શનિ છે મકર અને કુંભના સ્વામી, જાણો નવા વર્ષ 2020 માં કોને કરશે માલામાલ

0
4088

જ્યોતિષમાં શનિદેવને તમામ ગ્રહોમાં ન્યાયધીશનું સ્થાન મળ્યું છે. શનિ સારા કર્મ કરવાવાળાને સારા ફળ અને ખરાબ કર્મ કરવા વાળાને દંડ આપે છે. શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે. શનિવારનો દિવસ શનિદેવનો હોય છે. આ દિવસે ભગવાન શનિને તેલનું દાન કરવામાં આવે છે. આવો જાણીએ શનિદેવ સાથે જોડાયેલા રોચક તથ્ય અને બધા માટે વર્ષ ૨૦૨૦ માં શનિની સાડાસાતીની અસર.

શનિ કર્મ પ્રધાન દેવતા છે.

શનિના પિતા સૂર્ય અને માતા છાયા છે. તે ઉપરાંત શનિના ભાઈ યમરાજ અને બહેન યમુના છે.

શનિ પરિશ્રમી વ્યક્તિને પોતાના આશીર્વાદ પ્રદાન કરે છે.

જ્યોતિષમાં શનિને મકર અને કુંભ રાશિના સ્વામી માનવામાં આવે છે.

શનિ આ સમયે ધનુ રાશિમાં છે. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શનિ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે.

આ સમયે વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ ઉપર શનિની સાડાસાતી છે. વૃષભ અને કન્યા રાશિ ઉપર એમની દશા છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શનિ મંદીરમાં જઈને શનિદેવને સરસિયાનું તેલ ચડાવવું જોઈએ. તે ઉપરાંત પીપળાના ઝાડની પૂજા કરવી પણ શુભ રહે છે.

શનિવારના દિવસે તેલ અને પીપળાની પૂજા કરવાની સાથે શમીના ઝાડની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જે લોકો ઉપર શનિની દશા અને મહાદશા ચાલી રહી હોય તેમણે દર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

વર્ષ ૨૦૨૦ માં શનિ :

આ વર્ષે શનિ ગ્રહ ૨૪ જાન્યુઆરીના રોજ ધનુ રાશિમાંથી તેમની સ્વરાશિ મકરમાં પ્રવેશ કરશે. તેની સાથે જ આ વર્ષમાં તે ૧૧ મે થી ૨૯ સપ્ટેમ્બર સુધી મકર રાશિમાં જ વક્રી થશે, અને ૨૭ ડીસેમ્બરના રોજ અસ્ત થશે. ધનુ અને મકર રાશિમાં પહેલાથી શનિની સાડાસાતીની અસર ચાલી રહી હતી. હવે કુંભ રાશિ માટે સાડાસાતીનો પહેલો તબક્કો પણ શરુ થઇ જશે.

મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિ ઉપર શનિની દ્રષ્ટિ :

મેષ : વર્ષ ૨૦૨૦ માં મેષ રાશિના વ્યક્તિ ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

વૃષભ : વૃષભ રાશિના વ્યક્તિઓને વર્ષ ૨૦૨૦ માં શનિની સાડાસાતી સાથે દુર દુર સુધી કોઈ જ સંબંધ નથી.

મિથુન : મિથુન રાશિના વ્યક્તિઓની કુંડળીમાં શનિની સાડાસાતીની કોઈ અસર જોવા મળશે નહિ.

કર્ક : વર્ષ ૨૦૨૦ માં તમારી ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ ઉપર શનિની નજર :

સિંહ : વર્ષ ૨૦૨૦ માં સિંહ રાશિના વ્યક્તિઓ ઉપર શનિની અસર નહિ રહે.

કન્યા : વર્ષ ૨૦૨૦ માં કન્યા રાશિના લોકો ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

તુલા : આ વર્ષમાં શનિની સાડાસાતીની અસર તુલા રાશિના વ્યક્તિઓ ઉપર નહિ પડે.

વૃશ્ચિક : વર્ષ ૨૦૨૦ માં વૃશ્ચિક રાશિના વ્યક્તિઓની કુંડળી ઉપર શનિની સાડાસાતી નહિ રહે.

ધનુ, મકર, કુંભ અને મીન રાશિ ઉપર શનિની છાયા :

ધનુ :આ વર્ષમાં ધનુ રાશિના વ્યક્તિઓ ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે. શનિની સાડાસાતી તેમના અંતિમ ચરણમાં છે.

મકર : શનિનું ભ્રમણ તમારી રાશિમાં જ થઇ રહ્યું છે. એટલા માટે આ વર્ષ તમે શનિની સાડાસાતીના બીજા તબક્કામાં રહેશો.

કુંભ : આ વર્ષમાં તમારી સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આવતા પાંચ વર્ષો સુધી તમારી કુંડળીમાં રહેવાનો છે.

મીન : આ વર્ષમાં મીન રાશિના વ્યક્તિઓની કુંડળીમાં શનિની સાડાસાતી નથી.