શનિદેવની આરતી પુરી થતા જ બોલો આ 3 મંત્ર, દુઃખ અને સમસ્યા અડી પણ નહિ શકે

0
736

દુઃખ અને સમસ્યા આ બંને એવી વસ્તુ છે જે બધાના જીવનમાં આવે છે. જો આજે કોઈ સુખી અને ખુશ છે તો પણ તે વધારે દિવસ સુધી રહેતો નથી. તેમના જીવનમાં દુઃખ ક્યારેકને ક્યારેક આવે જ છે. કેટલાક લોકો એટલા ખરાબ નસીબ વાળા હોય છે કે, તેમના જીવનમાં દુઃખ જવાનું નામ લેતું નથી.

એવામાં આનાથી છુટકારો મેળવવાનો બસ એક રીત બચી છે કે તમે ભગવાનના શરણમાં જાવ. ભગવાન તમારા દુઃખ સમાપ્ત કરવામાં એક્સપર્ટ છે. આમ તો બધા દેવતાઓ પાસે પોતાની એક વિશેષ શક્તિ હોય છે, પરંતુ જયારે વાત શનિદેવની આવે છે તો તેમની શક્તિ અસીમ હોય છે.

શનિદેવનું નામ સાંભળતા જ ઘણી વખત લોકો ગભરાય જાય છે. તેમને લાગે છે જો શનિદેવને ગુસ્સો અપાવી દીધો તો આપણા ઉપર સાડાસાતી છવાઈ જાય છે. પણ ઘણા ઓછા જ લોકો આ જાણે છે કે, શનિદેવનો ગુસ્સો જેટલો ખતરનાક છે તેનાથી ઘણો વધારે અસરદાર તેમનો આશીર્વાદ છે.

જો તમે શનિદેવને પ્રસન્ન કરી દીધા તો તમે તેમની કૃપા મેળવી શકો છો. અને એક વખત શનિદેવ જેમના ઉપર પોતાનો હાથ રાખે છે, તેમને મુસીબત અડી પણ શક્તિ નથી. હવે સવાલ એ આવે છે કે એવું તે શું કરવામાં આવે? કે શનિદેવ પ્રસન્ન થઇ જાય અને તમને આશીર્વાદ આપી દે.

તેના માટે આજે અમે તમને શનિદેવના એક ખાસ ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય પ્રમાણે તમારે શનિદેવની આરતી પછી 3 ખાસ મંત્રોનો જાપ કરવો પડશે. તેના માટે તમે શનિવારના દિવસ સ્નાન કરીને કાળા રંગના વસ્ત્ર પહેરી લો. એ પછી શનિદેવની સામે તેલનો દીવો પ્રગટાવો. હવે શનિદેવની વિધિ પૂર્વક આરતી કરો. આરતી જેવી જ સમાપ્ત થઇ જાય, તો તેને ફરાવતા જ આ 3 શનિ મંત્રોનો જાપ કરો.

1. ॐ शं शनैश्चराय नम:

2. ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु ‍पीतये। शं यो‍रभि स्रवन्तु न

3. ऊँ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:

આ મંત્ર તમારે ઓછામાં ઓછું એક વખત બોલવાનો છે. પણ તમે ઈચ્છો તો આને 3 કે 7 વખત પણ બોલી શકો છો. આ ઉપાય તમારે દર શનિવાર કરવાનો છે. આ મંત્રનો જાપ શનિ પૂજા પછી કરો. આનાથી દરેક પ્રકારની સમસ્યાઓ તમારાથી દૂર જ રહેશે. તમારું દુર્ભાગ્ય તમારી નજીક ભટકશે નહિ. પણ સારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે.

તમે જે પણ કામ કરશો તે સમય પર અને જલ્દી જ પૂર્ણ થશે. આ દિવસે તમે શનિદેવના નામનું વ્રત પણ રાખી શકો છો. આનાથી આ ઉપાયનો પ્રભાવ હજુ પણ વધશે. સાથે જ શનિવારના દિવસે દાન ધર્મનો પણ મોટું મહત્વ હોય છે. તમે કોઈ ગરીબ કે બ્રાહ્મણને કઈ પણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં પણ આપી શકો છો.

અમને આશા છે કે, તમને શનિદેવનો આ ઉપાય પસંદ આવ્યો હશે. અમે સમય સમય પર આ જ પ્રકારના કામની વસ્તુ તમારા સુધી લાવતા રહીશું. એના માટે તમે ફક્ત અમારી સાથે જોડાયેલા રહો. સાથે જ જો તમને આ જાણકારી સારી લાગી હોય, તો આને બીજાની સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. આ રીતે તે પણ આ જાણકારીનો લાભ ઉઠાવી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.