શક્તિ કપૂર સાથે લગ્ન કરવા ઘરમાંથી ભાગી હતી શિવાંગી કોલ્હાપુરી, જાણો આની લવ સ્ટોરી.

0
1568

જયારે તમારી અંદર કૌશલ્ય હોય છે, તો તમે દરેક સ્થિતિમાં પોતાની યોગ્યતાનો પરિચય આપી શકો છો. તેનો તાજો દાખલો બોલીવુડના એ મનપસંદ કલાકારો છે, જેમણે ફિલ્મોમાં અભિનેતાને બદલે વિલનના રોલ મળ્યા છતાં પણ તેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણી નામના મેળવી. એવા જ એક પ્રસિદ્ધ વિલન છે શક્તિ કપૂર.

૮૦ અને ૯૦ ના દશકમાં શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી પોતાના અભિનયની છાપ ઉભી કરી હતી. ત્યાર પછી તેમણે રાજા બાબુ અને અંદાઝ અપના અપના જેવી ફિલ્મોમાં કોમેડી રોલ પણ કર્યા. ખાસ કરીને કાદર ખાન સાથે જોડી બનાવીને તેમણે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ જયારે વાત અંગત જીવનની આવે છે, તો શક્તિ પોતાની ઓનસ્ક્રીન જીવનથી એકદમ અલગ છે.

ખાસ કરીને તેમનો પોતાની પત્ની શિવાંગી કોલ્હાપુરી સાથે ઘણો ગાઢ સંબંધ છે. એટલે કે આજે અમે તમને શક્તિ અને શિવાંગીની પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની રીતે જ કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી.

શક્તિ કપૂર દિલ્હીના એક પંજાબી કુટુંબ માંથી આવે છે. જો કે શિવાંગી મુંબઈની એક મધ્યમ વર્ગ મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શક્તિ કપૂરે પુણેની FTII ઇન્સ્ટીટયુટ માંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તે મુંબઈ કામની શોધમાં આવ્યા હતા. શક્તિનું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે, પરંતુ જયારે તેને પહેલી ફિલ્મમાં વિલનનું પાત્ર મળ્યું, તો તેમણે નામ બદલીને શક્તિ રાખી લીધું. જેથી તે પોતાની ઈમેજ સાથે જોરદાર લાગે.

શિવાંગી અને શક્તિની પહેલી મુલાકાત ૧૯૮૦માં એક ફિલ્મના શુટિંગ દરમ્યાન થઇ. શિવાંગી પદ્મિની અને તેજસ્વીની કોલ્હાપુરીની મોટી બહેન છે. ‘કિસ્મત’ ફિલ્મમાં પહેલા પદ્મિની અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની હતી. પરંતુ પદ્મિની સાથે તારીખની સમસ્યા થવાને કારણે ડાયરેક્ટરે તે રોલ શિવાંગીને આપી દીધો. એ ફિલ્મમાં શક્તિ કપૂર પણ હતા, પરંતુ ફિલ્મની શુટિંગની તારીખો કાંઈક એવી રીતે ગોઠવાઈ હતી કે શક્તિ કપૂર અને શિવાંગી બન્ને એક જ સમયે સાથે રહી શકતા ન હતા.

આમ તો પાછળથી તેમાં થોડો ફેરફાર થયો અને બન્નેને એક જ શુટિંગ તારીખ મળી ગઈ. બસ એ વખતે બન્ને પહેલી વખત એક બીજાને મળ્યા હતા. શિવાંગીને શક્તિ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. તે દરમિયાન શિવાંગી અને શક્તિ બન્નેનું જ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખતા ન હતા એ સમયે બન્નેની જોડી બની ગઈ અને તે ફિલ્મ શુટિંગ પછી એક બીજાને મળવા લાગ્યા. થોડા સમયમાં જ પ્રેમ થઇ ગયો.

પરંતુ જયારે શિવાંગીએ શક્તિ સાથે લગ્ન કરવાની વાત ઘરવાળાને જણાવી તો તેમને તેના માટે સ્પષ્ટ ના કહી દીધી. તે જૂની વિચારસરણી વાળું કુટુંબ હતું એટલા માટે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે જો શક્તિ સાથે લગ્ન કર્યા તો કુટુંબમાંથી દુર કરી દેવામાં આવશે.

તે વખતે શિવાંગી જયારે ૧૮ વર્ષની થઇ તો તેમણે શક્તિ સાથે ઘરેથી ભાગીને ૧૯૮૨માં કોર્ટમાં લગ્ન કરી લીધા. શક્તિના પરિવારે શિવાંગીને રાજી ખુશીથી અપનાવી લીધી. લગ્ન પછી ઘણા સમય સુધી શિવાંગી અને તેમના કુટુંબ વાળાએ એક બીજા સાથે વાત ન કરી. આમતો જયારે શિવાંગીએ શ્રદ્ધા અને સિદ્ધાંતને જન્મ આપ્યો તે વખતે તેમના પરિવારે જૂની વાતો ભૂલી તેને અપનાવી લીધી.

ત્યાર પછી શક્તિ અને શિવાંગીનું સત્ય દેખાડવા માટે એક સ્ટીંગ ઓપરેશન કરી નાખ્યું. તેમાં શક્તિ કપૂર ખરાબ રીતે ફસાઈ ગયા. તે વિડીયોમાં એક સ્ટ્રગલિંગ કલાકારને કામ અપાવવાન બદલામા સંબંધ બનાવવાની માંગણી કરી રહ્યા હતા. આ વિવાદ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શક્તિ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો, આમ તો તેને એક અઠવાડિયા પછી જ દુર કરી દેવામાં આવ્યો.

શક્તિનું કહેવું હતું કે તેને આ સ્ટીંગ ઓપરેશનમાં દોશી ગણવામાં આવ્યા છે તે નિર્દોષ છે. તે વિવાદને કારણે જ તેમના કૌટુમ્બીક જીવનમાં હલચલ મચી ગઈ હતી. આમ તો આ મુશ્કેલ સમયમાં શક્તિની દીકરી શ્રદ્ધા અને શિવાંગીએ તેમનો સાથ ન છોડ્યો. આવી રીતે તેમની વચ્ચેનો સંબંધ એકબીજા સાથે વધુ મજબુત બની ગયો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.