શનિદેવને સરસિયાનું તેલ કેમ ચડાવવામાં આવે છે.

0
1473

૩ જુને શની જયંતિ હતી. હુંદુ પંચાંગ મુજબ જેઠ મહિનાની અમાસ વખતે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. જ્યોતિષમાં શનીને તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન મળેલું છે. કુંડલીમાં શનિદોષ દુર કરવા અને શનિની કૃપા મેળવવા માટે લોકો શનિવાર, અમાસ અને શની જયંતિ ઉપર તેલ ચડાવવામાં આવે છે.

શનિદેવને તેલ ચડાવવાની પરંપરા ઘણી જૂની છે. એવું કહેવામાં આવે છે જે વ્યક્તિ શનિદેવને સરસીયાનું તેલ ચડાવે છે તેને તમામ તકલીફો માંથી છુટકારો મળી જાય છે. શનિદેવને સરસીયાનું તેલ ચડાવવા પાછળ જ્યોતિષ અને ધાર્મિક માન્યતા જોડાયેલી છે.

તેલ ચડાવવાનો જ્યોતિષ સાથે સંબંધ :-

જ્યોતિષ મુજબ તમામ ૯ ગ્રહનો સંબંધ માણસના શરીરના જુદા જુદા અંગો સાથે હોય છે. શરીરના દરેક અંગના કારક જુદા જુદા ગ્રહ હોય છે. શની ગ્રહ, સ્કીન, દાંત, કાન, હાડકા અને ગોઠણોના કારક ગ્રહ છે. કુંડળીમાં શનિનું અશુભ હોવાથી શરીરના અંગો ઉપર બીમારીઓ ઘર કરી જાય છે. શનિને શનિવારના દિવસે તેલ અર્પણ કરવા અને શરીર ઉપર સરસીયાના તેલનું માલીશ કરવાથી ફાયદો મળે છે.

શની જયંતી વખતે શનીદોષ નિવારણ પૂજા :-

તેલ અર્પણ કરવાની ધાર્મિક માન્યતા

શનિદેવને સરસીયાનું તેલ ચડાવવા પાછળ એક પ્રચલિત કથા છે. જે મુજબ એક વખત શનિદેવને પોતાની શક્તિ ઉપર અભિમાન આવી ગયું હતું. શનિદેવ દરેક ઉપર પોતાની અશુભ દ્રષ્ટિ નાખવા લાગ્યા હતા. પોતાની શક્તિના અહંકારથી તેમણે હનુમાનજીને યુદ્ધ માટે પડકાર્યા હતા.

પરંતુ તે સમયે હનુમાનજી પોતાના પ્રભુ રામની સેવા ભક્તિમાં લીન હતા. તેમણે યુદ્ધ ન કરવા કહ્યું. પરંતુ શનિદેવ માન્યા નહિ અને ફરી વખત યુદ્ધ માટે પડકાર્યા. ના કહેવા છતાં પણ જયારે શનિદેવ માન્યા નહિ, તો હનુમાનજીએ શનિદેવને પોતાની પૂંછડીમાં બાંધીને ખરાબ રીતે હરાવી દીધા.

ત્યાર પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો. યુદ્ધમાં હનુમાનજી સાથે યુદ્ધ કરવાથી તેમનું શરીર ખરાબ રીતે ઈજા થવાથી છોલાઈ ગયું હતું. શનીએ હનુમાન પાસે માફી માગવાથી હનુમાનજીએ શનીના શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું. તેલ લગાવતા જ શનિદેવનો દુઃખાવો દુર થઇ ગયો. ત્યારથી શનિદેવને તેલ અપર્ણ કરવાની પરંપરા શરુ થઇ. શનિદેવે હનુમાનજી પાસે માફી માગીને એ વચન આપ્યું કે જે ભક્ત તમારી પૂજા કરશે તેની ઉપર શનીદોષ નહિ લાગે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.