ખુબ જ સુંદર હતી શાહરુખ ખાનની માં, એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યું હતું ‘કિંગ ખાન’ ના પિતા પર દિલ.

0
365

કાર અકસ્માતના કારણે શાહરુખ ખાનના માતા-પિતાનું થયું હતું મિલન, ફિલ્મી સ્ટોરી જેવી છે તેમની લવ સ્ટોરી. શાહરૂખ ખાન બોલીવુડના એક એવા અભિનેતા છે, જેમણે માત્ર પોતાની મહેનત અને આવડત ઉપર ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ પ્રાપ્ત કર્યું છે. શાહરુખને આજે બોલીવુડના કિંગ ખાનના નામથી ઓળખવામાં આવે છે. સફળતાના શિખરો સર કર્યા પછી પણ શાહરૂખ ખાન પોતાના જીવનમાં એક ઘણા જ વિનમ્ર વ્યક્તિ છે.

શાહરૂખ વિષે તો અમે અને તમે ઘણી બધી વાતો જાણીએ છીએ, પરંતુ તેમના માતા પિતાની મુલાકાત ખરેખર કેવી રીતે થઇ હતી, તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હશે. અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, 60 વર્ષ પહેલા કેવી રીતે એક કાર અકસ્માતને કારણે શાહરૂખ ખાનની માતા લતીફા ખાન અને પિતા તાજ મોહમ્મદ ખાન એક બીજાને મળ્યા હતા.

આ પરિસ્થિતિમાં થયું મળવાનું : શાહરૂખ ખાનની માતા અને તેના પિતાની મુલાકાત એક ઘણી જ ગંભીર પરિસ્થિતિમાં થઇ હતી. આમ તો શાહરૂખના પિતા તાજ મોહમ્મદ ખાન પોતાના પિતરાઈ ભાઈને લઈને ઇંડિયા ગેટ ફરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમણે જોયું કે, એક કારનો ગંભીર રીતે અકસ્માત થયો છે. તેઓ તરત કાર પાસે પહોંચી ગયા. તેમણે જોયું કે કારમાં ત્રણ છોકરીઓ અને તેના પિતા હતા. ત્રણ છોકરીઓમાંથી એક છોકરીનું લોહી વધારે વહી ગયું હતું. તેની સ્થિતિ વધુ ગંભીર હતી. તેને લોહીની ઘણી જરૂર હતી.

શાહરૂખ ખાનના પિતાએ જરાપણ મોડું ન કર્યું. તેમણે તમામ ઈજાગ્રસ્તને તરત હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી. જે છોકરીનું સૌથી વધુ લોહી વહી ગયું હતું જેને તરત લોહી ચડાવવું પણ જરૂરી હતું, તેનું બ્લડ ગ્રુપ શાહરૂખ ખાનના પિતાના બ્લડ ગ્રુપને મેચ થતું હતું. તેથી શાહરૂખ ખાનના પિતાએ તેને લોહી આપી દીધું. અને તે છોકરી કોઈ બીજી નહિ, પરંતુ શાહરૂખ ખાનની માતા લતીફ ફાતિમા ખાન હતી.

આ રીતે થઇ ગયો પ્રેમ : શાહરૂખ ખાનના પિતાએ શરુઆતમાં થોડા સમય સુધી હોસ્પિટલમાં લતીફ ફાતિમા ખાનની દેખરેખ પણ કરી હતી. શાહરૂખ ખાનની માતાને સાજા થવામાં લગભગ 6 મહીના થઈ ગયા હતા. તે દરમિયાન લતીફ ફાતિમા ખાન ઉપર શાહરૂખના પિતાનું દિલ આવી ગયું હતું.

તાજ મોહમ્મદે જે રીતે બહાદુરી દેખાડી હતી અને જે મહાનતા તેમણે પ્રદર્શિત કરી હતી, તેના કારણે જ લતીફ ફાતિમા ખાનના પિતા તેનાથી ઘણા પ્રભાવિત થઇ ગયા હતા. શાહરૂખ ખાનની માતાની સગાઈ થઇ ચુકી હતી, પરંતુ તેમ છતાં પણ તેના પિતાએ તાજ મોહમ્મદ સાથે તેની દીકરીના લગ્ન કરાવવા માટે કહ્યું.

થઇ ગયા લગ્ન : તાજ મોહમ્મદ તેના માટે તૈયાર થઇ ગયા હતા. બંને કુટુંબવાળા જયારે રાજી થઇ ગયા તો ત્યાર પછી લતીફ ફાતિમા ખાન અને તાજ મોહમ્મદના લગ્ન થઇ ગયા. તેના થોડા જ સમય પછી શાહરૂખ ખાન દુનિયામાં આવ્યા.

આ રીતે શાહરૂખ ખાનના પિતાનું મોર્નિંગ વોક ઉપર જવું શાહરૂખ ખાન જેવા કલાકારનું દુનિયામાં આવવાનું કારણ બની ગયું. શાહરૂખ તેના માતા-પિતાને ઘણા મિસ કરે છે. તે કહે છે કે, જો તેના માતા-પિતા આજે તેની સફળતા જોઈ હોત, તો તે ઘણા ખુશ થયા હોત.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.