શાકાહારી લાગતી આ ખાસ વસ્તુઓ અસલમાં છે માંસાહારી, શ્રાવણમાં ભૂલથી પણ ના ખવાઈ જાય ધ્યાન રાખજો.

0
2145

શ્રાવણ મહિનામાં નોનવેજનું સેવન કરવું અશુભ હોય છે. તેવામાં જો તમે પણ આ પવિત્ર મહિનામાં નોનવેજ ફૂડને તમારા ખોરાકમાં સામેલ નહિ કરો, તો એક વખત આ લીસ્ટ ઉપર નજર કરી લો. કેમ કે આપણે રોજીંદા જીવનમાં ઘણી વસ્તુને શાકાહારી સમજીને ખાઈએ છીએ પરંતુ તે શાકાહારી જરાપણ નથી. આવો જાણીએ ખરેખર કઈ છે એ ખાસ વસ્તુ.

સૂપ :-

આપણે બધાને સૂપ પીવાનું ખુબ ગમે છે, પરંતુ જો તમે તેને શાકાહારી સમજીને પીવો છો, તો સાવચેત બની જાવ. મોટાભાગના રેસ્ટોરન્ટમાં તેને બનાવવા માટે જે સોસનો ઉપયોગ કરવામાં આવે છે. તેને માછલીમાંથી મળી આવતા ઉત્પાદનો માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો હવે પછી તમે જયારે રેસ્ટોરન્ટમાં સૂપ ઓર્ડર કરો, તો એક વખત વેઈટરને જરૂર પૂછી લેશો.

તેલ :-

ખાવાનું બનાવવા માટે તમે જે તેલનો ઉપયોગ કરી રહ્યા છો, તેની ઉપર એક વખત ધ્યાનથી જોઈ લો. જો તેમાં ઓમેગા ૩ ફેટી એસીડ છે, તો તમારું તેલ શાકાહારી નથી. થોડા તેલ જેમાં વિટામીન ડી નું હોવાનો દાવો કરવામાં આવે છે, તેમાં લેનોલીન મળી આવે છે. જે ઘેંટામાંથી બને છે. તો ફરી વખત તેલ ખરીદતા પહેલા એક વખત જરૂર વાચી લો.

સફેદ ખાંડ :-

સફેદ ખાંડને તૈયાર કરતી વખતે તેને સાફ કરવા માટે જે પ્રકિયા કરવામાં આવે છે, તેમાં કુદરતી કાર્બનનો ઉપયોગ થાય છે. તમને જાણીને નવાઈ થશે કે આ કુદરતી કાર્બન બોન ચાર હોય છે. જે જાનવરોના હાડકામાંથી બનાવવામાં આવે છે.

બીયર કે વાઇન :-

ઘણા લોકો એ કહીને બીયર પીવે છે કે એ તો ફળોના રસમાંથી બને છે. જણાવી આપીએ કે દારુને સાફ કરવા માટે ઈજીનગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. જે ફીશ બ્લેન્ડર માંથી બને છે.

જામ :-

ઘણા બધા ઘરોમાં બ્રેકફાસ્ટમાં બ્રેન્ડ જામ ખાવાનું પસંદ કરે છે. જૈમમાં જીલેટીન હોય છે અને જીલેટીન જાનવરો માંથી પ્રાપ્ત કરવામાં આવતી બનાવટ છે.

બહારનું પેકેટ વાળું દહીં :-

જો તમે બજારમાંથી દહીં ખરીદી રહ્યા છો, તો તેના પેક ઉપર એક વખત લખેલા ઈંગ્રીડીએંટસ જરૂર વાચી લો. જો તેમાં જીલેટીન છે, તો તમારું એ દહીં વેજ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.