શનિની અસરને કારણે આ રાશિવાળાનો ચાલી રહ્યો છે ખરાબ સમય, જાણો તેનાથી રાહત મેળવવા માટે શું કરવું?

0
197

7 મહિના સુધી આ રાશિના લોકોને ખુબ દુઃખ આપશે શનિદેવ, સાવચેતી પૂર્વક કરો કામ, નહિ તો પસતાવું પડશે.

જે લોકો ઉપર શનિની સાડાસાતી હોય છે તેમના માટે સમય ઘણો પીડાદાયક હોય છે. શનિની સાડાસાતી ત્રણ તબક્કામાં હોય છે. છેલ્લા તબક્કામાં વ્યક્તિને આરોગ્ય સંબંધી સમસ્યા આવે છે, તો તે તેના બીજા તબક્કામાં વ્યક્તિને કુટુંબીક જીવનમાં ઉતાર ચડાવ જોવા મળશે. અને શરુઆતના તબક્કામાં આર્થિક તકલીફો વેઠવી પડે છે. એકંદરે આ સમય શનિની સાડાસાતીની અસર વાળા કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી હોતો.

આ ત્રણ તબક્કામાં આ સમસ્યાઓ ઉપરાંત માણસે બીજી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્રણ તબક્કામાં વચ્ચેનો એટલે કે બીજો તબક્કો પીડાદાયક રહે છે. તેથી આવો જાણીએ કે હાલમાં કઈ રાશિના લોકો ઉપર શનિની સાડાસાતીનો સૌથી પીડાદાયક તબક્કો ચાલી રહ્યો છે.

મકર રાશિ : જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં મકર રાશિ ઉપર શનિની સાડાસાતી છે. વર્ષ 2020 થી જ શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, અને હાલ મકર રાશિ વાળા ઉપર જ શનિની સાડાસાતી બીજા તબક્કામાં ચાલુ છે. મકર રાશિના લોકોને સાડાસાતીના બીજા તબક્કામાંથી 29 એપ્રિલ 2022 ના રોજ મુક્તિ મળી જશે. પણ ત્યાં સુધી તમે કોઈ પણ કામ સાવચેતી પૂર્વક કરો.

શનિની સાડાસાતી બધા માટે પીડાદાયક નથી હોતી. જે વ્યક્તિના કર્મ સારા હોય અને વિચાર શુદ્ધ હોય તેમને આ સ્થિતિમાં પણ શનિદેવ પીડા નથી પહોંચાડતા. જો તમારી કુંડળીમાં શનિ મજબુતીથી બેઠા છે તો તમે તેને વરદાન તરીકે જુવો. તેથી સાડાસાતીનો કોઈ પણ તબક્કો તમારા માટે પીડાદાયક સાબિત નહિ થાય.

આ છે શનિની સાડાસાતીથી બચવાના ઉપાય :

શનિની સાડાસાતીથી બચવા માટે શનિદેવની આરાધના તો કરવી જ જોઈએ, સાથે જ જો તમે ભગવાન શિવ અને હનુમાનજીની આરાધના કરો છો, તો તે વધુ લાભદાયક રહેશે.

ભગવાન શિવની આરાધના દરમિયાન ધ્યાન રાખશો કે, ભગવાન શિવના મંત્ર ‘ॐ नम: शिवाय’ ના જાપ કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ.

સોમવારનો દિવસ ભગવાન શિવને અતિપ્રિય છે અને તેથી દર સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને બીલીપત્ર અર્પણ કરો.

સરસીયાનું તેલ, કાળા તલ, અડદની દાળ વગેરે દાન કરો. આ બધી વસ્તુ શનિ સાથે જોડાયેલી છે.

શનિ સ્ત્રોતના નિયમિત પાઠ કરવા પણ સાડાસાતી દરમિયાન લાભદાયક રહેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.