજનક બાબત સામે આવી છે. પરિવારનો આરોપ છે, સ્ટાફે પ્રસુતાને ઝાપટ મારી કહ્યું, એટલું બધું શા માટે ખાધું કે બાળક ૪.૫ કિલોનું થઇ ગયું. બેદરકારીથી બાળકની હાલત બગડી અને બીજી હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયુ. કુટુંબીજનોએ પોલીસમાં ફરિયાદ કરી છે.

સંમતી નગરના રહેવાસી નેહા પતિ સાવન સારડાના કુટુંબીજનો ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજમોહલ્લાની ખાનગી હોસ્પિટલ લઇ ગયા. કુટુંબી રૂપક શર્માએ જણાવ્યું, અહિયાં ઘણા લાંબા સમય સુધી કોઈ તપાસવા આવ્યા ન હતા. બે કલાક પછી ૧૬ ઇન્જેક્શન આપી દીધા. દુઃખાવો બંધ ન થયો તો સ્ટાફને જ ડીલીવરી માટે લેવામાં આવ્યા. ૯ મહિનાથી ડો. વંદના તિવારી પાસે ઈલાજ કરાવી રહ્યા હતા. તેને બોલાવીને સીજેરિયન ડીલીવરી કરવાનું કહેવામાં આવ્યું તો નર્સોએ થપાટ મારી અને કહ્યું, એટલું બધું કેમ ખાધું કે બાળક ૪.૫ કિલોનું થઇ ગયું.

ડીલીવરી પછી પતિને નર્સે જણાવ્યું, બાળકના શ્વાસ તો ચાલી રહ્યા છે. પરંતુ હલન ચલન નથી કરી રહ્યું. તેને બીજી હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડો. ઝફર પઠાણે જણાવ્યું, ડીલીવરીમાં સમય બગડી જવા અને બેદરકારીથી તકલીફ ઉભી થઇ છે. બાળકને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યું. શુક્રવારે તેનું મૃત્યુ થઇ ગયું.

ફોન ઉપર ડીલીવરી કરાવવાની ફરિયાદ :-

ડો. તિવારી વિરુદ્ધ બે દિવસ પહેલા કુમ્હારખાડીની મોના ચોહાણે પણ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમનો આરોપ છે, ૬ જુલાઈના રોજ દુઃખાવો થવાથી હોસ્પિટલ લાવ્યા. નર્સોએ ફોન ઉપર ડોક્ટર સાથે વાત કરી ઈલાજ શરુ કરી દીધો. સમયસર ડીલીવરી ન થવાથી બાળકનું ગર્ભાશયમાં મૃત્યુ થઇ ગયું.

હોસ્પિટલમાં રેફર કર્યા :-

કુટુંબીજનોની સમંતિથી નોર્મલ ડીલીવરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ રીપોર્ટ નોર્મલ હતા. ૧૧ વાગ્યે દર્દીને દાખલ કર્યા અને ૨.૩૦ વાગ્યે સામાન્ય ડીલીવરી કરવામાં આવી. બાળ રોગ નિષ્ણાંત ડો. ભરત જાદમે તપાસ કર્યા પછી બાળકને વેન્ટીલેટર ઉપર રાખવા માટે એનઆઈસીયુ વાળી હોસ્પિટલમાં રેફર કર્યા. પ્રસુતિ દરમિયાન મારઝૂડ અને અભદ્રતાની જાણકારી મને નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.