30 ઓક્ટોબરે છે શરદ પૂર્ણિમા, આ દિવસે ચંદ્ર દર્શનથી દૂર થાય છે દરિદ્રતા.

0
211

ચંદ્ર દર્શનથી દૂર થાય છે દરિદ્રતા, જાણો શરદપુનમના મહત્વની સાથે શુભ મુહૂર્ત. શાસ્ત્રોમાં દર મહિને આવતી પૂનમ અને અમાસની તિથિને વિશેષ લાભદાયક માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આષો માસના સુદ પક્ષની પૂનમનું નામ શરદ પૂનમ રાખવામાં આવ્યું છે. શરદ ઋતુની શરૂઆતને કારણે આ પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમને આખા વર્ષની બધી પુનમમાં વિશેષ માનવામાં આવે છે. આ વખતની શરદ પૂર્ણિમા કે જેને કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવે છે, તે 30 ઓક્ટોબરના રોજ છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેની બધી 16 કળાઓથી સુશોભિત હોય છે, અને પૃથ્વી ઉપર અમૃત વરસાવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનાં કિરણો અમૃત જેવા હોય છે. આ દિવસે રાત્રે દૂધપૌંઆ બનાવ્યા પછી તેને ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ સવારે તેને પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે રોગોથી મુક્તિ અપાવે છે અને વ્યક્તિનું આયુષ્ય વધારે છે.

શરદ પૂનમનું મહત્વ : જ્યારે ચંદ્રના કિરણો છોડ અને વનસ્પતિ ઉપર પડે છે, ત્યારે તેમાં અમૃતનો સંચાર થાય છે. તેથી જ આ દિવસે ખીર બનાવવાની તેને મધ્યરાત્રિમાં ખુલ્લા આકાશની નીચે રાખવાની પ્રથા છે. રાત્રે ચંદ્રના કિરણોમાંથી નીકળેલ અમૃત વર્ષાને કારણે તે ખીર પણ અમૃત બની જાય છે. તેમાં ચંદ્રથી પેદા થયેલા દોષની શાંતિ અને આરોગ્ય પ્રદાન કરવાની ક્ષમતા જાતે જ આવી જાય છે. આ પ્રસાદ લેવાથી પ્રાણીને માનસિક મુશ્કેલીઓથી મુક્તિ મળી જાય છે.

એવું પણ માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે, અને તે ઘરે ઘરે જઈને બધાને વરદાન આપે છે. પરંતુ જે લોકો દરવાજો બંધ કરીને સૂઈ રહ્યા છે, લક્ષ્મીજી તેમના દરવાજા પરથી પાછા ફરી જાય છે. તેથી જ શાસ્ત્રોમાં આ પૂનમને જાગર વ્રત એટલે કે કોણ જાગે છે વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસે કરેલી લક્ષ્મી પૂજા બધા દેવામાંથી મુક્ત અપાવે છે. તેથી શરદ પૂનમને દેવા મુક્ત પૂનમ પણ કહેવામાં આવે છે.

શરદ પૂર્ણિમા તિથિ :

પૂનમ તિથિ શરૂઆત – 30 ઓક્ટોબરે સાંજે 5 વાગીને 47 મિનિટથી,

પૂનમ તિથિ સમાપ્તિ – 31 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 21 મિનિટ પર.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.