શનિદેવનું પ્રાચીન મંદિર જ્યાં દર્શન માત્રથી કષ્ટ થઈ જાય છે દૂર, પરિક્રમાથી ઈચ્છાઓ થાય છે પુરી.

0
1844

શનિદેવ પ્રત્યે લોકોના મનમાં ડર સ્પષ્ટ જોઈ શકાય છે. દરેક વ્યક્તિ શનિદેવની ખરાબ અસરથી બચવા માંગે છે, એવું કહેવામાં આવે છે કે જો શનિદેવની ખરાબ અસર કોઈ વ્યક્તિ ઉપર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે, હંમેશા લોકો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શની મંદિરોમાં જાય છે અને શનિદેવની પૂજા અર્ચના કરે છે.

આમ તો જોવામાં આવે તો આપણા દેશમાં શનિદેવના ઘણા પ્રસિદ્ધ મંદિર રહેલા છે અને આ મંદિરોની પોતાની કોઈને કોઈ વિશેષતા જરૂર છે, જેને કારણે જ તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, આજે અમે તમને શનિદેવના એક એવા પ્રાચીન મંદિર વિષે જાણકારી આપવાના છીએ જે મંદીરની અંદર દર્શન માત્રથી જ ભક્તોની તમામ મુશ્કેલીઓ દુર થઇ જાય છે, એવું કહેવામાં આવે છે કે અહિયાં પરિક્રમા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

એટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણજીએ કોયલ બનીને આ સ્થળ ઉપર શનિદેવને દર્શન આપ્યા હતા અને શનિદેવને એ વરદાન આપ્યું હતું કે જે વ્યકિત કોકિલાવનની શ્રદ્ધા અને ભક્તિ સાથે પરિક્રમા કરે છે, તો તેમના તમામ દુઃખ દુર થશે.

અમે તમને શનિદેવના જે પ્રાચીન મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ તે ઉત્તર પ્રદેશના મથુરાના કોસીકલા ગામની પાસે આવેલું છે, શનિદેવનું આ સ્થળ ઘણું જ પ્રસિદ્ધ માનવામાં આવે છે, શનિદેવનું આ પ્રાચીન મંદિર કોકિલાવન ધાર્મિક સ્થળ મથુરા શહેરના નંદ ગામમાં બનેલું છે, માન્યતા મુજબ દ્વાપર યુગમાં શની મહારાજે પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણજીના બાળ સ્વરૂપે દર્શન કરવા માટે નંદ ગામમાં આવ્યા હતા.

ત્યારે શનિદેવે નંદ બાબાને અટકાવી દીધા હતા કેમ કે તેમની ખરાબ દ્રષ્ટિથી તે ડરી ગયા હતા, ત્યારે શનિદેવને ઘણું દુઃખ થયું, દુઃખી શનિદેવને સાંત્વના આપવા માટે ભગવાન કૃષ્ણજીએ સંદેશ આપ્યો કે હતો કે તે નંદ ગામની નજીક વનમાં તેમનું તપ કરે, તેઓ તેમને દર્શન ત્યાં જ પ્રગટ થઈને આપશે, ત્યારે શનિદેવે આ સ્થળ ઉપર તપ કર્યું હતું, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણજીએ કોયલ રૂપ ધારણ કર્યું હતું અને શનિદેવે દર્શન આપ્યા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ શનિદેવને એ આજ્ઞા આપી હતી કે તે કોકિલાવન ધામમાં જ રહેશે, તે કારણ છે કે આ સ્થળનું નામ કોકિલાવન પડ્યું છે.

જયારે ભગવાન કૃષ્ણજીએ શનિદેવના દર્શન કર્યા ત્યારે કૃષ્ણજીએ શનિદેવને એવા આશીર્વાદ પણ આપ્યા હતા કે તે એ સ્થળ ઉપર બિરાજમાન થઇ જાય, જે વ્યક્તિ આ સ્થળ ઉપર આવીને દર્શન કરશે તેની ઉપર શનીની ખરાબ દ્રષ્ટિ નહિ પડે અને તે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઇ જશે, શનિદેવે ભગવાન કૃષ્ણજીને પણ તેમની સાથે રહેવાનું વચન આપ્યું હતું, ત્યારથી શનિદેવ મહારાજને ડાબી તરફ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સાથે બિરાજમાન છે.

તે સ્થળ ઉપર ભક્ત પોતાની તકલીફો લઈને શનિદેવ પાસે આવે છે અને શનિદેવ પણ તેમના તમામ દુઃખ દુર કરે છે. તે સ્થળને લઈને એવું કહેવામાં આવે છે અહિયાં જે પણ વ્યક્તિ પોતાના મનમાં કોઈ ઈચ્છા લઈને આવે છે તો તેમની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. આ સ્થળ ઉપર લોકો ઘણી આશાઓ સાથે શનિવારે દુર દુરથી મોટી સંખ્યામાં આવે છે, અને શનિદેવ પાસે પોતાના મનની ઈચ્છા પૂરી કરવાની પ્રાર્થના કરે છે.

શનિવારના દિવસે અહિયાં ઘણી ભીડ રહે છે, દેશ જ નહિ પરંતુ પરંતુ વિદેશો માંથી શનિદેવના દર્શન કરવા માટે ભક્ત આવે છે, કોકિલાવન ધામની પરિક્રમા કર્યા પછી સૂર્ય કુંડમાં સ્નાન કરવામાં આવે છે, ત્યાર પછી શનિદેવની મૂર્તિ ઉપર તેલ અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.