શક્તિ કપૂરે ચોર બનીને દીકરી સાથે કર્યું આવું કામ, પપ્પાનું આ રૂપ જોઈને ગભરાઈ ગઈ શ્રદ્ધા, જુવો વિડીયો.

0
136

લોકોને ડરાવવા અને હસાવવા માટે પાછા આવ્યા ક્રાઈમ માસ્ટર ગોગો, શ્રદ્ધા કપૂર તો તેમને જોઈને ગભરાઈ ગઈ, જુઓ વિડીયો.

‘મેરા નામ હૈ ક્રાઈમ માસ્ટર ગોગો, આંખો નિકાલકે ગોટીયા ખેલતા હું, ગોટીયા…’ શક્તિ કપૂરનો આ ફેમસ ડાયલોગ તમે બધાએ સાંભળ્યો હશે. તે 1994 માં આવેલી કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ નો ડાયલોગ છે. આ ફિલ્મમાં અમીર ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવિના ટંડન, પરેશ રાવલ અને શક્તિ કપૂર જેવા કલાકારો હતા. આ ફિલ્મ અને તેના પાત્ર આજે પણ આપણને ઘણા હસાવે છે. આ ફિલ્મમાં શક્તિ કપૂરે ક્રાઈમ માસ્ટર ગોગોનુ પાત્ર ભજવીને લોકોને ખુબ હસાવ્યા હતા.

હવે 27 વર્ષ પછી ક્રાઈમ માસ્ટર ગોગો ફરીથી પાછા આવી ગયા છે. અને આ વખતે તેમણે સામાન્ય જનતાની સાથે સાથે પોતાની દીકરીને પણ લુ ટી છે. ખાસ કરીને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો શેર થઇ રહ્યો છે. તે વિડીયોમાં શક્તિ કપૂર ક્રાઈમ માસ્ટર ગોગો બનીને પોતાની દીકરી શ્રદ્ધા કપૂરને ડરાવે છે. એટલું જ નહિ તે શ્રદ્ધાની એક ખાસ વસ્તુ ચો રીને ભાગી પણ જાય છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, શ્રદ્ધા સોફા ઉપર બેસી નેલ પોલીસ લગાવી રહી છે. ત્યારે તેના પિતા ક્રાઈમ માસ્ટર ગોગોનો ગેટઅપ ધારણ કરીને અચાનક આવીને તેને ડરાવી દે છે. પપ્પાને અચાનક આ અવતારમાં જોઈ શ્રદ્ધા ગભરાઈ જાય છે. તેના મોઢા માંથી નીકળી જાય છે બાપુ? તેનો જવાબ આપતા શક્તિ કપૂર કહે છે, ક્રાઈમ માસ્ટર ગોગો, આઈ એમ બેક. હું આવ્યો છું તો કાંઈક તો લુ ટીને જ જઈશ. એવું કહ્યા પછી તે પોતાની દીકરીની નેલ પોલીસ ચો રીને ભાગી જાય છે.

આ આખો વિડીયો જોવામાં ઘણો જ ફની લાગે છે. આ વિડીયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. વિડીયોને અત્યાર સુધીમાં 6 લાખ 39 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વિડીયો શેર કરતા શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું છે, અરે બાપુ, નેલ પોલીસ તો છોડી દો. તેની સાથે જ શ્રદ્ધાએ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીને ટેગ કરીને લખ્યું છે આ તમે શું કર્યું? સાથે જ ‘ગોગો ઈઝ બેક’ નો હેશટેગ પણ આપ્યો અને આગળ લખ્યું, આવ્યા છે તો કાંઈક તો લુ ટીને જશે.

ક્રાઈમ માસ્ટર ગોગોને આ રીતે પાછા આવતા જોઈ ફેન્સ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. હજુ એ સ્પષ્ટ નથી કે તે કોઈ ફિલ્મ કે વેબ સીરીઝનું પ્રમોશન છે કે પછી કાંઈ બીજું. હાલ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીએ ક્રાઈમ માસ્ટર ગોગોના અન્ય કેટલાક વિડીયો પણ શેર કર્યા છે. જેમ કે એક વિડીયોમાં એક સ્ક્રીપ્ટ રાઈટર, ક્રાઈમ માસ્ટર ગોગો બનેલા શક્તિ કપૂરને સ્ટોરી સંભળાવી રહ્યા છે. ત્યારે શક્તિ કપૂર તેની પેન ચો રી લે છે. જયારે રાઈટર તેની ઉપર પ્રશ્ન કરે છે તો, તે કહે છે કે પેન જ તો છે તારો જીવ થોડી છે.

આ પ્રકારના બીજા વિડીયોમાં તે એક વ્યક્તિનો મોબાઈલ ચો રી લે છે. શક્તિ કપૂરના આ બધા વિડીયો જોવામાં ઘણા ફની છે. આ બધા વિડીયો જોઈને એવું લાગે છે કે, શક્તિ કપૂર અને ડિઝની પ્લસ હોટસ્ટાર ક્રાઈમ માસ્ટર ગોગોને લગતો કોઈ ફની કન્ટેન્ટ લઈને આવવાના છે. તમે લોકો ગોગોના પાછા ફરવાથી કેટલા ઉત્સાહિત છો તે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.