શહીદની પત્ની 26 વર્ષથી ઝૂંપડીમાં રહેતી હતી, લોકોએ દાન આપીને નવું મકાન બનાવી દીધું, જાણો વધુ વિગત.

0
864

મધ્ય પ્રદેશના ઇન્દોર. સુંદર એવું શહેર. આ સુંદર શહેર માંથી એક ઘણા મોટા સુંદર સમાચાર પણ સામે આવ્યા છે. માણસાઈના સમાચાર. એક પંક્તિમાં પહેલા સમજી લો કે બેટમા ગામમાં શહીદની પત્ની, જે ઝુપડીમાં રહેતી હતી, તેના માટે અમુક લોકોએ ફાળો એકઠો કરીને નવું ઘર બનાવરાવી આપ્યું અને રક્ષાબંધનના દિવસે તે મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો.

હવે સમાચાર વિસ્તારથી

વર્ષ ૧૯૯૨ની વાત છે. બેટમાં ગામના મોહન સિંહ, જે બીએસએફ જવાન હતા, તે શહીદ થઇ ગયા. તે સમયે તેમનો દીકરો ૩ વર્ષનો હતો અને પત્ની રાજુ બાઈ પ્રેગ્નેન્ટ હતી. કુટુંબ ગરીબ હતું. ઝુપડીમાં રહેતું હતું. મોહનના શહીદ થવાના ૨૫ વર્ષ સુધી સરકારે રાજુ બાઈને કોઈ પ્રકારની કોઈ મદદ આપી નહિ. તેમણે જેમ તેમ કરીને કોઈપણ રીતે તેના બંને બાળકોને ઉછેરીને મોટા કર્યા. તે એજ ઝુપડીમાં રહેતી હતી.

ગયા વર્ષે શહીદ સમરસતા ટુકડીના એક મેમ્બર બેટમાં ગામ ગયા. આ ટુકડી ઇન્દોરના થોડા માણસોનું ગ્રુપ છે, જે શહીદ કુટુંબોનું ધ્યાન રાખે છે. ગામે ગામ જાય છે, અને શહીદોના કુટુંબોને મળે છે. સમાજમાંથી નાત જાતના ભેદભાવ દુર કરવાનું પણ કામ કરે છે.

તો બન્યું એવું કે ગયા વર્ષે આ ગ્રુપના એક વ્યક્તિ બેટમા ગામ આવ્યા. ત્યાં તેને આ તૂટેલી ફૂટેલી ઝુપડી જોઈ. તેણે પોતાના ગ્રુપના બીજા લોકોનો સંપર્ક કર્યો. તે લોકોએ રજુ બાઈ સાથે વાત કરી. તેની કહાની સાંભળી. જાણવા મળ્યું કે સરકાર મદદ નથી કરી રહી. તો શહીદ સમરસતા ટુકડીએ પોતે મદદની જવાબદારી ઉઠાવી લીધી.

ગઈ રક્ષાબંધને વચન આપ્યું હતું

આ ટુકડીના લોકોએ ગયા રક્ષાબંધને રાજુ બાઈ પાસે રાખડી બંધાવી અને નવી પાકું મકાન બનાવી આપવાનું વચન આપ્યું. ગામે ગામ જઈને ફાળો એકઠો કર્યો. ‘એક ચેક એક દસ્તખત’ અભિયાન ચલાવ્યું. અભિયાન સફળ રહ્યું. ટુકડીએ ૧૧ લાખ રૂપીયા એકઠા કરી લીધા, બે ભાગમાં વહેચ્યા. ૧૦ લાખ રૂપિયામાં પાકું મકાન બનાવ્યું. વધેલા એક લાખ માંથી શહીદ મોહનની મૂર્તિ બનાવવા માટે રાખ્યા, આ મૂર્તિ હજુ બની રહી છે.

મકાન બનાવીને ૧૫ ઓગસ્ટના દિવસે ચાવી રાજુ બાઈને સોંપી દીધી. ૧૫ ઓગસ્ટના દિવસે રાજુએ નવા ઘરમાં પ્રવેશ કરી લીધો. તે આ ટુકડીના લોકોની હથેળી ઉપર ચાલીને પોતાના નવા ઘર સુધી ગઈ. ૨૬ વર્ષ પછી હવે રાજુ પાકા મકાનમાં રહેશે.

શહીદ સમરસતા ટુકડીના સંયોજક છે વિશાળ રાઠી. અમે તેની સાથે વાત કરી. તેમનું કહેવું છે, અમે ઘર બનાવરાવી આપ્યું છે. શહીદના કુટુંબના હાથમાં તેની ચાવી પણ આપી દીધી છે. શહીદ મોહન સિંહની મૂર્તિ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અમે એવો પ્રયાસ પણ કરી રહ્યા છીએ, કે મોહન જે સ્કુલમાં ભણ્યા હતા તે સ્કુલનું નામ બદલીને તેના નામ ઉપર કરી દેવામાં આવે. અમે તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચોહાણે તે કામની પ્રસંશા કરી. ટ્વીટ કરી કહ્યું.

ઇન્દોરના બેટમાં ગામના યુવાનોએ શહીદના કુટુંબની મદદ કતી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પડ્યું છે. તમારા જેવા યુવાનો જ ભારતની સાચી ઓળખ છે. તમે બધાએ ખરેખર સાબિત કરી આપ્યું છે કે દેશનું રક્ષણ કરવામાં પોતાનો જીવનું બલીદાન આપવા વાળા કુટુંબ તેમના ગયા પછી દેશનું કુટુંબ બની જાય છે.

ઇન્દોરના બેટમા ગામના યુવાનોએ શહીદના પરિવારને મદદ કરીને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તમારા જેવા યુવાનો જ ભારતની સાચી ઓળખ છે.

તમે બધાએ ખરા અર્થમાં સાબિત કર્યું છે કે દેશનું રક્ષણ કરવામાં જીવ કુરબાન કરવા વાળાનું કુટુંબ તેમના ગયા પછી દેશનું કુટુંબ બની જાય છે.

રાજ્યના નવા મુખ્યમંત્રી કમલનાથે પણ આ કામની પ્રસંશા કરી. કહ્યું કે યુવાનોએ શહીદના કુટુંબ માટે જે કર્યું, તેનાથી રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને સાર્થક થઇ ગયા છે. આ રહ્યું ટ્વીટ

૨૭ વર્ષ પહેલા શહીદ થયેલા ઇન્દોર જીલ્લાના બેટમાના પીર પીપલ્યા ગામના બીએસએફના જવાન શહીદ મોહન સિંહ સુનેરના કુટુંબ માટે. જે અછતમાં જીવન જીવી રહ્યા હતા.

ખરેખર આ કામ દિલ જીતી લેનારું છે. આશા રાખીએ કે આ કામ જોઇને તે બધા લોકોની આંખ ખુલશે, જે પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે. તમે સમજી ગયા હશો કે અમારો ઈશારો કોની તરફ છે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.