શા માટે શવ યાત્રા દરમિયાન “રામ નામ સત્ય હૈ” જ બોલવામાં આવે છે, જાણો યુધિષ્ઠિરે જાતે જણાવ્યું હતું કારણ.

0
807

મિત્રો, તમે બધા એ વાત તો જાણો જ છો કે, જયારે પણ હિંદુ ધર્મમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, તો ઠાઠડી પર એની શવ યાત્રા નીકળે છે, અને એ દરમ્યાન “રામ નામ સત્ય હૈ” બોલવામાં આવે છે. પણ શું તમે એ બોલવા પાછળનું કારણ જાણો છો? કદાચ નહિ. કારણ કે ઘણા બદલા લોકોને આની પાછળનું કારણ ખબર નથી હોતું. પણ આજે અમે તમને એ કારણ વિષે જણાવીશું. તો આવો જાણીએ એના વિષે.

દુનિયામાં જીવન અને મૃત્યુ બંને એવી વસ્તુ છે, જે શાસ્વત સત્ય છે. આને કોઈ બદલી શકતું નથી. જે જન્મ લે છે તેને ક્યારેય ને ક્યારેય દુનિયા માંથી જવું જ પડે છે. અને જે ચાલ્યા ગયા તેને પાછું એક નવું શરીર મળશે, આ પણ સત્ય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, યુધિષ્ઠિરે જણાવ્યુ હતું કે શવ યાત્રા દરમિયાન રામ નામ સત્ય કેમ બોલાય છે? તો આવો જાણીએ કે લોકો એવું કેમ બોલે છે?

મહાભારત કાળમાં યુધિષ્ઠિરે જણાવેલું હતું આવું બોલવાનું કારણ :

તમને જણાવી દઈએ કે, શવ યાત્રા દરમિયાન “રામ નામ સત્ય હૈ” બોલવા પાછળનું અસલી કારણ મહાભારત કાળમાં જાતે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરે જણાવ્યું હતું. એમણે એક શ્લોક દ્વારા આનો અર્થ સમજાવ્યો છે. તેમણે જે શ્લોક દ્વારા આના વિષે જણાવ્યું છે, તે કંઈક આવા પ્રકારે છે ‘અહન્યહનિ ભુતાની ગચ્છતિ યમમમન્દીરમ્। શેષા વિભૂતિમિચ્છતિ કિમશ્ચ્ર્ય મતઃ પરમ્”

આ એક શ્લોક દ્વારા યુધીષ્ઠીરે જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેમના પરિજન “રામ નામ સત્ય હૈ” બોલે છે. જેનો અર્થ છે કે સંસારમાં ફક્ત રામ નામ જ સત્ય છે. સોથી વધારે દુઃખની વાત એ છે કે, શવ યાત્રા માંથી પાછા આવ્યા પછી પાછા લોકો મોહ માયામાં લાગી જાય છે, અને ભૂલી જાય છે કે તેમનો પણ એક દિવસ અંત થશે.

તેમણે આ શ્લોકના માધ્યમથી આગળ જણાવ્યું છે કે, શવ યાત્રા પછી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિજન ઘરે આવતા જ સૌથી પહેલા મૃત વ્યક્તિની સંપત્તિના ભાગલા પાડવા લાગે છે, અને આનાથી વધારે આશ્ચર્યની વાત બીજી તે શું હશે. દરરોજ કોઈનું ને કોઈનું મૃત્યુ નક્કી છે, પરંતુ આ હોવા છતાં લોકો આ સત્યથી દૂર ભાગે છે, અને સાંસારિક મોહ માયામાં પોતાની જિંદગી નષ્ટ કરી દે છે.

“રામ નામ સત્ય” મૃતકના માટે નહિ પણ લોકો પોતાના માટે બોલે છે :

મિત્રો તમને એ જાણીને નવાઈ થશે કે, શવ યાત્રાના દરમિયાન “રામ નામ સત્ય હૈ” લોકો મૃત શરીરને સંભળાવવા માટે નહિ પણ પોતાના માટે બોલે છે. આ કહેવાનું અર્થ થાય છે કે, જુઓ જે દુનિયામાં આવે છે તેને એક દિવસ જવું જ પડે છે. પરંતુ એક વસ્તુ સત્ય છે અને તે છે રામનું નામ. રામ નામ એટલે કે ભગવાનના નામને ક્યારેય પણ માણસે ભૂલવું ના જોઈએ. આ સંસારમાં આવવા વાળા દરેક વ્યક્તિએ એકના એક દિવસ જવું પડે છે.

અને આ વાક્યને એટલા માટે શવ યાત્રા દરમિયાન બોલવામાં આવે છે, કે જેથી વ્યક્તિના જીવનના આ સત્યને જાણી લે. કેટલાક લોકો એવું માને છે કે, આ વાક્ય મૃત વ્યક્તિના માટે બોલવામાં આવે છે. પરંતુ એવું બિલકુલ નથી. તે તો ચાલ્યો ગયો છે, તેને કોઈ ફરક નથી પડતો કે તેના ગયા પછી દુનિયામાં શું થઇ રહ્યું છે શું નહિ? એટલા માટે દરેક માણસે આ વાત સમજવી જોઈએ કે, દુનિયામાં કોઈ પણ વસ્તુ માટે લડવું ઝગડવું બધું વગર કામનું છે. કારણ કે જે આજે છે તે કાલે નથી.