શાલિગ્રામની પૂજા કરવાથી નથી થતી ધનની અછત, બસ રાખો આટલી સાવધાની

0
929

ધનની અછતને દૂર કરવા માટે કરો શાલિગ્રામની પૂજા, જાણો તેનાથી જોડાયેલી સાવધાનીઓ

શાલીગ્રામને વિષ્ણુજીનો પથ્થર માનવામાં આવે છે, અને તેની પૂજા કરી વિષ્ણુજીને પ્રસન્ન કરી શકાય છે. શાલીગ્રામ પથ્થર નેપાળના મુક્તિનાથ અને કાલી ગન્ડકી નદી ઉપર જ મળી આવે છે, અને તે કુલ ૩૩ પ્રકારના હોય છે. આ ૩૩ પ્રકારમાંથી ૨૪ પ્રકારના શાલીગ્રામને વિષ્ણુજીના ૨૪ અવતારો સાથે જોડાયેલા માનવામાં આવે છે. તે ઉપરાંત તે ૨૪ શાલીગ્રામ વર્ષમાં આવતી ૨૪ એકાદશીને પણ દર્શાવે છે.

શાસ્ત્રો મુજબ શાલીગ્રામના આકાર ઉપર આધાર રહે છે કે, તે વિષ્ણુજીનો કયો આકાર દર્શાવે છે. જો શાલીગ્રામનો આકાર માછલી જેવો હોય છે તો તે વિષ્ણુજીના મત્સ્ય અવતારનું પ્રતિક હોય છે. જો શાલીગ્રામનો આકાર ગોળ હોય છે તો તે વિષ્ણુજીનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. જો શાલીગ્રામ કાચબાના આકારનું હોય છે, તો એ કચ્છપ અને કુર્મ અવતારનું પ્રતિક હોય છે.

માનવામાં આવે છે તુલસીના પતિ :

શાલીગ્રામ પથ્થરની અંદર ચક્ર અને રેખાઓ બનેલી હોય છે અને આ ચક્ર અને રેખાઓ વિષ્ણુના બીજા અવતારો અને કૃષ્ણના કુળના લોકોનું પ્રતિક હોય છે. દર વર્ષે લોકો દ્વારા તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે, અને એટલા માટે તેને તુલસીના પતિ પણ માનવામાં આવે છે.

આવી રીતે કરવી જોઈએ શાલીગ્રામની પૂજા :

શાલીગ્રામની પૂજા કરવા સાથે થોડા નિયમ જોડાયેલા હોય છે, અને આ નિયમો હેઠળ જ તેમની પૂજા કરવી જોઈએ. આ નિયમ નીચે મુજબ છે.

શાલીગ્રામની પૂજા કરવા માટે તમે સૌથી પહેલા શાલીગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો.

પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી તમે તેની ઉપર ચંદન લગાવો, અને એક તુલસીનું પાંદડું રાખી દો. ખાસ કરીને તુલસી વિષ્ણુજીને ખુબ જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જયારે પણ વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે, તો તેમને તુલસીના પાંદડા જરૂર ચડાવવામાં આવે છે.

ત્યાર પછી તમે શાલીગ્રામને ફૂલ અર્પણ કરો અને તેમની પૂજા કરો.

શાલીગ્રામ સાથે જોડાયેલી મહત્વની વાતો :

પંડિતોના જણાવ્યા મુજબ ઘરમાં માત્ર એક જ શાલીગ્રામ હોવું જોઈએ. એટલા માટે તમે ક્યારે પણ એકથી વધુ શાલીગ્રામ તમારા ઘરમાં ન રાખો.

શાલીગ્રામને માત્ર મંદિરમાં જ રાખવા જોઈએ, અને તેમને હંમેશા વિષ્ણુજીની મૂર્તિ પાસે જ સ્થાપિત કરવા જોઈએ.

શાલીગ્રામની પૂજા તમે રોજ કરો અને શાલીગ્રામને હંમેશા લાલ રંગના કપડા ઉપર જ રાખો.

શાલીગ્રામની પૂજા કરવાથી મળતા લાભ :

એવું માનવામાં આવે છે કે, શાલીગ્રામની પૂજા કરવાથી વિષ્ણુજી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે અને તમારી દરેક મનોકામનાને પૂરી કરી દે છે.

જે ઘરમાં રોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ જળવાઈ રહે છે અને ક્યારે પણ ધનની અછત નથી થતી.

સાચા મનથી શાલીગ્રામની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થઇ જાય છે, અને પાપોના દંડથી તમે બચી જાવ છો.

શાલીગ્રામની પૂજા કરવાથી મગજ શુદ્ધ થઇ જાય છે અને મનને શાંતિ મળે છે.

શાલીગ્રામનું ઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દુર રહે છે, અને ઘરનું વાતાવરણ સારું જળવાઈ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.