ખરેખર તમે શાહરુખ ખાનની બહેનની હાલત જોઈને ચકિત થઇ જશો. શું ક્યારેય તમે એમને જોઈ છે ખરી

0
1911

આપણી બોલિવુડની દુનિયા ઘણી મોટી છે. બોલીવુડ સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. એટલે તમને અહિયાં ઘણા બધા એક્ટર અને એકટ્રેસ જોવા મળે છે. બોલિવુડમાં ઘણા બધા કલાકારો એવા છે, જેમણે પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. અને કેટલાક એવા પણ છે જે ફિલ્મી પરિવાર માંથી આવતા હોવાના કારણે, એમને સફળતા મેળવવામાં વધુ સમય લાગ્યો નથી.

હવે ફિલ્મી પરિવાર માંથી આવતા હોવાને કારણે લોકો તેમના પરિવારને પણ સારી રીતે જાણતા હોય છે. પણ જે પોતાના બળ પર મહેનત કરીને સફળતા મેળવે છે, તેના વિશે તો લોકો જાણતા હોય છે. પણ તેમના પરિવાર વિશે જાણતા નથી હોતા. અને આજે અમે તમને એક એવા એક્ટરની બહેન વિશે જણાવવા જઈ રહ્યા છે, જે એક્ટરને તો દરેક લોકો જાણે છે, પણ તેમની બહેન વિશે કોઈ જાણતું નથી. તો ચાલો જાણી લઈએ કોણ છે તે એક્ટર અને તેમની બહેન.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની બહેન વિશે. આજે જે લોકો બોલીવુડ ફિલ્મો પસંદ કરે છે તે શાહરુખ ખાનને સારી રીતે જાણે છે. અને તેમની બોલિવુડ સફરથી પણ બધા સારી રીતે પરિચિત છે. તેમણે ખુબ મહેનત કરીને આટલી સફળતા મેળવી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, શાહરુખ ખાને પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો થી કરી હતી. ત્યાર બાદ તેમને ફિલ્મ ‘દીવાના’ મળી હતી. અને તેમણે ત્યારથી લઈને આજ સુધી ઘણી બધી સફળતાઓ મેળવી છે. પણ આજે ઘણા લોકોને ખબર નથી કે તેમની એક બહેન પણ છે. તમને જણાવી દઈએ કે, તેમની બહેન તેમના કરતા મોટી છે. ચાલો જાણી લઈએ તેમની બહેન વિશે.

કદાચ તમને ખબર નહીં હોય કે, શાહરુખ ખાનની એક બહેન પણ છે, જે ગુમનામીનું જીવન જીવી રહી છે. શાહરુખ ખાનની બહેનનું નામ શહેનાઝ લાલારૂખ ખાન છે. શહેનાઝને એકલું રહેવાનું પસંદ છે. તેને લોકો સાથે મળવું પસંદ નથી. તે હંમેશા બોલિવુડની ચમકતી દુનિયાથી દૂર રહે છે. શહેનાઝને ડિપ્રેશનની બીમારી છે, જેના કારણે તે હંમેશા ગુમસુમ અને એકલી રહે છે.

શહેનાઝ એકલી પોતાના ભાઈ શાહરૂખના ઘરે રહે છે. ડિપ્રેશનની બીમારી હોવાના કારણે તેમણે લગ્ન પણ કર્યા નથી. શહેનાઝ પોતાના ભાઈ શાહરુખથી મોટી છે. શાહરુખ ખાન પોતાની બહેનને ખુબ પ્રેમ કરે છે. અને બંને એકસાથે પોતાની ફેમિલી સાથે રહે છે. શહેનાઝને સામાન્ય માણસની જેમ જીવવાનું સારું લાગે છે. એટલા માટે તે એકલી પોતાની જિંદગી જીવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.